________________
ગાથા-૧૩૦–૧૩૧
૩૫૧ સ્વભાવ આનંદની રુચિનો નાશ કરવો, એનું નામ અજ્ઞાન છે. ઝીણી વાત છે ભાઈ ! સમયસાર છે. ભગવાનના શ્રીમુખે નીકળેલી દિવ્યધ્વનિ ! પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવના શ્રીમુખે નીકળેલ પ્રવચન સમયસાર'- આત્માનો સાર. આહાહા!
તો કહે છે, શું કહ્યું? દેખો ! અજ્ઞાનીને, જે સ્વયં અજ્ઞાનમયભાવ છે તેના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જાતિના ઉલ્લંઘન નહિ કરતા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ જ થાય છે. આહાહાહા! જેમને શુભ-અશુભ ભાવ, પુણ્ય-પાપનો પ્રેમ છે-ચિ છે એ અજ્ઞાની, એ અજ્ઞાનીના બધા અજ્ઞાનમય ભાવ પુણ્ય-પાપ ઉત્પન્ન થાય છે-જાત-વિકારી જાત ઉત્પન્ન થાય છે. એને ધર્મ ઉત્પન્ન થતો નથી. આહાહાહા ! છે કે નહિ અંદર?
આહાહા! આ તો બે હજાર વર્ષ પહેલાંની વાત છે. કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત ! ભગવાન પાસે ગયા હતા ને (ત્યાંથી) આવીને આ શાસ્ત્ર રચ્યા છે. લોકોને અર્થની ખબર નહિ, પોતાને નિવૃત્તિ નહિ અને એમ ને એમ જિંદગી અનાદિ અજ્ઞાનમાં ગાળે છે. આહાહાહા ! એ શું (કયો) અજ્ઞાનમય ભાવ છે, અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનજાતિના જ ભાવ કરે છે, અને અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ છે, પરંતુ જ્ઞાનમયભાવ નથી થતો. દષ્ટાંત દીધું હતું કે, સોનામાંથી સોનાના જ આભરણ થાય છે ને લોઢાના નહીં, એમ અજ્ઞાનમાંથી અજ્ઞાનમય જ ભાવ થાય છે-લોઢામાંથી લોઢાના જ ભાવ થાય છે, સોનાના નહીં.
અજ્ઞાની, અજ્ઞાનભાવને ઉલ્લંઘતા નથી, અજ્ઞાનીને જ્ઞાનભાવ થતો નથી, સમ્યક દર્શનજ્ઞાનના ભાવ એને થતા નથી, પુણ્યના પ્રેમીને મિથ્યાષ્ટિને પુણ્યભાવનો પ્રેમ છે તો વિકાર જ ઉત્પન્ન થાય છે. આહાહા !(શ્રોતા મિથ્યાદેષ્ટિ સુલટા શી રીતે બને?) એ તો કહે છે કે ઊંધી દૃષ્ટિ ફેરવી દે-રાગની રુચિ છે (તે દૃષ્ટિ) છોડીને, આત્મા આનંદ પૂર્ણાનંદ પ્રભુ છે-જ્ઞાયક છેશુદ્ધચૈતન્યઘન છે, એની દૃષ્ટિ કર તો ગુલાંટ ખાઈશ. આહાહા ! સમ્યગ્દર્શન અને કહે છે કે ભૂતાર્થ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદપ્રભુ એના આશ્રયથી જે દૃષ્ટિ હોય એ સમ્યગ્દર્શન (છે.) અને રાગ ને પુણ્ય-પાપની દૃષ્ટિ છે એ મારા છે એ મિથ્યાષ્ટિ. આહાહા! અસત્ય દૃષ્ટિ-જૂઠી દષ્ટિ. આહાહા !
તો અજ્ઞાનીમાં અજ્ઞાનમય ભાવ થાય છે, પરંતુ જ્ઞાનમય ભાવ નથી થતાં-જ્ઞાનીના જે ભાવ છે એ સ્વયં જ્ઞાનમય ભાવ છે–ધમ જીવને તો હું આનંદ ને જ્ઞાન-આનંદસ્વરૂપ છું-હું તો જ્ઞાતા-દષ્ટા છું, રાગ ને પુણ્ય-પાપ એ મારી ચીજ નહીં. આહાહાહા ! પુણ્ય-પાપ કે આ બહારધૂળ-માટી છે એ તો હું નહીં, પુણ્યથી આ પૈસા મળે ધૂળ એ તો હું નહીં પણ અંદરમાં પુણ્યપાપ ભાવ થાય છે એ પણ હું નહીં. આહાહા ! આકરું કામ છે ભાઈ ! અનંત કાળ (વિત્યો) “અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુસંતને મૂક્યા નહિ અભિમાન”અભિમાન મૂક્યા નહીં, સંત શું છે ( ભાઈ ?) સાચી વાત કોણ કહે? ખબર નહિ એને.
જ્ઞાનમય, જ્ઞાનીના કે જે સ્વયં જ્ઞાનમય ભાવ છે-ધર્મીને તો જ્ઞાતા-દષ્ટા, શાંતિ-આનંદ ને વીતરાગતા (ના) ભાવ છે. સમજાણું કાંઈ...? એના જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનની જાતિના ઉલ્લંઘન નહિ કરતા. એ જ્ઞાતા-દેષ્ટા શાંતિ ને આનંદાદિ એ ભાવનું ધર્મી ઉલ્લંઘન નથી કરતા અને (જે) ઉલ્લંઘન કરે છે ને રાગને પોતાનો માને છે (એ અજ્ઞાની છે) જ્ઞાની એમ માનતા