________________
૩૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ રાગમાં આત્મબુદ્ધિ નથી. મારી ચીજ નથી એમ માને છે. તે એને પરના નિમિત્તથી ઉત્પન્ન ઉપાધિ માને છે. શુભ-અશુભ ભાવ આવે છે. પણ પરના નિમિત્તથી એ ઉપાધિ છે. એ મારી ચીજ નહિ. મારી ચીજ હોય એ વિકારી ન હોય નિર્વિકારી એ મારી ચીજ છે. આહાહા!
એને ક્રોધાદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. ધર્મીને અંતર આત્મદેષ્ટિ છે. આનંદ ને જ્ઞાનમય હું છું. એવી દૃષ્ટિને કારણે ક્રોધાદિ થાય છે પણ એ ખરી જાય છે. એ ભાવમાં પોતાનું સ્વામીપણું માનતા નથી. આહાહા ! એ ભાવમાં આત્મબુદ્ધિ નથી તે એને પરના નિમિત્તથી ઉત્પન્ન ઉપાધિ માને છે. એને કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. તે ભવિષ્યનો એવો બંધ નથી કરતા.-થોડો રાગ આવે છે ધમને તો થોડો બંધ પણ થાય છે. બાકી તો જ્ઞાતા દૃષ્ટાનો ભાવ વિશેષ છે. તેથી થોડો રસ પડે, છે? એને ભવિષ્યનો એવો બંધ નથી પડતો કે જેનાથી સંસાર પરિભ્રમણ વધે.
સંસાર પરિભ્રમણ વધે એવા ભાવ જ્ઞાનીને આવતાં નથી. આહાહા! એવો બંધ પણ પડતો નથી થોડો રાગ આવે છે જાણે છે કે મારી ચીજમાં મારી કમજોરી છે પણ મારું કર્તવ્ય નથી. એ મારી ચીજ નહિ તો એને જરી રાગના કર્તા કર્મમાં સ્થિતિ રસ પડે છે. પણ અનંત સંસાર વધે એવું થતું નથી. આહાહા ! છે? કેમ કે જ્ઞાની સ્વયં ઉધમી થઈને ક્રોધાદિ ભાવરૂપ પરિણમતા નથી. પુરુષાર્થ કરીને રાગ મારો છે એવું માનીને પરિણમતા નથી (રાગ ) મારે કરવા લાયક છે. એમ માનીને રાગાદિ કરતાં નથી. કમજોરીથી થાય છે. એને જાણે દેખે છે. થોડો રસ પડે છે. પણ સંસારની વૃદ્ધિ થતી નથી. આહાહા!
જેનાથી સંસાર વધે એવો ઉધમ નથી. તથાપિ ઉદયની બળજોરીથી પરિણામ થાય છે. એટલે કે પોતાના પુરુષાર્થમાં કમજોરી છે. એટલું કર્મના નિમિત્તથી બળજોરી કહેવામાં આવે છે. કર્મથી થયું એમ નહિ પણ પોતાની કમજોરી છે. એટલો રાગ સમકિતીને પણ આવે છે.) ભરત ચક્રવર્તી હતા. બે ભાઈ વચ્ચે લડાઈ થઈ.-બાહુબલી ને ભરતજી વચ્ચે. એ તો સમકિતી જ્ઞાની હતા. રાગ આવ્યો. પણ રાગ એટલો ન આવ્યો અને પોતાને એટલે કે આ રાગ ભિન્ન છે એમ જાણે છે. સ્વયં ઉદ્યમી થઈને એ રાગાદિ નથી કરતો. ઉદયની બળજરીનો અર્થ નીચે આપેલો છે. (ફૂટનોટમાં નીચે અર્થ છે.)
સમ્યક દૃષ્ટિની રુચિ સર્વદા શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે હોય છે. ધર્મીની રુચિ શુદ્ધઆત્મા-સર્વદા શુદ્ધ આત્મા પ્રત્યે સદા રહે છે. રાગની રુચિ ધર્મીને હોતી નથી. એની ક્યારેય રાગ દ્વેષાદિ ભાવોની રુચિ થતી નથી. આહાહા ! ભારે કામ ભાઈ ! એને જે રાગદ્વેષાદિ ભાવ થાય છે એ ભાવ જો કે એની સ્વયંની નિર્બળતાને (લીધે) તથા એના સ્વયંના અપરાધથી થાય છે. કંઈ કર્મના કારણથી નથી થતાં, કર્મ તો જડ છે. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” કર્મ તો જડ છે એ શું કરે? મારી કમજોરીથી મારામાં રાગ આવે છે. એવું જ્ઞાની જાણીને એના સ્વામી નથી થતા. આહા! - અજ્ઞાની રાગ ને દ્વેષનાં સ્વામી થઈને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. ધર્મી પોતાના સ્વરૂપને જાણીને રાગ આવે છે એને પોતાનો નહિ માનીને પોતાના સ્વરૂપને ભૂલતા નથી. આહાહા! આવી વાતું આકરી.