________________
શ્લોક–૬૮
૩૫૭
એક દિકરો, આંહી બેઠા’તા. હવે એને એકદમ કાંઈ રોગ ન મળે, પાલીતાણા ગયા એમાં રોગ થયો તો બે દિવસે દેહ છૂટી ગયો. પચ્ચીસ વરસની જુવાન અવસ્થા લઠ્ઠ જેવું શરીર, આંહી મારી સામે બેઠા હતા, ગુરુવારે તો અહિંયા બેઠો'તો શુક્રવારે અહીંયાથી નીકળ્યા, રવિવારે દેહ છૂટી ગયો. આહાહાહા ! દેહની સ્થિતિ આવી છે ભાઈ ! માટી–જડ છે જેટલી સ્થિતિ છે એટલી રહેશે, છૂટી જશે ફટાક દઈને, રાખી રહે નહિ સંભાળીને ( રાજ્યે ) રહે નહિ, એવું છે.
અહીંયા કહે છે, અજ્ઞાની (અજ્ઞાનમયમાવાનામ્ ભૂમિામ્ ) પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકા, અજ્ઞાનીની ભૂમિકા આ પુણ્ય ને પાપ મારા છે એજ એની ભૂમિકા છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ પુણ્ય, હિંસા-જૂઠું, ચોરી વિષયના ભાવ પાપ, અજ્ઞાનીને એ પુણ્ય-પાપના ભાવની ભૂમિકા છે. એ પુણ્ય-પાપના ભાવ મારા છે એ ભૂમિકા એની (અજ્ઞાનીની ) છે. આહાહા!
અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને (દ્રવ્યકર્મનિમિત્તાનાં ભાવાનામ્ ) દ્રવ્યકર્મના નિમિત્ત અજ્ઞાનઆદિ ભાવો, દ્રવ્યકર્મ તો જડ છે પણ એના નિમિતમાં પોતાનું જોડાણ હોવાથી, એ દ્રવ્યકર્મના નિમિત્ત, અજ્ઞાનીના ભાવોના હેતુપણાને પામે છે. અર્થાત્ દ્રવ્યકર્મોના નિમિત્તરૂપ ભાવોના હેતુ બને છે. જડકર્મ નિમિત્ત છે પણ વિકા૨ ક૨ે છે તો એનો હેતુ બને છે. આહાહા ! નવા કર્મ બને છે અજ્ઞાનીને. જ્ઞાનીને નવા કર્મ બનતા નથી થોડો રાગ ( આવે ) છે તો એનાં બને છે પણ એ તો જરી જશે, થોડો છે આટલો રાગ છે તો એટલું દુઃખ છે–એટલો વિકા૨ છે જ્ઞાનીને પણ. આહાહા ! અહીં દૃષ્ટિની મુખ્યતામાં એને ગૌણ કરી દીધો છે. જ્ઞાનની દૃષ્ટિથી જ્યારે લઈએ તો જ્ઞાનીને પણ રાગ આવે છે, એનું દુ:ખનું વેદન (પણ ) છે. અને જેટલું પરિણમન રાગનું છે એના કર્તા પણ એ છે. જ્ઞાનદૃષ્ટિથી કર્તા (છે ). પરિણમન છે એ મારું છે, તો હું તેનો કર્તા છું પણ ( રાગ ) કરવાલાયક છે એમ એ (જ્ઞાની )માનતા નથી. આમ જ્ઞાનીની દૃષ્ટિમાં ફેર છે, અને અજ્ઞાનીની દૃષ્ટિમાં ( રાગ ) કરવાલાયક છે એમ માને છે. તેમના હેતુપણાને પામે છે ( અર્થાત્ દ્રવ્યકર્મના નિમિત્તરૂપ હેતુ બને છે. ) –દ્રવ્યકર્મનો હેતુ બને છે, નવા બંધાય ને જૂનાને હેતુ-નવું કર્મ બાંધે છે, વિકાર કરીને ( અજ્ઞાની ) નવા કર્મ બાંધે છે. એ અર્થની ગાથાઓ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !)
એકકોર ( કહે કેઃ ) દ્રવ્ય અને પર્યાય માને એ સમ્યગ્નાન છે. નિશ્ચયથી દ્રવ્ય અને પર્યાય પોતાના છે એમ માને એ સમ્યજ્ઞાન છે. અહીં કહે છે કે, એ પર્યાય (બંને ધ્યાનની ) જે કીધી એ અંદ૨ દ્રવ્યમાં નથી. તેથી બે ( ચીજ ) થઈ ને ? દ્રવ્ય અને પર્યાય બે થઈ ને ? ( તો એ ) બેને જાણવું–માનવું એ જ્ઞાન, સમ્યગ્માન છે. આહા... હા ! પણ એમાં બેપણું કેમ થયું ? કેઃ દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી. એ રીતે નિશ્ચયથી જ્ઞાન થયું છે એવી જે જ્ઞાનની પર્યાય છે તે પણ સદાશિવમય ભગવાનઆત્મા (માં નથી ).
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૨૯૯, નિયમસાર શ્લોક-૧૧૯ )