________________
ગાથા-૧૨૮-૧૨૯
૩૪૧ એ અજ્ઞાની ગમે તે પ્રસંગમાં જાવ તો એ અજ્ઞાનભાવને ઓળંગતો નથી, એ રાગથી ભિન્ન મારી ચીજ છે, એમ નથી માનતો. આહાહા! આવું કામ છે, ઝીણી વાત બાપા શું થાય, ભાઈ ! પ્રભુ, તારી ચીજ તો નિર્મળાનંદ છે ને. આહા! જ્ઞાતા-દેખા-આનંદ-શાંતિ-સ્વચ્છતા-પ્રભુતા એવી શક્તિઓથી ભર્યો પ્રભુ તું છો, ને એનું ભાન હોવાથી, જ્ઞાતા-દષ્ટાના ભાવ તને રહેશે, રાગ આવશે તો એનો પણ તું જ્ઞાતા રહીશ. અજ્ઞાનીને તો રાગ મારો છે તો તે ત્યાં અજ્ઞાનભાવને ઉલ્લંઘતો નથી, ત્યાં રાગ જ ઉત્પન્ન થાય છે એને. આહાહાહા !
(શ્રોતા- જ્ઞાનીને અનંતાનુબંધીનો રાગ આવતો (જ) નથી!) ત્યાં છે જ નહીં ને રાગ. રાગ, એ અસ્થિરતાનો રાગ આવે છે, એનો પણ જ્ઞાતા, પોતાના જ્ઞાનમાં રહીને, પરને ભિન્ન જાણે છે. શેઠ? ભાષા તો સાદી છે, પ્રભુ! વસ્તુ તો એવી છે. આહાહા !
“પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરિ”– દલપતરામનું છે. આંહી તો આંહી ઉતારવાનું છે, હોં! એ દલપતરામ પંચોતેર વરસ પહેલાં અમે ભણતા હતા ને તો આ કવિતા) આવતી હતી, એ ચોપડીમાં આવતી હતી ગુજરાતીમાં, પ્રભુતા પ્રભુ તારી તો ખરીપ્રભુ, તમે અનંત આનંદના નાથ ! તારી પ્રભુતા તો અનંત શક્તિથી ભર્યો પડયો છે. ( ત્યારે જ) ખરી કે એ તારી પ્રભુતા, મુજ રોગ લે હરિ-પ્રભુતાની દૃષ્ટિમાં રાગને અજ્ઞાનનો નાશ થઈ જાય છે, એ રોગ છે. આહાહા ! શરીરનો રોગ, એ તો જડનો રોગ છે, એ કાંઈ આત્માને અડતો નથી. આહાહા! ભ્રાંતિ સમ રોગ નહીં, છે ને.
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદગુરુ વૈધે સુજાણ,
ગુરૂઆશા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર-ધ્યાન.શ્રીમના વાક્ય છે. ગુજરાતી છે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ-આ ભગવાન આત્મા રાગ ને પુષ્ય ને પાપમય છે, એ ભ્રાંતિ છે. આહાહા ! આત્મભ્રાંતિ સમ રોગ નહિ, અને સગુરુ વૈધ સુજાણ-ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ ને ઔષધ વિચાર, ધ્યાન! એ આત્મા આનંદમયનો વિચાર ને એમાં એકાગ્રતા એ ઓષડ છે અજ્ઞાન નાશ કરવાનું. આહાહા!
આ તો બહારની ધમાધમ ! હા, હા. કરીને, પ્રચાર કર્યો ને પ્રસાર કર્યોને ! આ કર્યું ને...આ કર્યું ને–આ થયું ને! આ થયું ત્યાં અંદર અરે, ભૈયા, પ્રભુ કોણ પ્રચાર કરે? કોણ પ્રસાર કરે? ભાઈ ! આહાહા ! તારી ચીજ તો આનંદ ને વીતરાગસ્વરૂપ છે, એ વીતરાગ સ્વરૂપની પર્યાય પ્રગટ થાય, એ તારો પ્રસાર ને પ્રચાર છે. આહાહાહા !
(શ્રોતાઃ- આમાં નવી દુનિયા બીજું શું કરે?)આહાહા ! કરે? માટે તો આ સાંભળવા આવ્યા છો અહીંયા, શું કરવા (આવ્યા છો ) સાગર મૂકીને શેઠ? ત્યાં મૂકીને આવ્યા છે ને અત્યારે. મકાન-મકાન કરાવ્યા છે ને, શું મારગ છે એ (વાત) સાંભળવા ય મળતી નથી. પ્રભુ! વાત સાચી છે. આહાહા!
અહીંયા તો કહે છે કે ચાહે તો રાગ શુભ હોય કે અશુભ હોય, પણ એ રાગ મારી ચીજ છે, તો એણે પોતાનો વીતરાગી મૂર્તિ ભગવાન જિન સ્વરૂપનો અનાદર કરી દીધો. એ ભ્રાંતિ થઈ એનેમોટો રોગ થયો. આહાહાહા!આંહી તો કહે છે કે જ્ઞાની ને અજ્ઞાનીની (વાત) પહેલા લીધી અહીંયા, “વાસ્તવમાં અજ્ઞાનમય ભાવમાંથી–આ અજ્ઞાનીને બધાય ભાવ અજ્ઞાનમય