________________
૩૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫ રે! તો કે દી' સમજણમાં આવે? દુર્લભ વસ્તુ છે ભગવાન, અશક્ય તો નથી પણ દુર્લભ તો છે. છે? આહાહાહાહા !
(જ્ઞાની) રાગી દ્રષી થતા નથી–રાગ-દ્વેષ કરતા નથી જ્ઞાની, તેથી જ્ઞાનમય ભાવને કારણે ધર્મીને તો જ્ઞાનમય, આનંદમય, શાંતમય, વીતરાગમયભાવને કારણે, જ્ઞાની-ધર્મી પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ નહિ કરતો થકો, પોતાને રાગ-દ્વેષરૂપ નહીં કરતો, કર્મોને કરતો નથી. રાગદેષરૂપી કાર્યને કરતો નથી. રાગ-દ્વેષરૂપી કર્મ નામ ભાવકર્મ, એને કરતો નથી એમ કહે છે. જડકર્મની અહીં વાત નથી, એ ભાવકર્મ-જે દયા-દાન-વ્રત-ભક્તિ ને કામ ક્રોધાદિ જે છે એ ભાવકર્મનો જ્ઞાની કર્તા નથી. આહાહા ! આવો મારગ લોકોને એ રસ્તે ચઢાવી દીધા, જાત્રા કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, અપવાસ કરો, ધર્મ થઈ જશે. બિચારા રખડી મરવાના રસ્તે પડયા છે, મિથ્યાત્વને રસ્તે. આહાહા! (શ્રોતા – કંઈક તો થશે) થશેને કંઈક, જનમ-મરણ કરશે, અને મિથ્યાત્વના ભાવ છે તો નિગોદમાં જશે. આહાહા !મિથ્યાશ્રદ્ધાના ફળમાં તો અનંત નિગોદમાં (જશે) જે એ અનંતકાળે ત્રસ નહિ થાય એમાં જઈશ, ભાઈ બાપુ તને ખબર નથી. આહાહા !
વીતરાગ પરમાત્મા શું કહે છે એની તો ખબર નથી અજ્ઞાનભાવથી પોતાને માન્યો છે તો પોતાને રાગ-દ્વેષરૂપ ન કરતા થકા, કર્મ, કર્મ નામ રાગ દ્વેષ કાર્ય રાગ-દ્વેષ કર્મોને નથી કરતો રાગ-દ્વેષરૂપી ભાવકર્મને જ્ઞાની કરતા નથી. જડ કર્મની વાત તો અહીં છે નહિ. જડ કર્મને તો અજ્ઞાની પણ કરી શકતો નથી, જડ કર્મ તો જડની પર્યાય સ્વતંત્ર બને છે, પણ આંહી તો જ્ઞાની, રાગ-દ્વેષરૂપી કાર્યને પણ કરતો નથી. એનો જાણનાર-દેખનાર રહેવાવાળો, અભિપ્રાયમાં રાગના કર્તા જ્ઞાની થતા નથી. અજ્ઞાની અભિપ્રાયમાં રાગનો કર્તા થઈને, આત્માનું અજ્ઞાન કરે છે. આહાહા! બહુ ગાથા ૧૨૭-બેય વાત આવી, અજ્ઞાનીની અને જ્ઞાનીની. આહાહા!
રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી.
જેમને રાગથી ભગવાન ભિન્ન નવ તત્ત્વ છે, એમાં રાગ તત્ત્વ-પુણ્ય-પાપ તત્ત્વ છે. આત્મા તો જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે, આમ ભિન્ન છે એમ નહિ માનવાવાળો રાગ ને જ્ઞાનની એકત્વબુદ્ધિમાં, રાગને પોતાનો માને અને જ્ઞાની, રાગ ને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે એ કારણથી રાગમાંથી અહંકાર છૂટી ગયો છે, જ્ઞાનાનંદમાં અહંપણું દઢ-શ્રદ્ધાપણું આવી ગયું છે, એથી રાગનો કર્તા થતો નથી, જ્ઞાતા-દષ્ટા રહીને રાગને જાણે છે. એનું નામ ધર્મી ને જ્ઞાની કહેવામાં આવે છે. (વિશેષ આવશે)
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૧૫ ગાથા-૧૨૭ શુક્રવાર, ફાગણ સુદ-૧૧, તા. ૯/૩/ ૭૯
(ભાવાર્થ-) આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો રાગ-દ્વેષનો ઉદય આવતાં,પ્રકૃતિ છે જડ, એનો ઉદય આવવાથી, પોતાના ઉપયોગમાં રાગ-દ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે, કર્મ પ્રકૃતિ તો જડ છે એનો ઉદય આવે છે, ત્યારે આત્માના ઉપયોગમાં મલિન સ્વાદ આવે છે.