________________
૩૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ નથી. તો પછી આ તમારા પૈસા બૈસા તો ક્યાંય બહાર રહી ગઈ ધૂળ. આ તો પુણ્ય-પાપના ભાવ મારા માને નહીં, એ જ્ઞાની છે.
(શ્રોતા – પૈસાથી તો મોટા કામ ચાલે !) ધૂળમાંય ચાલતા નથી, મોટા માને છે, માટી છે-ધૂળ એ તો પુદ્ગલ છે, પુદ્ગલથી પુદ્ગલની પરિણતિ થાય છે. આહાહા ! (શ્રોતા:- પૈસાથી તો પ્લેનમાં આવે છે!) શું? કોણ આવે છે પોતાને કારણે આવે છે, પૈસાને કારણે (નહીં) કંઈક આ શરીરની ગતિ થાય છે, આમ પ્લેનથી શરીર આવે છે? એ પોતાની ક્રિયાથી આવે છે. આહાહા ! આકરી વાત ભાઈ ! આત્મા પણ પ્લેનમાં જાય છે, એ પોતાની ક્રિયા(વતી ) શક્તિની ગતિ થવાથી એ જાય છે. (શ્રોતા – ક્રિયાવતી શક્તિને કારણે આત્મા જાય છે) ક્રિયા(વતી) પોતાની શક્તિ છે, પરની શું શક્તિ છે? આહાહા ! સૂક્ષમ વાત છે ભાઈ ! દુનિયામાં તો અત્યારે, એટલી ચાલે છે (અહંકારની) કે બહુ બધી ઊંધી ગરબડ. નિવૃત્તિ ન મળે ધંધા આડે ને સાંભળવા કલાક જાય, કલાક સાંભળે તો કહે સામે “જે નારાયણ’–સત્ય ને અસત્યમાં શું ફેર છે, એનું મિલાન કેમ છે, એ (સમજવાની) દરકાર નહિ અને એને બે-પાંચ, પચીસ લાખ, કરોડ બે કરોડ રૂપિયા) મળ્યા હોય તો થઈ રહ્યું. જાવ હું પહોળો ને શેરી સાંકળી થઈ ગઈ. મોટો થઈ ગયો હું. આહા!
આંહી કહે છે કે મિથ્યાષ્ટિના મિથ્યાત્વભાવને કારણે, રાગની રુચિને કારણે, તેના બધા મિથ્યાત્વભાવ-રાગ આદિના ભાવ એને ઉત્પન્ન થાય છે, અને જ્ઞાનીને આત્માની રુચિ છેઆનંદની રુચિ છે, રાગની રુચિ નથી. (છૂટી ગઈ છે, તેથી ધર્મીને તો આનંદ ને જ્ઞાન પરિણતિ આવે છે, એ જ્ઞાન ને શાંતિની પરિણતિને ઉલ્લંઘીને રાગની પરિણતિને પોતાની માનતા નથી. આહાહા ! આકરું કામ લાગે-આકરું લાગે એવું છે બાપુ ! અને એકાંત લાગે. (આ એકાંત છે પણ) સમ્યક એકાંત આ જ (છે.) આહાહા ! અરે, અનંતકાળ..અનંતકાળ વીત્યો ચોરાશીના અવતાર, સ્વર્ગમાં અનંતવાર ગયો, નવમી રૈવેયક સ્વર્ગમાં અનંત વાર ગયો તો એ કંઈક પુણ્ય કરીને ગયો હશે ને કે પાપ કરીને? નવમી રૈવેયક !
મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો મુનિવ્રત લીધા-પંચમહાવ્રત પાળ્યા પણ એ તો રાગ છે,-આસ્રવ છે-દુઃખ છે. આહાહાહા ! એનાથી સ્વર્ગ મળે, સ્વર્ગમાંથી નીકળીને તિર્યંચમાં (જન્મીને) ઢોરમાં જશે, પશુ નર્કમાં જશે! આહાહાહા ! અને જ્ઞાની સમકિતી, આત્મજ્ઞાન થયું હોય, શ્રેણિક રાજા ! નરકનું આયુષ્ય પહેલાં બંધાઈ ગયું હતું પછી આ સમ્યગ્દર્શન થયું હું રાગ નહિ હું તો જ્ઞાતા-દેષ્ટા આનંદ છું તો નર્કગતિનું આયુષ્ય લાંબું હતું તે છૂટીને ઘટી ગયું (પહેલી) તેંત્રીસ સાગરની સ્થિતિનું હતું તે ઘટીને ) ચોરાશી હજાર વરસ (ની સ્થિતિ) રહી ગઈ. ક્ષાયિક સમકિતી-આત્મજ્ઞાની રાગની રુચિ છૂટી ગઈ–રાગ એ મારી ચીજ નહિ, હું તો આનંદ ને જ્ઞાન છું, એવી દૃષ્ટિમાં ચોરાશીહજાર વરસની સ્થિતિ રહી ગઈ તો નરકમાં ગયા છે પણ છે સમકિતી, અને તીર્થકરગોત્ર બાંધે છે. ભવિષ્યમાં આવતી ચોવીસીમાં પહેલાં તીર્થકર થશે. આહાહા ! એ આત્મજ્ઞાન ને આત્મદર્શનના પ્રતાપથી છે.
અને... આત્મજ્ઞાન ને સમ્યક્દર્શન, વિના-આત્માના ભાન વિના જેટલી પુણ્યાદિ ક્રિયાઓ કરે એ બધી ક્રિયાથી સ્વર્ગમાં થશે, કદાચિત્ ત્યાંથી નીકળીને આ કરોડપતિ અબજપતિ! આ