________________
૩૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભક્તિ કરે ! પૂજાના ભાવ એ બધા ભાવ અજ્ઞાનમય ભાવ છે. આહાહા ! સૂક્ષમ વાત છે ભાઈ ! રજનીભાઈ ! ત્યાં આવું બધું સાંભળવા મળે એવું નથી, ત્યાં કાંઈ મુંબઈમાં. આહાહા ! પૈસાના દરેડા થાય ત્યાં ધૂળના. આહાહા !
ભગવાન આત્મા ! કહે છે કે જે રાગ અને પુણ્યના પરિણામને પોતાના માને છે, એવા અજ્ઞાનીને બધા ભાવો અજ્ઞાનમય જ થાય છે ( એ ) અજ્ઞાનમય ભાવને ઉલ્લંઘતો નથી, એ ચાહે તો ભગવાનની ભક્તિ કરતો હોય, પુણ્ય કરતો હોય, શુભભાવ આવે છે ને, દાન કરતો હોય, કરોડોનું દાન કરે એવો ભાવ હોય એને પણ એ (બધા ભાવ ) અજ્ઞાનીના રાગભાવ એ અજ્ઞાનમય ( જ ) છે. એને– ઉલ્લંઘતો નથી. આહાહા ! સમજાણું કાંઈ ?
જેને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની ખબર નથી અને જે પુણ્ય ને પાપના વિકલ્પ જે રાગ છે મેલ છે એને પોતાના માનીને અજ્ઞાની છે, એ અજ્ઞાનીના બધા ભાવ ( અજ્ઞાનમય થાય છે. ) આહાહાહા ! ભગવાનના સમોસ૨ણમાં જાય છે અને સાંભળે છે તો રાગ આવે છે, એ રાગનો ભાવ મારો છે એવું જ એ માને છે. (આ રીતે) અજ્ઞાનભાવને અજ્ઞાની ઉલ્લંઘતો નથી,
અજ્ઞાનભાવને છોડતો નથી. ગજબ વાત છે. આવી વાત સાંભળવી પણ કઠણ પડે. આહાહા !
‘તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે.’–એટલા માટે અજ્ઞાનીઓના બધા ભાવ, જ્યાં જ્યાં એને શુભ-અશુભ ભાવ થાય છે, એ બધા ભાવો મારા છે, એવો અજ્ઞાનભાવમય હોય છે. આહાહા ! સાંભળવાનો જે રાગ થયો તો રાગ મારો છે એવો અજ્ઞાનભાવ ( હોય છે. ) રાગ છે એ રાગને એ ઉલ્લંઘતો ઓળંગતો નથી. આહાહાહા ! ભગવાનની ભક્તિ કરે-પંચ ૫૨મેષ્ટિની તો પણ રાગ છે અને રાગ મારો છે, એવા અજ્ઞાનભાવમાં રાગને ઉલ્લંઘતો નથી એ. (અર્થાત્ ) રાગમાં રચ્યો-પચ્યો છે. આહાહાહા ! આવી વાત છે. અત્યારે સંપ્રદાયમાં તો આકરું પડે એવું છે. સંપ્રદાયમાં તો એ ચાલે વ્રત કરો..ઉપવાસ કરો...દાન કરો...મંદિર બનાવો...સાધુને આહાર આપો...કલ્યાણ થશે તારું.
એ બધી રાગની ક્રિયાને ધર્મ માને છે, એવા રાગને ધર્મ માનવાવાળા અજ્ઞાની કોઈ પણ સમયમાં એને અજ્ઞાનભાવને-રાગભાવને ઓળંગતા નથી-બધામાં અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે ( એમ ) કહે છે. ( શ્રોતાઃ- પૈસા કમાવા એ અજ્ઞાનભાવ ?) ભાઈ ? પૈસા કમાવાની તો વાતે ય આંહી ક્યાં છે ? આંહી તો ભગવાનની વાણી સાંભળવા જાય તો–પણ અજ્ઞાની ( એ ) રાગને પોતાનો માને છે, તો ત્યાં ( તે ) અજ્ઞાનભાવને ઉલ્લંઘતો નથી. આહાહાહા !
ભગવાન ત્રણલોકના નાથની આરતી ઊતારે તો એય રાગ છે, તો (એ) રાગને પોતાનો માને છે તો રાગ-અજ્ઞાનભાવને નથી ઉલ્લંઘતો એ. આહાહાહા !( શ્રોતાઃ–પ્રભાવનાનું શું ? ) પ્રભાવના ? પ્રભાવના અંદરમાં થાય છે બાહ્યમાં નહિ એ જ કહે છે, શુભભાવ આવે છે તો વ્યવહા૨ પ્રભાવના કહે છે શુભભાવને પણ છે બંધનું કારણ. પ્રભાવના તો પોતાનો આનંદમૂર્તિ ભગવાન આત્મા, એનાં આનંદ ને શુદ્ધિ ઉત્પન્ન થાય એ પ્રભાવના છે. દુનિયાથી નિરાલું છે શેઠ ? શું કરીએ ! અરે, પ્રભુનો વિરહ પડયો, વીતરાગ રહ્યા નહિ અને વીતરાગની વાણી આ રહી ગઈ ! આહાહા !
વીતરાગની વાણીનો પોકાર આ છે–જે કોઈ પ્રાણી રાગના વિકલ્પને પોતાનો માને છે,