________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫
પુરાણા કર્મ ઉદયમાં આવે છે સ્વતંત્ર અને નવા બંધાય છે એ પણ સ્વતંત્ર ને એમાં આત્માના પરિણામ વિકારી નિમિત્ત થાય છે એ પણ સ્વતંત્ર. આવું ( સમજવા ) ક્યાં નવરાશ છે ? નિવૃત્તિ લઈને આ તત્ત્વ શું છે ? સર્વજ્ઞ ભગવાન શું કહે છે? આહાહા !
આત્મામાં અતત્ત્વની રુચિ જે ઉત્પન્ન થાય છે. એ ખરેખર તો કર્મનો ઉદય છે. ઉદય છે એ તત્ત્વનો અરુચિ ભાવ છે પણ અહીં ભાવ પછી લીધો છે. એ જે તત્ત્વનો અરુચિ ભાવ કર્મનો ઉદય એ બંધનું કા૨ણ છે પણ એ બંધનું કા૨ણ ક્યારે ? કે તત્ત્વનો જે ઉદય છે એમાં જોડાણ કરીને પોતાના સ્વરૂપની દૃષ્ટિ ભૂલીને રાગ-દ્વેષના પરિણામ મારા છે. અને મિથ્યાત્વભાવ મારો છે એવું માને છે. એ પરિણામ નવા બંધમાં જૂનો બંધ નિમિત થાય છે બંધમાં તો એમાં નવા બંધમાં આત્માના પરિણામ અજ્ઞાન નિમિત થાય છે. આવું ક્યાં આમાં. પ્રવીણભાઈ ! તમારે ન્યાં પથ્થરામાં આવે નહિ. આ કાંઈ કાલ હતા ને ભાઈ રજનીભાઈ એમના ભાઈ છે. આ છ ભાઈઓ છે. આ બીજા નંબ૨ના ને ઓલા છઠ્ઠા નંબરના પોપટલાલ મોહનલાલ કરોડપતિ છે. ધૂળ ! ધૂળ ! ( શ્રોતાઃ- ધૂળ વિના કાંઈ ચાલે છે.) ધૂળ વિના જ ચાલે છે. અનાદિથી પોતાનું આત્મદ્રવ્ય પોતાથી છે. ૫૨ દ્રવ્યથી તો અભાવ છે. આ આંગળી છે એ પોતાથી જ છે ને એમાં બીજી આંગળીનો અભાવ છે. તો એ અભાવથી જ એ ટકી રહી છે. એમ પોતાનો આત્મા પોતાથી છે ને પરદ્રવ્યના અભાવથી જ ટકી રહ્યો છે. ક્યાં વાતને સમજે નહિ ને કાંઈ અનાદિ અજ્ઞાનમાં પડયા. ચાર ગતિમાં રખડે છે.
૩૬૨
અહીંયા કહે છે કે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર અજ્ઞાનના પ્રકા૨ છે. શું ? જો કે નવીન કર્મોના હેતુ છે. પુરાણા ઉદય નવીન કર્મનો હેતુ છે. ક્યારે ? કે અજ્ઞાની પોતાનામાં અજ્ઞાનભાવ કરે છે ત્યારે. સૂક્ષમભાવ છે. આહા ! આત્મા તો આનંદસ્વરૂપ પ્રભુ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ-સત્ત શાશ્વત, જ્ઞાન ને આનંદનો ભંડા૨ આત્મા છે. એની જેમને રુચિ નથી અને જેને પુણ્ય ને પાપના પરિણામની રુચિ છે એ ભાવ મિથ્યાત્વ કર્મનો ઉદય છે. એ ઉદય છે એ નવા બંધમાં કા૨ણ થાય છે. પણ એ નવા બંધમાં કા૨ણ ક્યારે થાય છે ? કે અજ્ઞાની પોતાના મિથ્યાત્વ ભાવને કરે છે. અજ્ઞાનભાવને કરે છે. ત્યારે નવા બંધમાં નિમિત્ત થાય છે. જૂના કર્મ સ્વતંત્ર ઉદયમાં આવે છે. નવા કર્મ સ્વતંત્રપણે પોતાથી પરિણમે છે. અને અજ્ઞાની પોતાથી સ્વતંત્ર અજ્ઞાનભાવના કર્તા થાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ ?
એ કહે છે દેખો, મિથ્યાત્વ, અસંયમ, કષાય, યોગનો ઉદય જો કે કર્મોના હેતુ છે. નવા કર્મના ચા૨ હેતુ છે. અજ્ઞાનમય ચાર ભાવ છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે. તત્ત્વનું અશ્રદ્ધાન એટલે કે આત્માની શ્રદ્ધા નહિ. અને પુણ્ય ને પાપને તથા પુણ્ય-પાપના ફળ આ લક્ષ્મી ધૂળ આદિ એનો હું છું. અને એ મારી ચીજ છે. એવી માન્યતા મિથ્યાશ્રદ્ધા–અજ્ઞાન છે. શું કરવું આમાં ? સમજાણું કાંઈ ?
જે મિથ્યા શ્રદ્ધા છે ૫૨ વસ્તુ જે કર્મનો ઉદય છે એને પોતાનો માનવો અને ઉદયનું ફળ જે આવે છે વિકારાદિ પોતાનામાં પોતાના કારણથી એને પોતાનો માનવો અને કર્મના ઉદયથી લક્ષ્મી આદિ મળે છે એને પોતાના માનાવા. એ મિથ્યા શ્રદ્ધા, પાખંડ શ્રદ્ધા, અજ્ઞાન શ્રદ્ધા છે. આહાહા! કહો કાંતિભાઈ ! આવું મુંબઈમાંથી નીકળવું ભારે આકરું પડે નવરા થવાનું મુશ્કેલ પડે.