________________
ગાથા-૧૩૦–૧૩૧
૩૪૯ જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને,
પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. ટીકા છે એની ટીકા! “જેવી રીતે પુદગલદ્રવ્ય” આ જડદ્રવ્ય છે-પુગલ, “સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં—પુદ્ગલદ્રવ્ય સ્વયં પરિણમવાના સ્વભાવવાળું છે. પ્રત્યેક પુદ્ગલ પોતાના પરિણામ સ્વભાવવાળાં છે. પરિણમન કરવું બદલવું એવો સ્વભાવ છે. તો પણ કારણ જેવાં કાર્યો થતાં હોવાથી બદલે છે પણ કારણ જેવાં કાર્ય થાય છે. શું? કે સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ-આદિ ભાવો જ થાય સોનાના દાગીના થાય છે એ સુવર્ણમય છે. દાગીના શું કહે છે? જેવર. સુવર્ણના દાગીના સુવર્ણમય હોય છે. છે? સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને ઉલ્લંઘન નહિ કરતા, સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય છે ) “કારણ જેવું કાર્ય–સોનામાંથી આ ઉપાદાન જેવું કાર્ય, સોનું છે એમાંથી કુંડળ આદિ સોનાના હોય છે. છે? પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય.
સોનામાંથી સોનામય ભાવ થાય છે, સોનામાંથી લોખંડમય ભાવ નથી થતા લોઢું લોઢું. આહાહા ! સોનાના કુંડળ આદિ ભાવ થાય છે એ સોનામય જ છે પરંતુ લોખંડમય કડાં આદિ ભાવ નથી થતા અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય. આહાહા ! “કારણ જેવું કાર્ય’–સુવર્ણ કારણ છે તો એનું કાર્ય સુવર્ણમય છે. લોટું કારણ છે તો એનું કાર્ય કડાં આદિ લોઢામય જ છે.
આ તો દષ્ટાંત દીધું ભગવાન કુંદકુંદાચાર્ય, દિગમ્બર સંત! આહાહાહા! છે? પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવ નથી થતા, સોનામયભાવમાંથી સોનાનાં કડાં આદિ થાય છે એ લોઢામય નથી અને સુવર્ણમય છે. અને લોહમય ભાવમાંથી લોઢું જ થાય છે સુવર્ણ થતું નથી. સમજાણું કાંઈ? હજી તો (આ) દષ્ટાંત છે સોનામાંથી સોનાની જાતના દાગીના બને છે (એ) લોઢામય નથી હોતા અને લોઢામાંથી લોઢાની જાતના ઉત્પન્ન થાય છે. (એ) સુવર્ણમય નથી હોતા. એ દૃષ્ટાંત થયું.
“તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં'—જેમ પુદ્ગલ બદલવાના સ્વભાવવાળું હોવા છતાં સોનું છે(તે) સુવર્ણપણે પરિણમે છે અને લોખંડ છે(તે) લોખંડમયપણે પરિણમે છે. લોખંડ છે તે સોનામયપણે પરિણમતું નથી ને સોનું છે તે લોહમયપણે પરિણમતું નથી. તેવી રીતે જીવ પરિણમનસ્વભાવવાળો છે. છે? (જીવ) પરિણમન સ્વભાવવાળો હોવા છતાં–કારણ જેવું કાર્ય થતું હોવાથી, અજ્ઞાનીને- જો કે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનીના તો બધા (ભાવ) રાગ-પુણ્ય-દયા–દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધ, અજ્ઞાનમય ભાવની જાતના છે. આહાહાહા !
લોખંડમાંથી લોખંડના દાગીના થાય છે એમ કીધું ને! તેવી રીતે અજ્ઞાની, પોતાના ત્રિકાળ આનંદ સ્વરૂપનું ભાન નહિ હોવાથી, એ અજ્ઞાનીને રાગ થાય છે-શુભાશુભ એ શુભઅશુભ રાગનો અજ્ઞાનમયભાવ એને થાય છે. અજ્ઞાનીને અજ્ઞાનમય શુભાશુભભાવ થાય છે.