________________
ગાથા-૧૨૭
૩૩૫ નથી. એ તો ત્રણકાળમાં મારી નહીં. આહાહાહા !
ચક્રવર્તી ! ( એને) સ્ફટિકના મહેલ હોય છે, સ્ફટિકના મહેલ ! એક સ્ફટિક આવડું (એ) સ્ફટિકના અબજો પૈસા એવા સ્ફટિકનો આખો મહેલ. આહાહાહા ! છન્ન હજાર સ્ત્રીઓ, એ મારી ચીજ નહીં, હું તો એ નહીં. આહાહા ! છે? ( શ્રોતા- દિકરા કેટલા ?) દિકરા ચોસઠ હજાર, દિકરી બત્રીસ હજાર, બત્રીસ હજાર જમાઈ, શેઠ? ચક્રવર્તી હોય છે ને ચક્રવર્તી, ચોસઠ હજાર ( દિકરા), છન્ને હજાર ( રાણીઓ) દિગંબરમાં કહે છે અને શ્વેતાંબરમાં ચોસઠ હજાર કહે છે. અને છન્ને કરોડ પાયદળ છે, છન્ને કરોડ ગામ છે, બોંતેર હજાર નગર, અડતાલીસ હજાર પાટણ છે, અંદર રાગ આદિ આવે છે પણ એ હું નહીં એ મારા નહીં. છે? (શ્રોતા – ચક્રવર્તી ભોજન શેનું લેતા હશે) ભોજન? ભોજન એ કહ્યું હતું ને. એક ફેરી બત્રીસ કવળનું ભોજન. એનું એક દિવસનું ભોજન, કરવા માટેના રસોઈયા હોય છે, એ રસોઈ તો રસોયા કરે છે પણ ત્રણસો સાઠ (દિવસની રસોઈ બનાવવા માટેના) એક અધિકારી હોય છે, તો એ અધિકારી ત્રણસો સાઠ દિવસની તૈયારી કરે ! (તેમાં) એક એક દિવસની રસોઈ (શી બનાવવી?).
શું કીધું? (એ અધિકારી) રસોઈ બનાવે નહીં, રસોઈ શી બનાવવી (એની સૂચના આપે ) આજે આ રસોઈ એમ ત્રણસો સાઠ દિવસ સુધીની, વિચાર કરી કરીને એ મોટો અમલદાર હોય છે અબજોપતિ ! આહાહા! એ ત્રણસો સાઠ દિવસ-બાર મહિનાની તૈયારી કરી હોય છે કે આ દિવસે આ આહાર, આ પાણી, આ ભસ્મ આ. સમજાણું? શું કહેવાય તમારે પાણી આ મોસંબી કે વિગેરે વિગેરે, એ મોસંબીના રસમાં ભસ્મ નાખવી–ભસ્મ, માણેકની ભસ્મ, મોતીની ભસ્મ-ત્રણસો સાઠ દિવસની તૈયારી કરે એક એક દિવસે રસોયાને હુકમ કરે રસોયા રસોઈ બનાવે, રસોઈ કરે નહીં, તૈયારી કરે. રસોયાને એ બતાવે કે આજે આ કરવું-આ કરવું મહારાજા સાહેબ માટે, અને એનો ચક્રવર્તીનો બત્રીસ કવળનો (આહાર) એમાંના એક કવળનો આહાર છન્ને કરોડનું પાયદળ પણ પચાવી શકે નહીં, એવો બત્રીસ કવળનો આહાર (ખોરાક ચક્રવર્તીનો હોય છે) આહાહા !
પણ આ હું નહીં, એ મારા નહીં. આહાહા ! એનો વિકલ્પ ઊઠે છે જરી, એ પણ હું નહીં, હું તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ-શુદ્ધસ્વરૂપ છું. આહાહાહાહા ! હું તો જાણનાર-દેખનાર છું એ તો મારા જ્ઞાનના પરશેય છે. આહાહાહાહા... ભાઈ ! સમ્યગ્દર્શન ને ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. આહાહા ! અત્યારે તો સાંભળવા ય મળતી નથી (આ વાત !) ગરબડ થઈ ગઈ ઘણી ગરબડ થઈ ગઈ ! ઓહોહો! એક વ્રત પાળ્યા ને ભક્તિ કરી ને જાત્રા કરી ને ત્યાં ધર્મ થઈ ગયો. એ ભક્તિ ને જાત્રા ને વ્રતનો ભાવ તો રાગ છે. આહાહા! આ રાગ મારો છે એમ માનીને અજ્ઞાની, મલિન પરિણામનો સ્વામી થાય છે અને નવા કર્મબંધનને કરે છે. કર્મબંધન થાય છે એ કંઈ કરતો નથી. આહાહા!
ધર્મી જીવ, ચક્રવર્તીનું રાજ્ય હોય-છ ખંડનું પણ હું તો શુદ્ધચૈતન્ય છું, પ્રભુ! મારી સંપદા તો આનંદ ને જ્ઞાનની મારી સંપદા છે. એ શુભ-અશુભભાવ પણ મારા નથી મારું કર્તવ્ય નથી. આહાહાહા ! સમજાણું કાંઈ..? આવો ધર્મી જીવ, શુભાશુભ ભાવને મલિન જાણીને, જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. આહાહા ! આવી શરતું-આવી જવાબદારી. લોકો તો કંઈક કંઈક માનીને બેસી ગયા,