________________
ગાથા-૧૨૮-૧૨૯
૩૩૯
બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.
ભાવાર્થ:-જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.
ગાથા-૧૨૮-૧૨૯ ઉ૫૨ પ્રવચન
ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः । यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावा: खलु ज्ञानमयाः ।। १२८ ।। अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः । यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।। १२९।। વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કા૨ણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખ૨ે; ૧૨૮.
અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને.૧૨૯.
ટીકાઃ-માલ-માલ આવ્યો છે ! માખણ છે માખણ ! છાશમાંથી માખણ કાઢે છે ને ! છાશ તો કાઢી નાખે છે આમ હાથ નાખે એટલે, આમ કરીને છાશ નીકળી જાય ને આમ માખણ લઈ લે છે એમ માલ-માખણ છે અહીંયા તો........આહાહા !
‘ખરેખર (વાસ્તવમાં ) અજ્ઞાનમય ભાવમાંથી' –શું કહે છે ? ટીકા છે ને ! વાસ્તવમાં નામ ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી–જે રાગ અને પુણ્ય-પાપના ભાવ મારા છે એવું ‘અજ્ઞાનમય ભાવથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે.’–પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ, એ અજ્ઞાન છે ને અજ્ઞાની અજ્ઞાનથી પોતાના માને છે. તો અજ્ઞાનમયભાવમાંથી અજ્ઞાનભાવને નહિ ઉલ્લંઘતો એને જ્ઞાનભાવ ક્યારેય થતો નથી. આહાહાહા ! એના બધા અજ્ઞાનમય ભાવને નહિ ઉલ્લંઘતો અજ્ઞાનમય થાય છે.
સ્વરૂપ આનંદ ને જ્ઞાનમય ચૈતન્ય ભગવાન છે, એનું જેને જ્ઞાન નથી અને રાગ-દ્વેષ પરિણામ મારા છે એમ માનીને અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવનું ઉલ્લંઘન નહિ કરતો એને (અજ્ઞાનીને ) અજ્ઞાનમય ભાવ જ થાય છે. આહાહા ! એને જ્ઞાનમયભાવ ક્યારે ય નથી થતા. આહાહા ! ‘વાસ્તવમાં અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય ( બધોય ) અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય હોય છે.' આહાહા ! રાગ ને પુણ્ય પરિણામ મારા છે તેથી અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય ઉત્પન્ન થાય છે, ચાહે તો દયા પાળે ! રાગ કરે !