________________
૩૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ લોઢામાંથી લોઢાની ચીજો થાય છે એમ અજ્ઞાનીને, અજ્ઞાનમયભાવમાંથી પુણ્ય-પાપના ભાવ અજ્ઞાનમય (ભાવ) થાય છે. આહાહા!
આમને આમ વખત ગાળ્યા છે શેઠ? જિંદગીમાં નિર્ણય કર્યો નહિ? શેઠને ઠપકો દઈએ છીએ ! પૈસા ને આમાં! આ ચીજ-આ ભગવાન આમ કહે છે. આહાહા ! એ દૃષ્ટાંત તો કેવું છે દેખો ને ! સોનામાંથી સોનાના બધા દાગીના, દાગીના-જવર થાય છે. લોઢામાંથી લોઢાના દાગીના થાય છે. લોઢામાંથી સોનાના (દાગીના) થાય છે? સોનામાંથી લોઢાની (ચીજો) થાય છે? એમ અજ્ઞાનીને અજ્ઞાનજાત-રાગને પુણ્ય-પાપના ભાવ, અજ્ઞાન છે એ ભાવ, એવા (ભાવ) ઉત્પન્ન થાય છે. આહાહા ! ( શ્રોતા- એ તો બન્નેની જાત જ જુદી જુદી છે) બેય જાત જ જુદી છે એ તો બતાવે છે. આહાહા ! ઝીણી વાત ભાઈ !
વીતરાગ સર્વજ્ઞદેવ પરમેશ્વર ત્રિલોકનાથના કથન કોઈ અલૌકિક છે. ક્યાંય આ વાત છે નહિ બીજે, બીજા મારગમાં આવી ચીજ ક્યાંય છે નહિ. આહાહા! કેવું દૃષ્ટાંત ! કુંદકુંદાચાર્યે પોતે દૃષ્ટાંત દીધું છે. કુંદકુંદાચાર્યે દષ્ટાંત દીધું છે, કે સોનામાંથી સોનાની જાતના આભરણ (દાગીના) થાય છે. લોઢામાંથી લોઢાના તાવીયા, આદિ થાય છે. એમ અજ્ઞાનીને, પોતાના ચિદાનંદ સ્વરૂપનું ભાન નથી–શ્રદ્ધા નથી–જ્ઞાન નથી અને પુણ્ય ને પાપ (ના ભાવની) રુચિનો ભાવ છે તેથી અજ્ઞાનીને, અજ્ઞાનમય પાપ-પુણ્યના ભાવ ઉત્પન્ન થાય છે. આહાહાહા ! ઝીણી વાત પડે ભાઈ ! આહાહા! અરે, દુનિયાને નિવૃત્તિ ક્યાં? ધંધા આડે નિવૃત્તિ ન મળે. એક તો જાણે આખો દી' પાપ એમાં ય નિવૃત્તિ મળે તો સાંભળવા જાય (ત્યાં) સાચું સાંભળવા ય ન મળે એને. આહાહાહાહા !
આંહી તો પરમાત્મા ત્રિલોકનાથની આજ્ઞા કે હુકમથી, સંતો ભગવાનની વાત આડતિયા થઈને કરે છે, માલ તો ભગવાનનો છે, ભગવાન આમ કહે છે અજ્ઞાનીને, અજ્ઞાનમય ભાવ થાય છે. લોખંડમય લોઢાથી (લોઢાના) આભરણ થાય છે. એમ અજ્ઞાનીઓને, પુણ્ય ને પાપની રુચિવાળાને શુભ કે અશુભ ભાવના પ્રેમીને, બધા શુભ-અશુભભાવ અજ્ઞાનમય થાય છે. આહાહા! ભાષા તો સાદી છે ને પ્રભુ! પણ ઝીણી વાત ભાઈ ! અનંત કાળમાં એણે કદી સત્ય લીધું જ નથી. એમ ને એમ અનાદિકાળથી પુણ્ય ને પાપની રુચિ કરીને એમાં ધર્મ થઈ જશે (એમ માન્યું છે) દયા-દાન-વ્રત-ભક્તિના શુભભાવ એમાં ધર્મ થઈ જશે એમ અજ્ઞાની અનાદિથી માને છે. આહાહા!
(શ્રોતા:- અગિયાર અંગ ભણે તો ય એ પુણ્યથી ધર્મ થાય એમ થોડું કહે!) (અરે!) અગિયાર અંગ ભણ્યો હોય તોય આમ માનતો હતો. (શ્રોતા:- પ્રરૂપણા તો એવી નથી કરતા કે પુણ્યથી ધર્મ થાય.) પુણ્યથી ધર્મ ન થાય એમ કહે, પણ અંદરમાં દૃષ્ટિમાં (અભિપ્રાયમાં) ફેર છે. આહાહા ! બહારથી કહેતા હોય અગિયાર અંગ ભણ્યો છે એ (પણ) અંદરથી પરિણમનમાં ફેર છે. (શ્રોતા:- અંદરની વાત તો કેવળી જાણે !) કેવળી જાણે નહીં, આત્મા જાણે. કેવળી જાણે...કેવળી જાણે...પ્રત્યક્ષ પ્રરૂપણા કરે છે કે રાગથી ધર્મ થાય છે, દયાદાન-વ્રત-ભક્તિ-પૂજા (ના ભાવથી) ધર્મ થાય છે. પ્રત્યક્ષ અજ્ઞાન છે (એ શું ) દેખવાની ચીજ છે? આહાહાહા ! સમજાણું કાંઈ..? આ તો સ્થૂળ અજ્ઞાન છે, સૂક્ષમ તો અંદરમાં રાગની રુચિ રહેવી અને