________________
ગાથા-૧૩૭–૧૩૮
૩૭૫ હાથ ચાલે છે? (ના.) હાથનું ચાલવું તો હાથની પર્યાયથી ચાલે છે, રાગ તો નિમિત્ત કહેવામાં આવે છે. પણ મેં રાગ કર્યો માટે હાથ ચાલ્યો એ વાત જૂહી છે. આમાં ક્યાંય (મેલ) મળે એવું નથી મેળ ખાય આંહી એવું. આહાહાહા ! આ તો બહારની વાત તો ભિન્ન છે પણ અત્યંતરમાં જેવા રાગદ્વેષ ને અજ્ઞાન જીવ કરે છે અને એ સમયે જે કર્મબંધન થાય છે એ પોતાના પરિણામથી કર્મબંધન થાય છે.આત્માથી નહીં. આત્મા એ કર્મરૂપે પરિણમતો નથી. આહાહા ! સમજાણું કાંઈ?
જો પુદગલદ્રવ્યને, કર્મપરિણામના-કર્મ પરિણામ જે થાય છે એને નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાન પરિણામે -રાગ-દ્વેષ, દયા, દાન, ભક્તિ, કામ, ક્રોધના ભાવ મારાં છે એવો અજ્ઞાની (જીવ) એ ભાવને પોતાના માનીને રાગ-દ્વેષરૂપ પરિણમે છે. સમજાણું કાંઈ ? એ રાગ-દ્વેષ ને અજ્ઞાન નવા કર્મમાં નિમિત્ત છે. પણ નવા કર્મ આત્મા બાંધે છે એવું નથી. નવાં કર્મ પરિણામ, પુદ્ગલપરિણામના પુદ્ગલ દ્રવ્ય કરે છે. આત્મા એનો કર્તા છે નહીં. અંદરમાં જેટલા અજ્ઞાનમાં રાગ-દ્વેષભાવ કરે એ તો નિમિત્ત, પણ એ ભેગાં-પુદ્ગલના પરિણામ પણ જીવ કરે-બે મળીને પુગલના પરિણામ થાય એમ છે નહીં. આવી સૂક્ષ્મ વાત ! બહારમાં પણ કહે છે કે રાગ કરે અને પરની દયા પાળી શકે રાગથી, પણ એ કારણ બને એમ છે નહીં. પરનું પરિણમન તો એનાં કારણથી થાય છે. રાગ તો નિમિત્તમાત્ર છે. એ રાગ, પરની દયા પાળી શકે એ તો બાહ્યની વાતું છે. રાગ આવ્યો તો પુગલની રચના બની એવું નથી, એમ કહે છે. પુદ્ગલની રચના બને છે, એ રાગ આવ્યો તો રાગથી પુદ્ગલની શાસ્ત્રની રચના બની, એવું છે નહીં. શાસ્ત્રની રચના પુલપરિણામથી બની છે (તેમાં જ્ઞાની કે) અજ્ઞાનીનો રાગ નિમિત્તમાત્ર છે. સમજાણું કાંઈ...?
રાગનો કર્તા થઈને અજ્ઞાની રાગને કરે છે, એ સૂત્ર-રચનામાં નિમિત્ત માત્ર છે. પણ જે સૂત્રરચના પુદ્ગલની થાય છે એ પુદ્ગલથી થાય છે. આહાહા ! એ તો બાહ્ય-નોકર્મની વાત છે. અહીં તો અંદરમાં ભાવકર્મ કરે છે જીવ, અને એ સમયે જે દ્રવ્યકર્મ બંધાય છે એ જીવ કર્મોને બાંધે છે ને જીવ પોતાના રાગને પણ કરે છે, એવું છે નહીં. જીવ ને પુદ્ગલ મળીને પુગલનું પરિણામ થાય છે એમ છે નહીં. ભારે વાત ભાઈ આ તો. (શ્રોતાઃ- દેખવામાં તો આવે છે) શું દેખવામાં આવે છે? માને છે એ ભ્રમ. શેઠ? આવું છે ભગવાન ! માને છે એ, તો રાગનો ભાવ કરે, (એ) અજ્ઞાની છે. જ્ઞાનીને તો રાગ આવે છે, એ રાગના પણ જાણવાવાળા રહે છે. તો એને તો કર્મબંધન છે નહીં. રાગ છે થોડો એટલો બંધ છે, પણ એ તો અલ્પ સ્થિતિ–રસનો બંધ છે, એનો એ આત્મા સ્વામી નથી, પોતાને રાગ આવ્યો એના પણ એ આત્મા સ્વામી નથી, ધર્મીને રાગ આવે છે પણ રાગના સ્વામી નથી. આહાહા ! અને એ સમયે જે કર્મની પર્યાય બને છે એ રાગ આવ્યો તો બને છે એમ છે નહીં. ઝીણી વાત છે ભાઈ !
અહીંયા તો સમય-સમયની ભિન્નતા (નું) વર્ણન કરે છે. આહા!
છે? “જો પુદ્ગલ દ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા” –નવું કર્મ જે બને છે પુદ્ગલપરિણામથી, એમાં નિમિત્તભૂત એવા “રાગાદિ-અજ્ઞાન પરિણામ રાગનો કર્તા છે અજ્ઞાની” એની અહીંયા વાત છે. રાગ મારો છે એમ રાગનો કર્તા થઈને અજ્ઞાની, રાગનો કર્તા થાય છે,