________________
૩૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ને મારી ચીજ છે. આહાહાહા ! ભગવાન આત્મા તો સ્ફટિક જેવો નિર્મળાનંદ છે. સ્ફટિકમાં જેમ લાલ અને પીળા ફૂલના નિમિત્તે અંદરમાં (સ્ફટિકમાં ) ઝાંય પડે છે, લાલ-પીળી એ સ્ફટિકનો સ્વભાવ નથી. સ્વભાવની પર્યાયમાં એવી લાલ-પીળી ઝાંય દેખાય છે, એ સ્ફટિકનું સ્વરૂપ નથી. એમ આત્માના ઉપયોગમાં, શુભ-અશુભ રાગનું-મલિનનું જે સ્વાદ આવે છે એ આત્માનું સ્વરૂપ નથી. આહાહા! આવું કામ શેઠ! રાગ-દ્વેષ પરિણામ એ પોતાનું સ્વરૂપ નહીં. વિકૃત છેચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો પ્રભુ, એ મલિન છે-મેલ છે-દુઃખ છે આકુળતા છે, એ આકુળતાથી મારી ચીજ ભિન્ન છે, આવું અજ્ઞાનીને ભાન નહિ હોવાથી એ મલિન પરિણામ જ હું છું એવો અહંકાર કરે છે. ઝીણી વાત છે ભાઈ ! આહાહાહા !
છે? શબ્દ તો સાદા છે, બહુ સંસ્કૃત ને વ્યાકરણ ને એની કોઈ આમાં જરૂર નથી-સંસ્કૃત ને વ્યાકરણને એની કોઈ જરૂર નથી આમાં. આહાહા ! “જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે” જેમ નિર્મળતા સ્ફટિકની સ્ફટિક અમે જોયું છે આવડું! સ્ફટિક! જામનગરમાં! (શ્રી સમયસારની) સોમી ગાથા ચાલતી હતી એકાણુની સાલની વાત છે, એકાણું આવ્યું ને એકાણું અહીંયા એકાણુંના માગશર માસમાં વ્યાખ્યાન ચાલતું હતું અને સોમી ગાથા, તો (સાંભળવા) બધા આવતા હતા, મોટા-મોટા! આમ વૈદ આવતા ઘણાં! દાક્તર-દાક્તર ઘણાં દાક્તર આવતા હતા (તેમાં) એક અઢી હજારનો પગાર શું નામ? પ્રાણજીવન દાક્તર, બધા આવતા હતા, દાક્તરે ય આવતા પણ આ વાત બેસવી કઠણ. પછી એણે (મને ) કહ્યું કે મારે ત્યાં એક છ લાખનું “સોલેરિયમ” સંચો છે છ લાખનો. એ વખતની વાત હોં! છ લાખ, ચાલીશ વરસ પહેલાંની તે દાક્તર કહે જોવા પધારો મહારાજ ! તમારે દષ્ટાંત આપવામાં કામ આવશે, સોમી ગાથા ચાલતી હતી સમયસારની તો એમણે એ સ્ફટિક બતાવ્યું આવડું મોટું) આવડું, સ્ફટિક નિર્મળ ! નિર્મળ !
એમ આત્મા તો સ્ફટિક રતન જેવો નિર્મળાનંદ પ્રભુ છે. આહાહા ! એ સ્ફટિકમાં જેમ લાલ અને પીળા ફૂલની ઝાંય પોતાની યોગ્યતાથી દેખાય છે પણ એ સ્ફટિકનું સ્વરૂપ નહીં, એમ આત્માની પર્યાયમાં, કર્મના નિમિત્તે, પોતાનાથી ઉત્પન્ન થયેલ શુભાશુભ ભાવ, એ મલિન પર્યાય છે, એ પોતાનું સ્વરૂપ નથી. એ મલિનતાને અજ્ઞાની પોતાની માનીને અહંબુદ્ધિ કરે છેઅજ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરે છે. ઓહોહોહો! પ્રભુ તો વીતરાગસ્વરૂપ-જ્ઞાતા-દેષ્ટા આત્મસ્વભાવ છે, એને અજ્ઞાની પોતાને રાગ-દ્વેષરૂપ કરે છે (અર્થાત્ માને છે) હું તો રાગી છું ને! ષી છું ને! પૈસાવાળો અને લક્ષ્મીવાળો છું એ તો (વાત) ઘણી દૂર રહી ગઈ. રજનીભાઈ ? એ તો દૂર રહી ગઈ મૂઢતા. પૈસાવાળા, તો એની વાત (તો) અહીંયા છે નહીં કંઈ, (પણ) અહીંયા તો પરમાત્મા એમ બતાવે છે કે પ્રભુ, તું તો સ્ફટિક જેવો નિર્મળ છે ને ! તારો ત્રિકાળી સ્વભાવ તો નિર્મળ ને આનંદ છે ને નાથ!!તારી પર્યામયાં-ઉપયોગમાં જે રાગ-દ્વેષના મલિન ભાવ દેખાય છે એ તારી ચીજ નહીં, પણ અજ્ઞાનીને આ પુણ્ય-પાપના મલિન ભાવ મારા છે એમ કર્તા થાય છે. આહાહાહા! ભારે ભાઈ જવાબદારી છે? “અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગ-દ્વેષરૂપ કરે છે.” છે શેઠ? ત્યાં તમારા ચોપડામાં ક્યાંય આવે નહિ આ વાત ! બીજી વાત છે પ્રભુ! આહાહા!