________________
ગાથા-૧૩ર થી ૧૩૬
૩૬૭ કર્યો-એનાથી (મને) ધર્મ થશે એ બધા મિથ્યાષ્ટિ છે. રાયચંદભાઈ? (શ્રોતા – હવે વાંધો નહિ) હવે તો બની ગયું છે ને એમ કે વાંધો નહીં. આ બને છે ને અહીં આફ્રિકામાં છે ને નૈરોબી, પંદર લાખનું મંદિર બનાવ્યું છે. જેઠ સુદ-૧૧ આફ્રિકા છે નૈરોબી, તો જેઠ સુદ-૧૧ મુહૂર્ત થઈ ગયું છે-પંદર લાખનું મંદિર પંદર લાખનું બનાવ્યું છે. એમાં બે લાખ બે હજાર રૂપિયા) એમણે દીધા છે. આ રાયચંદભાઈએ! આ જુઓ આંહી બેઠા છે. બે લાખ બે હજાર ખાતમુહૂર્તમાં દીધા છે. અત્યારે પંદર લાખનું કરશે મંદિર! હજી વિશેષ થશે. પેસાવાળા ઘણા છે ત્યાં, આમંત્રણ છે ત્યાં લઈ જવાનું! શું થાય છે એ જોશું. આગામી ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં! આહાહા ! જે સમય જે થવાનું એ થાય છે કોણ કરે કોણ કરે!! આહાહા! અજ્ઞાની અભિમાન કરે છે, નિમિત્તનું જ્ઞાન તો જ્ઞાન કરાવવાની વાત છે પણ નિમિત્તથી થયું એવી વાત છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ ?
રાયચંદભાઈએ બે લાખ ને બે હજાર આપ્યા, એ તો નિમિત્તનું કથન કરે છે. બે લાખ ને બે હજાર એના જવાના પૈસા હતા તો ગયા છે, એ તો એમાં નિમિત્ત છે. રાયચંદભાઈએ રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. પુણ્યમાં ધરમ-બરમ નહીં. આહાહા! આવી વાત છે ભાઈ ! કાંતિભાઈ ? આહાહાહા ! શાંતિભાઈ ?
અહીંયા કહે છે કે “શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે.” આ પૌદગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિક ભાવથી આઠ પ્રકારથી સ્વયમેવ પરિણમે છે. આહાહા ! પુરાણા આઠ કર્મના ઉદયમાં, નવા કર્મ બને છે. એ સ્વયમેવ બને છે. પોતાની પર્યાયની યોગ્યતાથી નવું કર્મ બને છે. એ પુરાણા કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ?
“તે કાર્મણવર્ગણાગત પુગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય નવા કર્મ જ્યારે જીવની સાથે નિમિતપણે બંધાય ત્યારે સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે – અજ્ઞાની પોતાના અજ્ઞાનને કારણે સ્વયમેવ ભગવાન આત્માને ભૂલીને-અજ્ઞાની સ્વયમેવ=સ્વયમસેવ=નિશ્ચયથી અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને કારણે સ્વપરની એકત્વબુદ્ધિને કારણે, એ મિથ્યાત્વભાવ છે. રાગ ને પુણ્ય-પાપના પરિણામ ને હું એક છું તેવો અધ્યાસ અજ્ઞાનીનો છે તે મિથ્યાભાવ છે. આહાહાહા ! થોડું થોડું પણ ધ્યાન રાખે તો સમજાય એવું છે ભાઈ ! નરેન્દ્ર? આહાહા ! ભાષા તો ભાઈ આકરી જે હોય એ આવે, શું કરીએ?
કહે છે પૂર્વના પુદ્ગલકર્મ જે છે જડ, એ નવા બંધમાં નિમિત છે નિમિત્ત! નવો બંધ તો પોતાથી થાય છે, પણ નિમિત્ત ક્યારે થાય છે? કે જ્યારે આત્મા મિથ્યાશ્રદ્ધા કરે છે પુણ્યપાપના પરિણામ મારા છે-શુભ-અશુભ ભાવ મારું કર્તવ્ય છે, એવી મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષ કરે છે તો નવા કર્મમાં એ પરિણામ નિમિત્ત છે, ત્યારે પુરાણા કર્મ, નવામાં નિમિત્ત કહેવામાં આવે છે. ભાઈ, આવી વાત છે, આ વકિલાતમાં આવી વાત આવે નહિ, દાક્તરમાં આવી આવે નહિ, શેઠિયાની બીડી-તમાકુંમાં આવી વાત આવે નહિ. વકીલાતનું જ્ઞાન એ કુશાન છે. આ દાક્તરના જ્ઞાન એ કુશાન છે. તો હવે આ શેઠિયાના બીડી-તમાકુના જ્ઞાન એ તો કુજ્ઞાન જ છે. મોટો કરોડોનો વેપાર છે બીડીનો. ઓહોહો ! પ્રભુ! તું સાંભળ તો ખરો કહે છે. આહાહા!