________________
ગાથો-૧૨૭
૩૩૩ ચૈતન્ય હીરલો, અંદર આનંદનો નાથ પ્રભુ! એનાં ઉપયોગમાં રાગ-દ્વેષ ને મલિનતા જે ભાસે છે, અજ્ઞાની એને પોતાના માનીને કર્તા થાય છે. કેમ કે એની દૃષ્ટિ પર્યાય-રાગ ને પર્યાય ઉપર છે, પર્યાય ઉપર હોવાથી રાગ-દ્વેષ મારા છે ને હું કર્તા છું, એમ અજ્ઞાની માને છે. એટલા માટે એ કર્મોને કરે છે, “કર્મો' શબ્દ એ શુભ-અશુભભાવ, કર્મ એટલે જડ નહીં. આહાહાહા !
ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટા સ્વભાવ એને છોડીને શુભ-અશુભ ભાવ જે ભાવકર્મ છેવિકારી એનો કર્તા છે. છે? આહાહા! કર્મ એટલે જડ નહીં પુણ્ય-પાપના ભાવ-ભાવકર્મ જે છે એ ભાવકર્મનો અજ્ઞાની કર્તા થાય છે. આહાહાહાહા ! “આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે”—હવે, નવું કર્મબંધન આ અજ્ઞાનભાવથી થાય છે. શુભ-અશુભ ભાવ મલિન છે એ મારા છે આવું અજ્ઞાની આમ કરતો થકો નવું કર્મબંધન કરે છે–નવું કર્મબંધન થાય છે. કરે છે એવું નથી ત્યાં. અજ્ઞાનમય ભાવથી કર્મબંધન થાય છે. જડ કર્મની પર્યાય જડથી થાય છે. અજ્ઞાની તો પોતાના રાગ-દ્વેષ છે એમ માનીને રાગ-દ્વેષ કરે છે બસ. અને એનાથી કર્મબંધન જડની પર્યાય, જડથી ઉત્પન્ન થાય છે. એ કર્મબંધનમાં નિમિત્ત છે. કર્મ પરિણામ ને કર્મબંધનની પર્યાય પોતાથી સ્વતઃ કર્મપર્યાય થાય છે. આહાહા !
કેટલું ધ્યાન રાખવું? કહો, શાંતિભાઈ? આવી વાત છે, હીરા-માણેક લેવા-દેવાની ક્રિયા તો કરતો નથી, એમ કહે તો એ વાત તો અહીંયા છે જ નહીં. એનો તો કોઈ કર્તા હોય છે કે નહીં. આ લાદીમાં છાંટે છે ને ! ભિન્ન ભિન્ન શું કહેવાય એ તમારે ? રંગ છાંટેને દાણા ભિન્ન ભિન્ન, ભિન્ન ભિન્ન લાદીમાં વિચિત્રતા દેખાય, જોયું છે? ત્યાં જામનગરમાં, જામનગરમાં એક વઢવાણના લાદીના વેપારી મોટા છે, ત્યાં અમે દૂધ પીવાને ગયા હતા (ત્યાં જોયું'તું) બાકી તો બધી લાદી આખા ભિન્ન ભિન્ન જરી દેખાય, તે જોયું હતું અમે, તો ભિન્ન ભિન્ન જાતની ભાત અંદર છાંટે, એને નહિ ખબર હોય, અહીંયા અમને (પણ) કંઈ ખબર નહોતી. લાદી, તમારે થાણામાં મોટું (કારખાનું) લાદીનું છે, થાણામાં મોટું લાદીનું, પંદર લાખનું એક મકાન છે. આહાહા ! ત્યાં ઊતર્યા હતા ને અમે જોયું હતું. આહાહા ! એની તો અહીં વાત જ છે નહીં, ઈ લાદીનું કામ કરે ને આમ છાંટે ઈ વાત તો અહીંયા છે જ નહીં. એ તો લાદીનું કામ લાદી કરે, પણ અજ્ઞાનીને એમાં જે રાગ-દ્વેષ ભાવ થાય છે, એ મલિનભાવ છે. એ મલિનભાવના કર્તા બનીને નવું બંધન કરે છે. આહાહા !
ભાવકર્મથી પોતાના નવા કર્મ બંધાય છે. છે? આ પ્રકારે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે અને કર્મબંધન થાય છે, ચારગતિમાં રખડવાના ભાવ. આહાહાહા !
હવે, ધર્મી લીધા-જ્ઞાનીની વાત કહે છે) પહેલાં અજ્ઞાનીની વાત કરી. હવે ધર્મી-જ્ઞાની, જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી એ પુણ્ય-પાપના મલિનભાવ એ હું નહી–હું એનો કર્તા નહીં, એ મારી ચીજ નહીં. જ્યાં પુણ્ય-પાપના (ભાવ) મારા નહીં તો બીજી પુણ્ય-પાપનાં ફળ એ ચીજ દુનિયાની, એ ચીજ મારી છે એમ તો જ્ઞાની માનતા નથી ત્રણ કાળમાં. આહાહા !
ધર્મી એને કહીએ કે એમને ભેદજ્ઞાન હોવાથી, એ પુણ્ય-પાપના ભાવ જે મોહ છે એનું ભેદજ્ઞાન છે, એ મારી ચીજ નહીં, હું તો જ્ઞાનાનંદ સ્વભાવી છું. રાગ ભાવ એ મારી ચીજ નહીં. આવું ધર્મીને ભેદજ્ઞાન (વર્તે છે.) ધર્મી કહો જ્ઞાની કહો ભેદજ્ઞાન હોવાથી એ એમ જાણે છે કે