________________
શ્લોક–૬૬
૩૩૭
જ્ઞાતા જ રહે છે, તેથી તે કર્મોને ક૨તા નથી, કર્મ શબ્દે પુણ્ય ને પાપ હોં! શુભ-અશુભ કર્મ અહીંયા-શુભાશુભ કાર્ય એ છે ને ? એ કર્મ, કર્મ એટલે જડની અહીંયા વાત નથી. શુભ-અશુભ કર્મોને ક૨તા નથી, તેથી જ્ઞાનમય ભાવથી કર્મબંધન થતું નથી. તો એમને કર્મબંધન થતું નથી, એ શુભાશુભ ભાવ થોડા થયા એની પણ નિર્જરા થઈ જાય છે છૂટી જાય છે, પોતાનું સ્વરૂપ જ્ઞાતાદૃષ્ટામાં રહેતાં એ છૂટી જાય છે. આહાહાહાહા!
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે ઃ
-
શ્લોક
-
દ
( માર્યા )
ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः સર્વ: જીતોડ્યમજ્ઞાનિનો નાન્ય:।।૬૬।।
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:-[ જ્ઞાનિન: ત: જ્ઞાનમય: વ ભાવ: ભવેત્ ] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [ પુન: ] અને [ અન્ય: TM ]અન્ય ( અર્થાત્ અજ્ઞાનમય ) ન હોય ? [ ઞજ્ઞાનિન: ત: સર્વ: ત્રયમ્ અજ્ઞાનમય: ]વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [ અન્ય: ન ] અન્ય (અર્થાત્ જ્ઞાનમય ) ન હોય ? ૬૬.
શ્લોક-૬૬ ઉ૫૨ પ્રવચન
ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः
૬૬।।
‘જ્ઞાનિન: તા: જ્ઞાનમય: વ ભાવ: ભવેત્'-અહીં પ્રશ્ન આ છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય ? આહાહા ! ધર્મીને તો જ્ઞાનમય-આનંદમય-શાંતમય પરિણામ કેમ થાય છે? શિષ્યનો પ્રશ્ન છે, અને અન્ય કેમ થતો નથી ?–જ્ઞાનીને રાગાદિ અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી ? ‘અજ્ઞાનિન: ત: સર્વ: અયમ્ અજ્ઞાનમય:'-અજ્ઞાનીને સર્વ ભાવ અજ્ઞાનમય જ કેમ હોય છે ? આહાહા ! જેને આત્મા આનંદને જ્ઞાનસ્વરૂપી ભગવાન પ્રભુ છે એની ખબર નથી અજ્ઞાનીને, ( એ ) અજ્ઞાનીને અજ્ઞાનમય ( જ ) ભાવ કેમ હોય છે ? તથા અન્ય કેમ નથી થતા ? આહાહા ? છે અજ્ઞાનીને, જ્ઞાનમય-ધર્મમય ભાવ કેમ થતા નથી અને જ્ઞાનીને અધર્મ એટલે અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી ? આ પ્રશ્ન છે. સમજાણું કાંઈ... ?