________________
૩૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જૂના કર્મ છે એની સત્તા છે, એની પહેલાં શ્રદ્ધા કરાવે છે. કર્મ છે, એકલો આત્મા છે ત્યારે શુદ્ધ છે- શુદ્ધ છે એને કર્મ હોતા નથી. (એમ એક મત છે) તો જૂના કર્મ પૂર્વે (જીવે) બાંધ્યા છે, શુભાશુભભાવ-અજ્ઞાનથી એ છે તો એ કર્મ જ્યારે પાકમાં આવે છે, ત્યારે નવું બંધન થાય છે, તો બંધન સ્વયમેવ પોતાથી થાય છે (તેમાં) જૂના કર્મ તો નિમિત્ત છે. પણ નિમિત્ત કયારે થાય છે? એ અજ્ઞાની જ્યારે તત્ત્વ-અશ્રદ્ધાન, રાગ-દ્વેષ-પુણ્ય-પાપ મારા છે અને રાગ-દ્વેષથી મને લાભ થાય છે એમ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ પરિણમે (પરિણમે છે) એ નવા કર્મમાં બંધન થાય છે, તો જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અરે! આરે! આટલી બધી વાતું હવે કહો, નરેન્દ્ર? ન્યાં ક્યાંય આવી વાત આવે છે તમારે, છ ભાઈયું વચ્ચે વેપારમાં-ધંધામાં? આહાહાહા !
અમારે ય ન્યાં દુકાનના ધંધા હતા ત્યાં પણ આ વાત કોઈ સાંભળતું નહોતું, હું તો ભગત' કહેવાતો પહેલેથી, હું તો દુકાને બેસી શાસ્ત્ર વાંચતો તે દી” હોં! એ ચોસઠ-પાસઠ સાલ-સંવત ૬૪-૬૫, ઘરની દુકાન છે પાલેજમાં છે મોટી દુકાન છે. ચાલીસ લાખ રૂપીયા છે વાંચતા હતા, આચારાંગ, સૂયગડાંગ બધા શાસ્ત્રો ! પિતાજી શ્વેતાંબર હતા તો (શ્વેતાંબર) શાસ્ત્ર બધા વાંચતો હતો દુકાન ઉપર, વાત થતી ચોસઠ-પાંસઠની સાલ, તમારા જનમ પહેલાની વાત! ચોસઠ-પાંસઠ કેટલા વરસ થયા? હેં? એકોતેર વરસ થયાં, હું તો ત્યાં શાસ્ત્ર વાંચતો હતો, કોઈ બીજા નહોતા વાંચતા, બધા ધંધામાં મશગુલ ! હું તો “ભગત' કહેવાતો હતો ને ! પહેલેથી શાસ્ત્ર વાંચતો હતો કે શું કહે છે શાસ્ત્ર? આ ઘણાં શાસ્ત્ર વાંચતો અધ્યાત્મશાસ્ત્ર વાંચતો હતો, કબીરનું વાંચતો હતો, કબીર છે ને કબીર ને તો અમે “જૈન સમાચાર' મગાવતા હતા “માસિક' (પત્ર) વાડીલાલ મોતીલાલનું અમદાવાદનું તો એમાં ભેટમાં આવ્યું'તું કબીરનું એ પણ જોયું! સ્થાનકવાસી હતા ને અમેતો, ઠીક લાગતા એ વખતે.
પછી તો સમયસાર હાથમાં જ્યાં આવ્યું! ૭૮ની સાલ, ફાગણ માસમાં, આહાહા ! આ ચીજ બીજી કીધું. શરીર રહિત થવું હોય તો આ જ છે કીધું આ સમયસાર! ૭૮ ના ફાગણ માસમાં હાથમાં આવ્યું. ચીજ ! શેઠિયાને કહ્યું, દામોદરશેઠ, દશ લાખ રૂપિયા (તે દી' મેં કીધું ) શેઠ, અશરીરી (થવાનું) પુસ્તક છે. ત્યારે તો સાંભળ્યું) પછી (મેં) મુહપત્તિ (છોડી) નીકળ્યા પછી વિરોધ થઈ ગયા. ભાઈ મારગ બીજો છે ભાઈ ! આહાહાહા! શ્વેતાંબર ને સ્થાનકવાસી ધર્મ તો દિગમ્બરમાંથી નીકળ્યા છે, બે હજાર વર્ષ પહેલાં શ્વેતાંબર નીકળ્યા છે અને સ્થાનકવાસી, શ્વેતાંબરમાંથી પાંચસો વરસ પહેલાં નીકળ્યો છે. એ તો મૂળ ધર્મ-જૈન ધર્મ છે નહીં. આહાહાહા! હવે એટલી તપાસેય કોણ કરે! નવરાશ ક્યાં વેપાર-ધંધા આડે! એ દેવીલાલજી? એ ય સ્થાનકવાસી છે ને! આહાહા !
આ “સ્થાનક' તો આત્મા જ્ઞાયકસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! એમાં વસવાવાળા એ ભગવાન આત્મા સ્થાનકવાસી છે. આનંદનો નાથ અંદર સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ ધ્રુવ નિત્યાનંદ આત્મા છે. એમાં વસવું એ વાસ્તુ છે ને એ પોતાનું નિજઘર છે. બાકી, પરઘરનું વાતું કરવું એ તો પાપ છે એકલું. આહાહાહા! સમજાણું કાંઈ...? (શ્રોતા:- તો શું કરવું?) આ કરવુંસમજવું. આ એ બધા દાક્તર-બાક્તર બધાએ મમતા છોડી દેવી. આ ઓલાને કાંઈક નીકળ્યું'તું ને તમારે નહિ, દાક્તરની વહુએ રૂપિયા મૂક્તા'તા ને પચ્ચીસ હજાર ક્યાંક, છે ધર્મચક્ર! ખબર