________________
૩૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ મને લાભ થશે, એવી મિથ્યા શ્રદ્ધા કરે છે. તોય મિથ્યા શ્રદ્ધા અને રાગ-દ્વેષના પરિણામ નવા બંધનમાં નિમિત્ત હેતુ કહેવામાં આવે છે. ઝીણી વાત છે બાપા! આ બહુ આકરી. જગતને તત્ત્વની ખબર નહિ ને એમ ને એમ અનાદિથી ચાલ્યા જાય છે. દરકાર નહિ. બહારના પૈસાને આબરૂ, કીર્તિ મેળવવામાં હોંશ ને હરખ.
ભગવાન આત્મા કોણ છે? એ કર્મનો ઉદય આવે છે. ત્યારે પોતાના પરિણામ એમાં એને નિમિત્ત થાય છે. (અર્થાત્ ) વિકારી પરિણામ આત્મા કરે છે. એમાં પુરાણું કર્મ નિમિત્ત થાય છે. અને પુરાણું કર્મ નવા બંધમાં નિમિત્ત ક્યારે થાય છે? કે જ્યારે અજ્ઞાની રાગ-દ્વેષના પરિણામ કરે છે ત્યારે જૂનું કર્મ નવા બંધમાં કારણ છે. ને નવા બંધમાં વિકારી પરિણામ નિમિત્ત છે. હવે આટલી બધી વાત તેથી તો કેટલીય વાર કહેવાય છે. કે એક આત્મા છે. એક જડ કર્મ છે બે. હવે જડ કર્મનો ઉદય આવે છે. જડ-કર્મ છે જે વસ્તુ છે. એ જડ-કર્મમાં જડ-કર્મ સતામાં પડયા છે. તો એમાં જ્યારે ઉદય આવે છે. ત્યારે નવા કર્મ બંધનમાં એ કર્મ નિમિત્ત થાય છે. પણ ક્યારે ? કે જ્યારે અજ્ઞાની મિથ્યાશ્રદ્ધા ને રાગ-દ્વેષ કરે છે. ત્યારે નવા બંધનમાં જૂનું કર્મ નિમિત છે. અને નવા બંધનમાં આ પરિણામ આત્મા વિકાર કરે છે એ પરિણામ નિમિત્ત છે. નિમિત્તનો અર્થ છે કે બીજી એક ચીજ છે. એ નિમિત્તથી કર્મ બંધાતું નથી. કર્મ તો કર્મથી બને છે. જૂનું કર્મ પણ જૂના કર્મનો ઉદય આવ્યો છે અને તેથી આત્મામાં વિકાર થાય છે એવું પણ નથી અને આત્મામાં વિકાર થયો તો નવું કર્મ બંધાય છે એવું પણ નથી. નવું કર્મ તો પોતાની પર્યાયથી ત્યાં બંધાય છે. એમાં વિકારી પરિણામ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત કહો, વ્યવહાર કહો, ઉપચાર કહો, વિકલ્પ કહો. આહાહા ! આવી વાત છે.
(શ્રોતા- જૂના કર્મ તો પોતે જ બાંધ્યા'તાને) પડયા તે પડયા એ તો જડ હવે ઉદય આવ્યો. સત્તામાં પડયા હતા. અંદર પ્રગટ આવ્યા તો આવ્યા. તો આત્મા પોતાના પરિણામમાં
જ્યારે વિકાર કરે છે તો એ જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અને નવો વિકાર કરે છે તો નવા બંધનમાં નિમિત્ત કહેવામાં આવે છે. અને નવા બંધનમાં જૂના કર્મ નિમિત ક્યારે થાય છે? કે આત્મા વિકાર કરે છે. ત્યારે જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અને નવા કર્મ બંધનમાં વિકારી પરિણામને નિમિત્ત કહેવામાં આવે છે. કહો પ્રવીણભાઈ ! આવી વાતું છે. છે? ઝીણી વાત છે ને. તમારે બધા સ્થૂળ બધા માથા ફોડતા હોય ત્યાં પથ્થરામાં ને લાદીમાં, ન્યાં તો લાદી છે. થાણામાં લાદી છે કે નહિ ગામમાં બીજો ધંધો છે? અમે તો થાણામાં ઊતર્યા હતા. બે દિ' ત્યાં થાણામાં. લાદી ને ત્યાં પંદર લાખનું મકાન છે અને લાદીનો વેપાર છે. આ તો કરોડપતિ માણસ છે. ધૂળ-ધૂળ. પુદ્ગલ માટી છે માટી વિના અનાદિથી ચાલ્યું છે. રાગ વિના ચલાવ્યું નથી રાગ કરે છે પુણ્ય પાપના ભાવ કરે છે. તો મિથ્યાત્વ ભાવ થાય છે ને એના કારણથી નવું કર્મ બંધાય છે, સંસારમાં રખડવા માટેનું. આહાહા ! ઝીણી વાત છે ભાઈ !
ત્રણ વાત કરી છે. જૂનું કર્મ એક વસ્તુ છે ને. આ એક જડ કર્મ છે કે નહિ? આ પૂર્વે એણે પુણ્ય પાપના મિથ્યાત્વ ભાવ કર્યા હોય પૂર્વે મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવ કર્યા હોય તો તે નિમિત્ત બનીને કર્મ તો પોતાનાથી બંધાય છે જડ તો છે. જડ-કર્મ છે આ કર્મનો ઉદય આવે છે આ પુણ્ય (નું ફળ) મળે છે. એ ક્યાંથી મળે છે? એ અંદરમાં પુણ્યનો ઉદય આવે છે. પૈસાને