________________
ગાથા-૧૨૮-૧૨૯
૩૪૫ આવી વાતું ! એય ! છે?
પણ, આ તમારા કરોડપતિઓને તો આમાં સૂઝ પડે નહીં કે આ શું કહે છે? ધૂળના પત્તિ બધા છે ને કરોડપતિઓ. આહાહા! આ દયા, દાન, વ્રત, તપ એ ભાવ રાગ છે ને એની રુચિવાળા એ રાગને છોડતા નથી, એ અજ્ઞાનજાતિના ભાવ છે, એમ કહે છે, એ. શેઠ? આહાહા! (શ્રોતા:- તેઓ બધા પોતાની માન–બડાઈને માટે કરે છે) માન-બડાઈ માટે નહીં પણ એ વિકારભાવ મારા છે એવું માને છે બસ. આહાહા!
આત્મા, તો નિર્વિકારી સચ્ચિદાનંદ પ્રભુ છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો” “ચેતનરૂપ અનુપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો”—એ તો ચૈતન્યસ્વરૂપ ભગવાન સિદ્ધસ્વરૂપી અંદર છે એની દૃષ્ટિની ખબર નહીં એનાં જ્ઞાનની ખબર નહીં, તો એનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના ભાવની ખબર ને રુચિ કરે છે તેથી અજ્ઞાનજાતિના ભાવને છોડતા નથી. જ્ઞાનીને, પોતાના જ્ઞાનસ્વભાવની દૃષ્ટિથી, એમાં રાગ આવે છે પણ રાગના જ્ઞાતા-દેણા રહીને, (પોતાના) જ્ઞાનમાં ને દર્શનમાં ને પ્રતીતમાં ને આનંદમાં રહે છે. આહાહા ! સમજાણું કાંઈ....?
જ્ઞાની, જ્ઞાનજાતિના સમ્યકજ્ઞાન-સભ્યશ્રદ્ધા-સમ્યક શાંતિ-વીતરાગતા(આદિ) એ જ્ઞાનજાતિના ભાવ છે, એ જ્ઞાનજાતિના ભાવ જ્ઞાની છોડતા નથી ઉલ્લંઘતા નથી એને ઉલ્લંઘીને રાગ-અજ્ઞાનભાવને પ્રેમ કરતા નથી. (શ્રોતા:- બાહ્ય પ્રવૃતિ તો જ્ઞાની અજ્ઞાનીની એક સરખી હોય છે, તો એની પહેચાન શી રીતે કરીએ) બાહ્ય પ્રવૃત્તિ સરખી પણ અંદરની દૃષ્ટિમાં ફેર છે.
સમકિતી (જ્ઞાની) હોય ચક્રવર્તીના રાજ્યનો રાગ દેખાતો હોય, પણ અંદર દૃષ્ટિમાં ફેર છે. એ રાગ, રાગ મારી ચીજ નહિ હું તો આનંદ-સચ્ચિદાનંદ પ્રભુ છું-જ્ઞાયક સહજાનંદચિદાનંદ-સહુજાત્મસ્વરૂપ–પરમાત્મ જ્ઞાયકભાવ એ હું છું. હું પર્યાય જેવડો ય નહિ, રાગ હું નહિ– પુણ્ય-પાપ-દયાદાન એ મારી ચીજ નહીં, એવો ચક્રવર્તીનો રાગ (છે) પણ સમ્યગ્દષ્ટિ પોતાને ( શાકભાવ સ્વરૂપ) માને છે. આહાહા ! અને અજ્ઞાની, ત્યાગી થયો-સાધુ નામ ધરાવીને, પણ અંદરમાં પુણ્યના જે ભાવ છે વ્રત-તપના એ મારા છે, મારું કર્તવ્ય છે રાગ મને કલ્યાણનું શરણ છે મિથ્યાષ્ટિ એ ભાવ કરે છે. આહાહા ! છે? કુંદકુંદાચાર્યના વચન છે, ભગવાન સમોસરણમાં બિરાજે છે, એનાં વચનો છે ત્યાંથી આવ્યા છે. છે?
જ્ઞાનમય જ માત્ર-જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે –એટલા માટે તો જ્ઞાનયુક્ત કહ્યા, અજ્ઞાનમય છે અજ્ઞાનીના તેથી તેના સમસ્તભાવ અજ્ઞાનજાતિનું ઉલ્લંઘન ન કરવાથી અજ્ઞાનમય જ છે.
- હવે, આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -કળશ છે, કળશ અમૃતચંદ્રચાર્ય મુનિ આ ગાથા કુંદકુંદાચાર્યની છે. (એમને) બે હજાર વર્ષ થયાં, એ દિગમ્બર મુનિ! જે ભગવાન (સીમંધરનાથ) પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, (આ) એમની ગાથા છે. અને એમના પછી હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા દિગમ્બર સંત, એમની આ ટીકા છે, એમનો આ કળશ છે.