________________
ગાથા-૧૩૨ થી ૧૩૬
અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨, જીવને અવિ૨તભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩. શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ જે, તે અવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્યણવ૨ગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬.
૩૬૧
સૂક્ષ્મભાવ છે થોડો. ટીકાઃ– છે ને પાંચ ગાથાની “તત્ત્વના અજ્ઞાનરૂપે અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે”આત્મા આનંદ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે. તેના અભાવથી કર્મનો ઉદય જે હોય છે એ અજ્ઞાનરૂપથી જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. એ કર્મનો ઉદય છે એ અજ્ઞાનનો ઉદય છે. પાપનું પછી કહેશે. પણ જે અજ્ઞાનનો ઉદય છે કર્મનો એ બંધનું કારણ છે. ક્યારે ? એ પોતાના પરિણામ વિકારી પરિણામનો હેતુ આત્મા બને ત્યારે. ત્રણ ભાવ છે. સુક્ષમ વાત છે. થોડી ગાથા આ ફેરી આકરી આવી ગઈ. તત્ત્વનું અજ્ઞાન-આત્મા આનંદ સ્વરૂપ છે એની જેને દૃષ્ટિનો અભાવ છે. તેથી વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ જ્ઞાનમાં સ્વાદરૂપ થતી તે અજ્ઞાનનો ઉદય છે. એ જડનો ઉદય છે. એનો સ્વાદ આવે છે અજ્ઞાનમય. આહા ! આત્મા તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. પણ એની રુચિ અનાદિથી છે નહિ. એ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. સુખ સ્વરૂપ છે. અનંત-અનંત જ્ઞાન ને આનંદનો ભંડાર છે. એની રુચિનો અભાવ અનાદિથી છે, અતત્ત્વની રુચિ છે. કર્મનો ઉદય છે. એ તત્ત્વ-અતત્ત્વની રુચિ એ અજ્ઞાનભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી છે પ્રવીણભાઈ ! ઝીણી વાત છે તમારે ન્યાં એ પથ્થ૨ ક૨તાં. નરેન્દ્રભાઈ ! કાલે ગયા ભાઈ ! બે આવ્યા આજ આવ્યા. આહાહા!
શું કહે છે ? તત્ત્વના અજ્ઞાનરૂપ. વસ્તુ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એનું ભાન નહિ હોવાથી પોતાની પર્યાયમાં કર્મના ઉદયનો જે સ્વાદ આવે છે. એ અજ્ઞાન છે. એ જ્ઞાન નહિ, આત્માનું જ્ઞાન નહિ એ પરાધિન દુઃખરૂપ છે. આહા ! છે ? તેના ચાર પ્રકાર છે. અતત્ત્વનો ઉદય જે જડનો છે. એના ચાર પ્રકાર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગનો ઉદય એ નવીન કર્મના હેતુ છે. એ જૂના કર્મ છે એ નવીન કર્મના હેતુ છે. ક્યારે ? જ્યારે અજ્ઞાની રાગ, દ્વેષ અને મિથ્યાત્વભાવ કરે છે ત્યારે જૂના કર્મ જે છે એ નવા કર્મના બંધના કા૨ણ છે. ક્યારે ? આત્માનો સ્વભાવ જે છે એની રુચિનો અભાવ છે જેને અને પુણ્ય ને પાપનો પ્રેમ છે. શુભઅશુભ રાગનો પ્રેમ છે. એ મિથ્યાર્દષ્ટિ જીવના પરિણામ નવા બંધનમાં નિમિત્તરૂપ-હેતુરૂપ થાય છે. આહાહા!