________________
૩૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોય છે, અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ ભાવ થાય છે. આહાહા ! રાગ આદિ હો-રૌદ્રધ્યાનના પરિણામ પણ આવે છે, પણ જ્ઞાનમયભાવને ઓળંગતા નથી, એને જાણી લે છે. આહાહા ! શાંતિભાઈ? આવું ક્યાંય મળતું નથી સાંભળવા મળે એવું નથી. બહારમાં ને બહારમાં રહે એટલે, ઓલો હોંગકોંગમાં, પૈસા લાખો પેદા કરે ને લાખો હૈ એટલે જાણે કે ધર્મ થઈ ગયો. આહાહા !
ભગવાન, તારી ચીજ (આત્મા) તો જ્ઞાતા-દષ્ટા ને વીતરાગ સ્વરૂપ છે ને નાથ. આહાહા! એવું જ્ઞાન જેને થયું, એના બધા ભાવ જ્ઞાનમય-આનંદમય–વીતરાગમય થાય છે, રાગ આવે છે તો એને પણ જાણે છે, પોતાના જ્ઞાનમાં રહીને, પર પરીકે જાણે છે. આહાહા ! રાગ તો આવે છે જ્ઞાનીને પણ આવે છે–દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કરે, ભક્તિ કરે, આવે છે પણ એ રાગને પણ પોતાના જ્ઞાનમાં રહીને, પૃથક્ જ્ઞાન કરે છે. અજ્ઞાની રાગને પ્રગટ કરીને અજ્ઞાનમય ભાવ માને છે. રજનીભાઈ ? આવું છે બાપુ! ક્યાંય મળે એવું નથી હોં. મુંબઈમાં ય ન મળે. (શ્રોતા ન મળે તો કરવું શું?)-આ કરવું-અંદર આનંદનો નાથ છે એના તરફ નજર કરવી. આહાહાહા !
(શ્રોતા- દુકાન ચલાવવી કે નહિ?) દુકાન કોણ ચલાવે છે? આહાહા ! આત્મા આનંદમયજ્ઞાનમય-વીતરાગમય-શુદ્ધસ્વરૂપી ભગવાન છે, એની દૃષ્ટિ થવાથી, જે કોઈ ભાવ આવે છે રાગ આદિના, એનો તો ( જ્ઞાની) જ્ઞાતા-દષ્ટા રહે છે. આહાહા ! દુકાન ચાલતી હોય તોપણ એનો જ્ઞાતા-દ્રષ્ટા છે. દુકાન હું ચલાવું છું-નોકર ચલાવે છે એમ નથી માનતા. આહાહા ! આવી વાત
શેઠે તો બહુ પૈસા ભેગા કર્યા હતા, સાઈકલમાં જઈને, ચારે કોર બીડીયું-બીડીયું-બીડીયું, તમાકુ...તમાકુતમાકુ-એમ વાતું કરતા'તા લોકો, કે શેઠ પહેલાં ફરતા'તા ને પછી ખૂબ વેપાર વધાર્યો છે. આહાહા! બુલંદ શહેરના રાજા કહેવાય છે. બે ભાઈઓ શોભાલાલ ને ભગવાનદાસ! અરે, રાજા કોના બાપુ?! આહાહા! “રાજતે શોભતે ઈતિ રાજા'—સત્તરમી ગાથામાં આવે છે ને પોતાના આનંદસ્વરૂપમાં રાજતે...શોભે એ રાજા છે, રાગમાં શોભે એ તો અરાજા-કરાજા અજ્ઞાન છે. આહાહા ! છે?
(અહીંયા) આવ્યા ને ! ભાવ કરે છે એ બધાય જ્ઞાનમયનું ઉલ્લંઘન કરતા નથી, દેખો ! જ્ઞાનીના કોઈ પણ ભાવ થાય છે એ બધા જ્ઞાનમયતાનું ઉલ્લંઘન નથી કરતા, ચાહે તો વિષયવાસનાનો ભાવ આવે, પણ છે પર (ભાવ) એનું જ્ઞાન કરે છે (જ્ઞાની) એમાં જોડાય જતા નથી. આહાહા ! આવી વાત છે. ક્યાંય પણ પોતાના જ્ઞાનમયભાવને ઉલંઘતા નથી. ગમે તે ભાવ આવે-આર્તધ્યાન આવી જાય, રુદ્રપ્રધાન આવી જાય, પણ પોતાના ધ્યાનમય, જ્ઞાન એનું કરે છે, એ રુદ્રધ્યાનનો હું કર્તા છું ને એ મારી ચીજ છે, એમ માનતા નથી. આહાહાહા ! જ્ઞાનમય જ થાય છે તેથી જ્ઞાનીઓને બધા ય ભાવ જ્ઞાનમય જ થાય છે, લ્યો! ધર્મીને બધાય ભાવ જ્ઞાનમય-આનંદનમય શાંતિમય-સ્વચ્છતામય-પ્રભુતામય–શુદ્ધભાવ જ ઉત્પન્ન થાય છે.
થઈ ગયો વખત ને! થઈ ગયો લો! (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ !)