________________
૩૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે ભાઈ ! પરમાત્મા કર્તા-કર્મનો અધિકાર બતાવે છે. સંતો આડતીયા થઈને જગતને દેખાડ છે કે પ્રભુ તારી ચીજ તો એવી છે કે પૂર્વ કર્મનો ઉદય આવે છે જડ એ જડ છે. તો કહે છે કે એનાથી નવું કર્મ બંધાવામાં એ નિમિત્ત થાય છે. પણ ક્યારે? કે તું અતત્ત્વ શ્રદ્ધાન મિથ્યાત્વ, રાગ-દ્વેષ, અજ્ઞાનભાવ કરે, શુભાશુભ ભાવ કર ત્યારે તારા એ ભાવ કર્મમાં નિમિત છે અને પૂર્વનું કર્મ એને એટલે એ ભાવને નિમિત્ત છે. આહાહા ! સમજાણું કાંઈ?
નવા કર્મ બંધાય છે. આઠ પ્રકારના કર્મ એ પૂર્વના કર્મનો ઉદય છે તો બંધાય છે. એકવાત. પણ ક્યારે? આત્મા એમાં રાગદ્વેષના પરિણામને અજ્ઞાનનો હેતુ બને ત્યારે પોતાના રાગ-દ્વેષ ને અજ્ઞાનનો હેતુ બને ત્યારે પૂર્વનું કર્મ નવા બંધમાં હેતુ છે. ને એ નવા બંધમાં આત્માના પરિણામ નિમિત છે (નહીં) નિમિત હેતુ છે ઉપચારથી છે. આંહી કોઈ એનાથી કર્મ થયા એવું છે નહિ. અને કર્મના કારણથી વિકાર થયો એવું પણ છે નહિ. અને કર્મના કારણથી નવા કર્મ બંધાણા એમ છે નહીં. અને નવા કર્મમાં રાગ-દ્વેષ ને અજ્ઞાન પરિણામ છે એ પણ એના કારણે. નવા કર્મ બંધાણા એવું પણ છે નહિ. બધા પોતપોતાની પરિણતિથી સ્વતંત્ર કામ કરે છે. દેવીલાલજી? આકરી વાતું ગાથા આવી છે. આજ પાંચ વર્ષ પુરા થશે. દાક્તર આપણા ત્રીસની સાલમાં થયા હતા ને આ ત્રીસને પાંત્રીસ પાંચ વર્ષ થયા. આ ચાર વર્ષે તો હતા નહિ અહીંયા. તેરસે અહીંયા હતા નહિ. બહાર હતા. આ પાંચમે વર્ષે અહીંયા છે. ત્રીસની સાલમાં બન્યું છે એ છવ્વીસ લાખનું છવ્વીસ લાખનું મકાન છે. છવ્વીસ હજાર માણસ આવ્યા હતા. આવ્યા હતા તમે? પોપટભાઈ આવ્યા હતા !! અગિયાર લાખનો ખર્ચ થયો. છવ્વીસ હજાર માણસ !! લાખનો ખર્ચ, (મકાન-મકાનના છવ્વીસ લાખ) ને આ અગિયાર લાખ, સાડત્રિસ લાખ થયા.
એ તો બનવાની ચીજ બને છે. કોણ બનાવે? કોણ લાવે? ભાઈ એ બિલકુલ કોઈ કરે નહિ. રામજીભાઈને નિમિત્ત કહેવામાં આવે છે. કે ધ્યાન રાખે તો છે. એનાથી બંધાયું નથી. રામજીભાઈ ધ્યાન રાખે છે ને આમ અમારે વજુભાઈ ધ્યાન રાખે છે. વજુભાઈ છે ને ઈજનેર ઇજનેર છે ને છોડીને બેઠા છે ને અત્યારે તો તેઓ નિમિત્ત હતા. એનાથી જ્યારે બન્યું મંદિર તો એનાથી બન્યું નિમિત્તથી બન્યું નથી. આહાહા ! (શ્રોતાઃ- પોતપોતાના કારણે આકાર થયા) સાકાર શું હતું? આ તો બહુ બનવાની ચીજ બની છે. પોતાથી પણ બનતી નથી. આવ્યા'તા ને! દેખ્યા હતા સ્વપ્નામાં આખું આકાશ (ને એમાં) ચંદ્ર જોયા હતા અને સ્વપ્નામાં આખા આકાશમાં શાસ્ત્ર જોયા હતા–શાસ્ત્રના પાટીયા છે આપણે (પરમાગમ મંદિરમાં ) એવા એવા આખાય આકાશમાં રાત્રે જોયા હુતા સ્વપ્નમાં! આખાય આકાશમાં આવડા-આવડા ત્રણ હાથ લાંબા ને દોઢ હાથ પહોળા એવા એવા આખા આકાશમાં રાત્રે (પાટિયા) જોયા હતા. અતઃ એવા બની ગયા દેખો ! ઘણા વરસ પહેલાંની વાત છે આ તો એકોતેરની સાલની વાત છે. ત્યારે સ્વપ્નામાં જોયું હતું, એ રાણપુર પાસે છે ને એ ગામ કયું ગામ? વેજલકા ! રાણપુરની વચ્ચે વેજલકા ગામ છે. એ તો બનવાની ચીજ બને, એને કોણ બનાવે! આહાહા !
આંહી તો કહે છે પ્રભુ! તું તારી ચીજ ભૂલીને જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ કરે છે અને એનો કર્તા થાય છે એ તો મિથ્યાત્વભાવ છે. આહાહા ! મેં મંદિર બનાવ્યું મેં એ ધર્મ