________________
૩૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભગવાન એમ કહે છે, ચોથી ગાથામાં કહે છે, પ્રભુ ! તેં રાગથી પુણ્ય-પાપથી-એ પરિણામથી, એનાથી ભિન્ન તારી ચીજ છે, પ્રભુ! તેં સાંભળી નથી હોં ! સાંભળી નથી, કાને પડી પણ તને રુચિ નહીં, આમ તો ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયા. મહાવિદેહમાં અનંત વાર જન્મ થયો છે, મહાવિદેહમાં ભગવાન (તીર્થકરદેવ) તો બિરાજે છે, કાયમ ત્યાં પણ તું ગયો સમોસરણમાં, વાણી સાંભળી ભગવાનની સાક્ષાત્ પણ (તેને) રુચિ નહિ. રાગથી ભિન્ન (આત્મા છે) એ વાત કરી પણ તને રુચિ નહિ, રાગની રુચિ કરે છે તો પછી એ હું જૂઠું કરું છું સાંભળવાથી શું? સાંભળવામાં તો આવ્યું છે. આહાહાહા!
એ વાત કરે છે કે રાગથી ભિન્ન એકત્વ (વિભક્તની) વાત પ્રભુ તે સાંભળી નથી. અને તારા પરિચયમાં રાગથી ભિન્ન ભગવાન (આત્મા છે ) તારો (પણ) તને અભ્યાસ પરિચય આવ્યો નહિ. અને રાગથી ભિન્ન ભગવાન આત્મા (છે) એનો અનુભવ ક્યારેય સાંભળ્યું , નહિ. પરિચય કર્યો નહિ ને અનુભવમાં આવ્યું નહિ. એમ કહે છે. આહાહા!
જ્યાં જન્મે છોકરું ત્યાંથી એ ય આ ધૂળની ને આ ભણ્યોને-દુનિયાની વાતું આ કર્યું ને આ કર્યું ને ધૂળ કરી ધૂળ, એલ-એલ-બીનું પુછડું વળગાડયું એણે વકીલને આમ, દાક્તરને એમ-બી–બી. એસનું પૂછડું વળગાડે! દાકતરને વકીલનાં બધા કુશાનના પૂંછડાં છે. આહાહાહા !
આંહી શું કહે છે? દેખો! પુગલ પરિણામ છે એનો સ્વાદ અતત્ત્વ શ્રદ્ધાનાદિ છે ઉદય નિમિત્ત થવાથી કાર્મણવર્ગણારૂપ નવીન યુગલ સ્વયમેવ જ્ઞાનાવરણાદિકર્મ (રૂપે) પરિણમે છે. અને જીવની સાથે બંધાય છે. અને તે સમયે જીવ પણ–સમય, સમય તો એ જ પૂર્વકર્મનો ઉદય આવવો, નવું બંધન થવું અને નવા બંધનમાં પોતાના વિકારી પરિણામ નિમિત્ત થવાત્રણેયનો સમય એક છે. શું કીધું એ? છે? અને એ સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. આહાહાહા ! ઝીણી વાત છે! પણ વાત તો અલૌકિક છે ભાઈ !
આહાહા ! સમય એક-ટાઈમ એક, પૂર્વના કર્મનો ઉદય આવવો, ટાઈમ એક નવો બંધ થવો, ટાઈમ એક અને અજ્ઞાનભાવે જીવના પરિણામ, ટાઈમ એક! એક સમયમાં ત્રણેય થાય છે. આહાહા! ભાષા તો સાદી છે ભાઈ ! ભાવ તો સૂક્ષ્મ છે, પણ શું કરીએ ! જે ભાવ હોય છે આવે ને બીજા શું કરે? ત્રણેયનો સમય એક છે. આહા ! છે? મિથ્યાત્વઆદિનો ઉદય થવો, નવીન પુદ્ગલોનું કર્મરૂપ પરિણમવું-બંધાવું અને જીવના પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવરૂપ પરિણમવું એ ત્રણેય એક જ સમયમાં હોય છે. આહાહા ! ભાષા તો સાદી છે પ્રભુ! ખ્યાલમાં તો લેવું જોઈએને પ્રભુ! આ શું કહે છે...બધા સ્વતંત્ર ! પોતે જ પોતાથી પરિણમે છે. આહાહા ! કર્મનો ઉદય સ્વતંત્ર, નવા બંધન સ્વતંત્ર, અને અજ્ઞાની રાગ-દ્વેષાદિ-અજ્ઞાન કરે છે એ સ્વતંત્ર! ત્રણેય સ્વતંત્ર છે. એક સમયમાં હોય છે. કોઈ કોઈનું પરિણમન કરતું નથી. કર્મનો ઉદય આત્માને વિકાર કરાવતો નથી, વિકાર પરિણામ નવા કર્મને બંધન કરતું નથી, જૂનાં કર્મ નવા કર્મને કરતા નથી, નવા બંધનમાં આ વિકારી પરિણામ (કંઈ ) કરતા નથી, બધા સ્વતંત્ર છે. જૂનાં કર્મનો ઉદય, નવા કર્મનું બંધાવું ને આત્માના વિકારના પરિણામ, ત્રણેયનો સમય એક છે. વિશેષ કહેશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !)