________________
૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ બિચારા. આહાહા! જિંદગી ચાલી જાય છે. આહા! વાસ્તવિક તત્ત્વ સાંભળવા મળે નહીં. આહાહા! આ શાસ્ત્રનું બહુમાન કરવું એ પણ એક વિકલ્પ ને રાગ છે, એમ કહે છે, આવે છે પણ એ રાગ પણ મારી ચીજ નહીં. આહાહાહા !
હું તો પોતાના સ્વરૂપમાં, પરનો જાણનાર-દેખનાર હું છું. આહાહા ! એ આવ્યું કે, મારું સ્વરૂપ નહીં, એ તો રાગદ્વેષ કર્મોનો રસ છે-જડનો ભાવ છે, એ પુણ્ય-પાપના ભાવ એ અચેતન છે, હું ચૈતન્ય છું. એ શુભાશુભ ભાવમાં મારા ચૈતન્યનો રસ નથી, એ તો જડનો રસ છે. આહાહાહા ! શુભાશુભ ભાવ એ અચેતનરસ છે કર્મોનો રસનો અર્થ એ જડનો રસ જડમાં છે. આહાહા ! શુભ-અશુભ ભાવ એ અચેતન રસ છે એ મારું સ્વરૂપ નહીં.
આ પ્રકારે-આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો થકો શુભ અશુભ ભાવ આવે છે પણ અહંબુદ્ધિ નહીં કરતો થકો જ્ઞાની પોતાને રાગી-દ્રષી કરતો નથી'- અહંબુદ્ધિ નહિ કરતો થકો જ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરતો નથી, આવી વાત છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકરનો પોકાર, ઇન્દ્રો ને નરેન્દ્રો ને ગણધરોની વચ્ચે આ વાત કરતા હતા, એ વાત અહીંયા કહેવામાં આવે છે. આહાહાહા !
કેવળ જ્ઞાતા જ રહે છે-ધર્મી તો જાણનાર-દેખનાર હું છું. એ રાગને દ્વેષ મારી ચીજ નથી. મારી હોય તો મારાથી જુદી પડે નહીં એ તો જુદી ચીજ છે અને જુદી પડી જાય છે. સિદ્ધમાં રહે છે? તો એ મારી ચીજ નથી. મારી ચીજ તો મારાથી જુદી ન પડે, મારી ચીજ તો જ્ઞાન-દર્શનને આનંદ, એ મારી ચીજ છે. આહાહાહા ! સમજાણું કાંઈ...?
કોણ ભાઈ? છેલ્લે બેઠું તું? નવા છે? (શ્રોતા:- શાર્દુલભાઈ રબારી) શાર્દુલભાઈ? ઠીક! ઠીક ! સમજાણું આમાં? આહાહાહાહા !
ધર્મી-જ્ઞાની એને કહીએ કે પોતાનો ધ્રુવ નિત્યાનંદ પ્રભુ ! ધ્રુવ ઉપર દૃષ્ટિ હોવાથી–ધ્રુવ શબ્દમાં સ્વભાવમાં તો એકલો આનંદ ને જ્ઞાન ભર્યા છે-આનંદ ને શાંતરસ ભર્યો છે. આહાહા ! તો ધર્મી એ શાંતરસનો સ્વામી હોવાથી, પુણ્યને પાપ-કર્મરસનું સ્વામીપણું છૂટી જવાથી, કેવળ જ્ઞાતા જ રહે છે. આહાહા ! થોડા શબ્દમાં આટલો (ભાવ) ભર્યો છે અંદર. આહાહા ! આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, સમયસાર ! ભગવાનના શ્રીમુખે નીકળેલી વાણી છે ભાઈ ! સંતો, જગત પાસે જાહેર કરે છે.
અહીંયા તો કહે, પુણ્ય પરિણામ કરો, દયા-દાન-વ્રત-ભક્તિ, તપ આદિ, એનાથી કલ્યાણ થશે, એનું તો ચાલે છે ને અત્યારે. અહીં કહે છે કે પુણ્ય પરિણામને પોતાના માને એ તો મિથ્યાષ્ટિ-અજ્ઞાની છે. આહાહા ! જ્ઞાની એ પુણ્ય પરિણામને તો કર્મનો રસ માને છે, મારો રસ નહીં. મારો રસ તો શાન્ત અને આનંદરસ છે. સમજાણું કાંઈ....?
શું છે એ પુસ્તક લાગે છે, શું છે એ પુસ્તક છે? (શ્રોતા- પ્રભાવના) પ્રભાવના છે પુસ્તકની ? આહાહાહાહા !
આનંદનો નાથ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ નામ શાશ્વત, જ્ઞાન ને આનંદ આદિ અનંતગુણનો પવિત્રતાનો પિંડ પ્રભુ છે. એનો તો સ્વીકાર નહીં ને શુભ-અશુભ ભાવનો સ્વીકાર, એ અજ્ઞાનભાવ નવા કર્મબંધનનું કારણ છે. જ્ઞાનીને તો એ ભાવ મારા નહીં, એ તો