________________
ગાથા-૧૩૨ થી ૧૩૬
૩૬૩
જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય છે. અવિ૨મ૨ણ જ્ઞાનમાં સ્વાદરૂપ થતો થકો અસંયમનો ઉદય છે. કર્મનો ઉદય છે. અસંયમનો ઉદય છે. કલુષ મલિન ઉપયોગરૂપીથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે. અને શુભ ને અશુભ પ્રવૃતિ અર્થાત્ શુભ ને અશુભ ભાવ ચાહે તો દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજાના ભાવ શુભ છે. બંધના કા૨ણ છે. આહાહા ! અશુભ છે હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ વાસના, કામ, ક્રોધ, લોભ, રાગ, રતી, અરતી અશુભ એ બંધના ભાવ પણ એ કર્મનો ઉદય છે. એ એમાં જ છે. એ નવા બંધના કારણ છે. પણ ક્યારે ? આત્મા પોતાના અજ્ઞાનભાવથી રાગ, દ્વેષ ને મિથ્યાત્વ ભાવ કરે છે ત્યારે. આહાહા !! સૂક્ષમ છે વાત. આજ દિવસ મોટો છે ને !
( શ્રોતાઃ- જીવ આવા ભાવ કેમ કરે છે ?) કરે છે અજ્ઞાનથી, ભાન નથી તેથી કરે છે. જુઓને આ પૈસા દેખે ને ખુશી થઈ જાય છે. આહાહા ! ધૂળ છે એને પોતાની ચીજ એમ માને છે. આહાહા ! અને લાલચંદજી જેવા દીકરા હોય તો મારા દીકરા એમ માને છે. એ મુરખ છે મુ૨ખ એમ કહે છે અહીંયા. ડાહ્યો દીકરો તો ૫૨ છે એનો આત્મા તો ૫૨ છે શરીર ૫૨ છે ૫૨ આત્મા છે. એમાં તારે શું આવ્યું ? સમજાણું કાંઈ ? છેને ?
ભગવાન પોતાની ચીજથી, અહીંયા તો પોતાના આનંદ સ્વરૂપમાં વિકાર પરિણામ મિથ્યાશ્રદ્ધા મિથ્યાજ્ઞાન રાગદ્વેષના પરિણામ થાય છે એ પોતાના સ્વતંત્ર પોતાના પરિણામથી ઉત્પન્ન થાય છે. કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે. તો કર્મનો ઉદય અહીંયા તો કહે છે કે એ નવા બંધમાં કા૨ણ છે. પણ ક્યારે ? કે અજ્ઞાની પોતાના સ્વભાવને ભૂલીને અતત્ત્વનું શ્રદ્ધાન કરે છે મિથ્યાશ્રદ્ધા કરે છે રાગ, દ્વેષ કરે છે પુણ્ય-પાપ કરે છે. ત્યારે નવા કર્મમાં નિમિત્ત છે. નવા કર્મ તો પોતાનાથી ને પોતાના પરિણામથી બને છે. એટલે કે નવા ૫૨માણું કર્મપણે પોતાના સ્વતંત્ર બંધાય છે. પુરાણા કર્મ પણ સ્વતંત્ર ઉદયમાં આવ્યા છે અને આત્મા પણ પોતાનામાં વિકા૨ સ્વતંત્ર પોતાનાથી કરે છે. આહાહા ! આવી વાત છે. છે ?
શુભાશુભ પ્રવૃતિ કે નિવૃતિનો વેપાર-અશુભથી નિવૃત્તિ ને શુભથી પ્રવૃતિ એ પણ બંધનું કારણ છે. આહાહા ! દયા, દાન, વ્રત, ભકિત, પૂજા એ બધા ભાવ શુભ છે. એ કર્મનો ઉદયભાવ છે પોતાનો સ્વભાવ નથી. આહાહા ! ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ આનંદમૂર્તિ છે એની તો એને ખબર નથી અને એ પુણ્ય-પાપના ભાવ ને કર્મનું નિમિત્ત છે. એ પોતાનાથી થયા છે. અને નિમિત્ત ૫૨ના બંધનું કારણ છે. તો પોતાથી વિકાર કરે છે. તો બંધપણાના હેતુ થાય છે. પુરાણા કર્મ નવા બંધમાં હેતુ ત્યારે થાય છે કે જ્યારે આત્મા પોતાના અજ્ઞાનભાવથી રાગદ્વેષને પોતાના માને છે ત્યારે, આહાહા ! આટલું શીખવું ક્યારે ? બહારના વેપાર-ધંધામાં નવરો નહિ. એકલું પાપ ! એમાંથી પુણ્યના ઠેકાણા નહિ. ધર્મ તો ક્યાંય રહ્યો.
( શ્રોતાઃ– ધંધો ન કરે તો ઘર કેવી રીતે ચાલે ?) કોણ કરે ? એને તો લાખો રૂપિયાની પેદાશ છે. બે લાખ, ચાર-પાંચ લાખ રૂપિયા પેદાશ છે તોય પણ સખ નહિ. આહાહા ! અહીંયા તો ૫૨માત્મા એમ ફરમાવે છે કે પુરાણા કર્મ છે એનો ઉદય આવે છે. તો નવા બંધનું કારણ છે. પણ ક્યારે ? જ્યારે આત્મા પોતાની અતત્ત્વ શ્રદ્ધાને કરે છે. પુણ્ય-પાપને પોતાના માને છે અને પુણ્ય પરિણામથી મને લાભ થશે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ પુણ્ય છે. એનાથી