________________
ગાથા-૧૨૭
૩૩૧ એ કર્મની પ્રકૃતિમાં નિમિત્તમાં જોડાવાથી પોતાના ઉપયોગમાં મલિન-રાગ-ક્રોધમાનાદિના પરિણામ થાય છે, એ સ્વાદ મલિન છે. આહા!
અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનીને, આ મલિન સ્વાદ મારી ચીજ નથી, (તેવી તેને) ખબર નથી, મારી ચીજ તો જ્ઞાન ને આનંદ છે એવી ખબર નથી, તો એ મલિન ભાવને જ પોતાના માને છે. સૂક્ષ્મ વાત છે ભાઈ આ. આહાહાહા ! જે કર્મના નિમિત્તે પોતાની પર્યાયમાં, પોતાથી મલિનપરિણામ થાય છે, એનો સ્વાદ મલિન છે. આહાહા! ચાહે તો શુભાશુભ ભાવ હોય (પણ) એનો સ્વાદ મલિન છે, એ મલિન સ્વાદનો અજ્ઞાનીને ભેદ ન હોવાથી, કે આ મલિન સ્વાદ મારી ચીજ નથી, હું તો આનંદ ને જ્ઞાન છું એવું ભેદજ્ઞાન અજ્ઞાનીને નથી. આહાહા ! કેમ ! બાબુભાઈ નથી આવ્યા? ( શ્રોતા:- તબિયત બરાબર નથી.) ઠીક ! સમજાણું કાંઈ...? સૂક્ષમ વાત છે ભગવાન ! આહાહાહા!
આત્મા તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે! એનો ઉપયોગમાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો મલિન સ્વાદ આવે છે, એ પોતાની ચીજ નથી, અજ્ઞાનીને એનું ભેદજ્ઞાન નહિ હોવાથી, આ મલિન સ્વાદ જ હું છું (એમ માને છે.) ભગવાન આત્મા તો નિર્મળાનંદ-જ્ઞાન-આનંદસ્વરૂપ છે, એની અજ્ઞાનીને ખબર નથી. આહાહા ! છે? અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથીઅજ્ઞાનીને સ્વ તો હું આનંદ ને જ્ઞાન છું અને પર આ રાગદ્વેષ સ્વાદ આદિ પર છે, એવો “પર” અને “સ્વ”નો (ભેદ નહિ હોવાથી) –ભેદજ્ઞાન નથી, (તેથી તે) એમ માને છે કે આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ જ મારું સ્વરૂપ છે. આહાહા ! શુભ-અશુભ રાગ આવે છે એ મલિન છેમેલ છે –દુઃખ છે, એ સ્વાદનો અને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો–સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી આ સ્વાદ જ હું છું ( એમ માને છે), જડનો સ્વાદ નથી આવતો મેસુબ ખાય છે કે રોટલી, એનો સ્વાદ નથી એ તો જડ છે એમાં અનુકૂળ-પ્રતિકૂળ માનીને જે રાગ-દ્વેષ થાય છે એ મલિન સ્વાદ છે. આહાહા ! મલિનસ્વાદ અને મારીચીજ ભિન્ન છે, એવું અજ્ઞાનીને અનાદિકાળથી ભેદજ્ઞાન નહિ હોવાથી, આ મલિન સ્વાદ જ હું છું (એમ અજ્ઞાની માને છે.) સમજાય છે કાંઈ...? ઝીણી વાત છે. પ્રભુ! આહા! અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈ, ત્યાં લોકોને આવું બેસવું-સાંભળવું કઠણ પડે છે ભાઈ !
પ્રભુ! તું કોણ છો? તું તો જ્ઞાનને આનંદ છો પ્રભુ! તારા ઉપયોગમાં જે રાગ-દ્વેષ મલિનતા દેખાય છે એ તારી ચીજ નથી, એ તારું સ્વરૂપ નથી, એ તો મેલનું સ્વરૂપ-કર્મનો મેલ છે-ભાવકર્મનો મેલ છે હોં, જડનો નહીં. સૂક્ષમ વાત છે ભાઈ ! આહાહા! ભેદજ્ઞાન નહિ હોવાથી એ માને છે કે આ રાગ-દ્વેષ મલિન ઉપયોગ જ મારું સ્વરૂપ છે-એ શુભ-અશુભ રાગ થાય છે એ મલિન છે, બેય. આહા! દયા-દાન-વ્રત-ભક્તિ (આદિના) ભાવ છે એ રાગ છે-રૂપીમલિનભાવ છે, અને હિંસા, જૂઠ, ચોરી, ભોગ-વિષયવાસના, કામ-ક્રોધ (આદિના) અશુભ ભાવ મલિન છે, એ બેય મલિન છે. એ મલિન ભાવ છે તે જ હું છું એમ અજ્ઞાની માને છે) એવું માનીને તે જ હું છું એ પ્રકારે રાગ-દ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-૮ષી કરે છે” આવી વાત ઝીણી ઘણી ભાઈ ! આહાહા !
એ રાગ અને દ્વેષના પરિણામ થાય છે એમાં અહંબુદ્ધિ કરતો-આ હું છું એ મારું કાર્ય છે