________________
૩૨૯
ગાથા-૧૨૭ અહંકાર–એ મારી ચીજ છે એ શ્રદ્ધામાંથી છૂટી ગયો છે. સમજાણું? આવું વ્યાખ્યાન ! આવો મારગ ! (શ્રોતાઃ- આ એક જ પરમ સત્ય વાત છે) આવી વાત છે બાપુ! શું થાય? દુનિયાને એકાંત લાગે, નિશ્ચયાભાસ જેવું લાગે, વ્યવહારનો લોપ કરે છે એમ લાગે, મારગ તો છે તો આવો વ્યવહાર, જેટલી રાગની ક્રિયા છે એ પોતાની માનવી એ તો મિથ્યાષ્ટિ–અજ્ઞાની છે, આહાહા! શરીર મારું છે, કર્મ મારા છે એ તો બીજી વાત રહી ગઈ, એ તો સ્થૂળદેષ્ટિ મિથ્યાત્વ છે, પણ દયા-દાન-વ્રત-ભક્તિનો રાગ પણ મારો છે એ પણ મિથ્યાત્વ ભાવ છે. આહાહાહા !
(શ્રોતા – જ્ઞાનીને તો, રાગ ભિન્ન ભાસે છે તો અનાસકિત થઈ જાય છે) આસકિત તો છે, અનાસકિતનો અર્થ-શ્રદ્ધામાં છૂટી જાય છે, આ મારું છે એ દષ્ટિ છૂટી જાય છે. આહાહા! ગીતા, ગીતા કહે છે કે “કામ કરવું પરંતુ અનાસકિતભાવે કરવું” તો આ એવું છે જ નહીં. કામ કરે એ જ આસકિત ને મિથ્યાત્વભાવ છે. આંહી તો આસકિતનો અર્થ અસ્થિરતા છે, પણ એનો સ્વામી આત્મા છે એ છૂટી ગયો છે. ધણીપતું છૂટી ગયું છે. રાગ, લંગડો થઈ ગયો છે. આહાહા !
મારી ચીજ તો શુદ્ધ ચૈતન્યઘન-આનંદકંદ પ્રભુ, એનાં પાકમાં તો વીતરાગી પર્યાયનો પાક થાય છે, એ જ મારું કર્તવ્ય છે, રાગ મારું કર્તવ્ય છે એવું જ્ઞાનીને છૂટી ગયું છે. આહાહા ! એ વાત તો બાપુ સત્ય વાત ઘણી અલૌકિક છે! અસત્ય વાત તો બેઠી છે અનાદિથી. આહાહા!
રાગી હું છું એ રાગનો કર્તા છું નહિ, એમ હોવાથી સ્વપરના ભિન્નત્વને કારણે રાગવૈષના ભિન્નત્વને કારણે, નિજરસથી એનો અહંકાર નિવૃત્ત થયો છે. દેખો “એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે સ્વયં (પોતે) ખરેખર માત્ર, માત્ર, બિલકુલ રાગનો કર્તા ન થતો માત્ર જાણે જ છે. કહો, સમજાણું? રાગી અને દ્વેષી નથી થતો. આહાહા ! એ મેલ છે, હું તો નિર્મળાનંદપ્રભુ છું. આહાહા ! નિર્મળ-વીતરાગ સ્વભાવી આત્મા હું છું, એ રાગ, મારો છે એમ થતું નથી, સમ્યષ્ટિ ચોથેગુણસ્થાનેથી, છ ખંડના રાજ્યમાં દેખાય ચક્રવર્તી એ આવે છે એમાં, સોગાનીજીમાં છ ખંડમાં દેખાય છે પણ એ અખંડને સાધે છે. એવું છે “દ્રવ્યદૃષ્ટિપ્રકાશમાં છ ખંડને સાધતા નથી, એ તો અખંડ આત્મા સમ્યગ્દર્શનને અખંડને સાધે છે. અંતરના અભિપ્રાયની વાત કોઈ બીજી જ છે. અભિપ્રાય રાગથી છૂટી ગયો છે, અભિપ્રાય આત્મા આનંદ હું છું એવો અભિપ્રાય થઈ ગયો છે. એ અભિપ્રાયમાં રાગ મારો છે એવું છૂટી ગયું છે. અજ્ઞાનીને અભિપ્રાયમાં “હું શુદ્ધ છું એ અભિપ્રાય છૂટી ગયો છે, અને રાગ મારો છે એવો અભિપ્રાય થઈ ગયો છે. આહાહાહા!
(કહે છે) “નિજરસથી અહંકાર છૂટી ગયો છે એવો સ્વયં વાસ્તવમાં માત્ર જાણે જ છે” જાણે જ છે, આહાહા !
“સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી,
શેયશક્તિ દ્વિવિધા પ્રકાશી સ્વરૂપા-પરૂપા ભાસી.” સ્પશેય એ આનંદ-કંદ છે, ને પર રાગાદિ એવું શેય, બન્ને ભિન્ન છે. આહાહા ! એમ જ્ઞાનીને રાગનો અહંકાર છૂટી ગયો છે, અને પોતાના પૂર્ણાનંદની શ્રદ્ધાનો અભિપ્રાય દેઢ થઈ ગયો છે. આહાહા! સમજાણું કાંઈ..? કહો, શાંતિભાઈ ! આમાં ક્યાં કાંઈ મળે એવું છે જ્યાં? (શ્રોતામાટે તો આવ્યા છે) અરે રે! આવું મનુષ્યપણું એનો એક એક સમય કૌસ્તુભમણિ જેવો છે, એક એક સમય, એમાં આ વાત સમજણમાં ન આવે, સાંભળવામાં ન આવે. આહાહા ! અરે