________________
૩૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ વિષય નહીં, એ ક્રોધાદિ ભાવોના અન્ય શેયોની જેમ (જ) જ્ઞાતા છે. દેખો! આહાહા ! ક્રોધ પણ આવી જાય થોડો, લોભ પણ આવી જાય, તો અન્ય દ્રવ્યોને જેમ જાણે છે તેવી રીતે એને જાણે છે. પોતાના જ્ઞાનસ્વભાવમાં રહીને રાગને જાણે છે. પણ પૃથક્ તરીકે, મારી ચીજ (છે) એવું એ માનતા નથી. આહાહાહા... વાત ગજબ છે પ્રભુ!
સમ્યગ્દષ્ટિ ને મિથ્યાદૃષ્ટિની વાત સમજવી, આહાહા! આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે. ધમીના સમસ્ત ભાવ સુવર્ણમાંથી સુવર્ણના જ આભૂષણ થાય છે એમ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ થાય છે. આહાહાહા ! જાણન–દેખન (જાણનાર-દેખનાર) આ તો એનો ભાવ છે. રાગ આદિ ભાવને એ જાણે છે પણ રાગ પોતાનો છે એમ સમકિતી માનતા નથી. અને મિથ્યાષ્ટિ પોતાના શુદ્ધચૈતન્યને માનતો નથી, એ રાગને માને છે ને રાગની ક્રિયાથી મને લાભ થશે એમ મિથ્યાષ્ટિ ત્યાં માને છે. સમ્યગ્દષ્ટિને તો પોતાના સ્વભાવમાંથી મને લાભ થશે શાંતિ વીતરાગતા-કેવળ જ્ઞાન પણ મારા સ્વભાવમાંથી (જ) આવશે, કોઈ બાહ્ય ક્રિયાકાંડથી આવશે નહિ એમ માને છે. આહાહાહા ! લ્યો!
હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે –
શ્લોક-૬૮
(અનુસુમ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्।
द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।।६८।। હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે -
શ્લોકાર્થ:- [ અજ્ઞાની] અજ્ઞાની [ જ્ઞાનમયમાવાનામ ભૂમિમ] (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [વ્યાખ્ય] વ્યાપીને [દ્રવ્યર્નમિત્તાનાં ભાવીનામ] (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [દેતુતામ તિ] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે). ૬૮.
શ્લોક-૬૮ ઉપર પ્રવચન अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्।
द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।।६८।। આહાહા! અજ્ઞાની-
મિથ્યાષ્ટિ, જેને રાગની રુચિ છે, ચાહે તો પુણ્ય-દયા-દાન-વ્રતતપનો રાગ છે પણ રુચિ છે એની તો એ મિથ્યાષ્ટિ છે, એ અજ્ઞાની છે. આહાહા ! કેમ થયું? બહાર ઉલટી થઈ. આહાહાહા ! શરીરની સ્થિતિ જુઓ! આંહી જુઓને! બે-ચાર-પાંચ દી” પહેલાં જુવાન માણસ, પચીસ વરસની અવસ્થા, જુવાન લઠ્ઠ જેવું શરીર, એના બાપને એકનો