________________
ગાથા-૧૩૨ થી ૧૩૬
૩૬૫ ધૂળ દેખાય છે. કરોડ રૂપિયાને પાંચ કરોડ રૂપિયાને ધૂળ કરોડ મળે ક્યાં એની પાસે ક્યાં મળે છે? એની પાસે તો મમતા મળે છે. મને મળ્યા મારા છે એવી મમતા એની પાસે છે. પૈસા તો પૈસામાં રહ્યા છે. પ્રવીણભાઈ ! ઝીણી વાત લાગી છે થોડી. ઝીણી તો છે ને ભાઈ.
આ બીજા નંબરના છે ને આ છઠ્ઠા નંબરના છે નરેન્દ્ર. કાલ ગયા હતા એ ત્રીજા નંબરના પેલા આવ્યા હતાં પહેલા નંબરના ચાર આવી ગયા ચાર, બે રહી ગયા વચમાં. આહાહા ! આવે છે ને લોકો આવે છે. પ્રેમ છે પણ હવે આ સમજવાનો વખત લેવો જોઈએ ને ભાઈ. અરે, અનંત કાળથી આ રખડે છે. સચ્ચિદાનંદ પ્રભુ સત્ત, શાશ્વત જ્ઞાન આનંદ ને શાંતિનો સાગર પ્રભુ છે, એની રુચિનો અભાવ અને પુણ્ય-પાપના ક્ષણિક કૃત્રિમ વિકાર ભાવ એની રુચિ અને પુણ્ય-પાપના ભાવના બંધનમાં પડયા કર્મ અને એનો ઉદય આવવાથી આ લક્ષ્મી મળી સ્ત્રી, કુટુંબ, પરિવાર સાનુકૂળ ભલે મળ્યા. એનો પ્રેમ એ પરિભ્રમણનું કારણ છે. આહા! પરિભ્રમણના કારણનો અર્થ શું છે? દુઃખના કારણ છે. કેમ દાક્તર? આકરી વાત છે ભાઈ. કહો શાંતિભાઈ ! આ બધા લાખોપતિ પહેલાં બેઠા ધૂળમાય છે નહીં કાંઈ. એ પેસા જડ છે. માટી છે. ધૂળ છે. અને તે છે. (શ્રોતા:- માણસો કેટલું ખોટું કરે છે.) એ આવે એ બધાં ભિખારા છે. આંહી તો પરમાત્મા એમ કહે છે કે કોઈ પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબને માગે છે. આવો આવો એ મોટા માગણ ભિખારી છે. અહીંયા ક્યાં માખણ છે? માખણ-બાખણ આંહી ક્યાંય છે નહીં કાંઈ. શાસ્ત્રમાં પાઠ છે ભાઈ હો. “વરાકા” કહ્યા છે. આ માગણ છે ને માગણ (એને “વરાકા” કહે છે.)
અહીં દરબાર આવ્યા હતા ને દરબાર ભાવનગરના દાક્તર ભાવનગર દરબાર કૃષ્ણકુમાર આવ્યા હતા. આંહી એને તો કરોડની ઉપજ છે. એક કરોડની ઊપજ વર્ષની રાજ કરે રાજ આવ્યા હતા. બે વાર વ્યાખ્યાનમાં આવ્યા હતા. કીધું દરબાર એક મહિનામાં પાંચ લાખ માગે એ સાધારણ માગણ છે ભિખારી છે. કરોડ માગે એ મોટો ભિખારી છે માગણ છે. મને આપો મને આપો એ મોટા માગણ છે. (શ્રોતા- પ્રભુ પણ માગ્યા વગર મળી જાય તો ) એય માગણ છે. માગે છે કે લાભ મને થાય રાજ, લક્ષ્મી આવા મળે ને કુટુંબી આવા હોય ને દીવાન આવા હોય મકાન-મકાન પચાસ-પચાસ લાખ કરોડ બે કરોડના મકાન આવા હોય ( એ માગનારા ) ભિખારી છે. પોતાની અંતર લક્ષ્મી આનંદ જ્ઞાન પડી છે. અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન લક્ષ્મી એની તો દરકાર નહિ ને આ ધૂળની લક્ષ્મીના માગણ મોટા ભિખારી છે. એમ કહે છે આંહી તો.
(શ્રોતા- પણ એ ધૂળ, લક્ષ્મી વિના ચાલે છે ખરું?) બચાવ કરે છે તમારો વકીલ છે તો વાત સાચી છે. એમ કે તમે ભલે કહો પણ એના વિના ચાલતું નથી અમારે એના વિના. અરે ભગવાન એક દ્રવ્ય છે પોતાનું તત્ત્વ એ પરદ્રવ્યના અભાવથી તે વિકારી ટકી રહ્યું છે. આહાહા! ભગવાન અંદર આત્મા સચ્ચિદાનંદપ્રભુ એ તો રાગ વિના જ ટકી રહ્યું છે. કર્મ વિના જ ટકી રહ્યું છે. પરની સામગ્રી વિના જ ટકી રહ્યું છે. પોતાની સત્તાથી રહેલ છે. પોતાની સત્તા પરથી છે એમ છે નહિ. આહાહા ! પોતાની સત્તા નામ પોતાનું હોવાપણું પોતાનાથી છે પરથી નહિ. તો પરના કારણે આત્મા છે એવું ત્રણ કાળમાં છે નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? સૂક્ષમ વાત