________________
ગાથા-૧૩૦–૧૩૧
૩૫૩
શેઠિયા ધૂળના. શેઠ કહે છે એમ થાય. એ ત્યાંથી મરીને નર્કમાં જશે કાં ઢો૨માં-પશુમાં જશે ! આહાહા ! આવી વાત છે ભાઈ ! ( શ્રોતાઃ- બધુંય નિષ્ફળ !) નિષ્ફળ નહીં પણ સફળ-સફળ છે. પાપ ( ભાવ ) કર્યા છે એ સફળ છે-પાપ કર્યું છે તે સફળ છે-નર્કયોનિ મળશે અને કોઈ પુણ્ય થોડું કર્યું હોય તો ‘એરણની ચોરીને સોયનું દાન’–એની શું ગણતરી આવી, ધર્મ તો કર્યા નહિ પોતે. આહાહા !
'
હું તો આનંદસ્વરૂપ ! પુણ્ય ને પાપ અને પાપ ક્રિયાથી ભિન્ન, મારી ચીજ ( આત્મા ) છે. મારી ચીજમાં તો પુણ્ય-પાપેય નહિ ને પુણ્ય-પાપના કર્તા( નો ભાવ ) પણ હું નહીં. આહાહાહા ! આવી દૃષ્ટિ જ્ઞાનીની હોય છે તો જ્ઞાનીની જાતમાં બધા જ્ઞાનમય જ ભાવ થાય છે. એમાં અજ્ઞાનમય રાગ આદિ ભાવ હોતા નથી-રાગ આવે છે ધર્મીને, કહેશે, હમણાં કહેશે અજ્ઞાનમય ભાવ નથી હોતા ( નથી થતા ). છે ? ભાવાર્થ છે ને !
ભાવાર્થ:- ‘જેવું કા૨ણ હોય તેવું જ કર્મ થાય છે’-કા૨ણ જેવું જ આંહી કાર્ય થાય છે, ઉપાદાન જેવું હોય છે તેવું કાર્ય થાય છે. ‘એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે' અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે. લ્યો ! આભૂષણો તો કહે છે. એ પ્રકારે અજ્ઞાની સ્વયં અજ્ઞાનમય ભાવ હોવાથી, તેના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ થાય છે એને તો રાગની રુચિ છે પુણ્યની રુચિ દયા-દાન-વ્રત-આદિ એ તો અજ્ઞાન છે. તેથી (તેને ) બધા ભાવ અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે. આહાહા ! આકરું કામ છે ભાઈ ! આહાહા!
અનંત કાળ...અનંત-અનંતકાળ વીતી ગયો, ચોરાશી લાખ યોનિઓમાં અનંત વા૨ અવતાર લીધા, સ્વર્ગમાં પણ અનંત વાર ગયો, નર્કની યોનિઓના અવતા૨થી સ્વર્ગના અવતાર અસંખ્યગુણા અનંતા કર્યા, પુણ્ય કર્યું તો સ્વર્ગમાં ગયો પણ એમાં શું થયું ? ધર્મ તો ન થયો, રાગની રુચિથી પુણ્ય કર્યાં તો ત્યાં ગયો અને રાગની રુચિ છોડીને હું તો આનંદ છું– જ્ઞાતા છું એવી દૃષ્ટિ કરી નહીં. આહા ! સૂક્ષ્મ છે. છે ? જ્ઞાનમયભાવ થાય છે અજ્ઞાનીને શુભઅશુભ ભાવમાં-દેખો ! અજ્ઞાનીનો ખુલાસો ( કે ) ‘અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે.'
મિથ્યા દૃષ્ટિ રાગનો પ્રેમ છે. જેને રુચિ રાગની છે, ચાહે તો દયા દાન, વ્રત, ભક્તિ, તપનો રાગ પણ એની રુચિ છે એ અજ્ઞાની છે. શુભ-અશુભ ભાવોમાં શુભ ને અશુભ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી–એ મારી ચીજ છે ( ભાવ છે )એમ આત્મબુદ્ધિથી માને છે. નવ તત્ત્વમાં આ પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે ને ભગવાન આત્મા ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. અજ્ઞાનીને મિથ્યાદૅષ્ટિને અનાદિથી શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી એના સમસ્તભાવ અજ્ઞાનમય છે.
અવિરત સમ્યક દૃષ્ટિ હવે ચોથે ગુણસ્થાને અવિરત સમ્યક દૃષ્ટિને વ્રત-તપ હજી આવ્યા નથી, નિશ્ચિત વ્રત હો ! વ્રત સમકિત વિનાના તો અનંતવાર કર્યા. એ કોઈ વસ્તુ નહિ પણ સમ્યક દર્શન પછીના ચારિત્રના જે ભાવ સ્વરૂપમાં રમણતા આવવી જોઈએ એ નથી તો સમ્યક્દષ્ટિને એ ચારિત્રના મોહના ઉદયથી ક્રોધ આદિ ભાવ પ્રવર્તે છે.-ક્રોધ, રાગ આદિ આવે છે. તથાપિ એને એ ભાવોમાં આત્મબુદ્ધિ નથી. આહાહા ! ધર્મીને રાગ આવે છે. પણ ધર્મીને