________________
ગાથા-૧૨૭
૩૨૭
છે. આહાહા ! બહુ શ્લોક, થોડામાં પણ ઘણું ભરી દીધું છે. અરે રે ! દુનિયાને મળે નહીં, બિચારા એમ ને એમ રખડયા કરે. ( શ્રોતાઃ- ક્યાંથી મળે સોનગઢમાં આવે તો મળે. ) સોનગઢને થયા કેટલો, વખત ઘણો થઈ ગયો. માંદા છે એવું સાંભળ્યું હતું, શેઠ માંદા છે શોભાલાલજી ! ઠીક નથી એમ સાંભળ્યું હતું બે–ચાર મહિના પહેલાં, શરીરની સ્થિતિ છે બાપા ! શ્લોક ( ગાથા ) તો બહુ સરસ છે.
તેથી અજ્ઞાનમય ભાવને લીધે, અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ પોતાને ૫૨ એવા રાગ-દ્વેષરૂપ કરતો થકોઠું રાગ ને દ્વેષનો કર્તા છું એમ માનીને રાગ-દ્વેષનું કાર્ય કરે છે, કર્મ નામ રાગનો કર્તા. બહુ સરસ વાત છે.
હવે, જ્ઞાની, હવે ધર્મ કેવો હોય છે ? અજ્ઞાની કેવો હોય છે એ વાત કરી. હવે ધર્મી કેવો હોય છે ?
‘જ્ઞાનીને તો’, જ્ઞાની કહો કે ધર્મી કહો, ધર્મીને તો, સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક દ્વારા, સાચા પ્રકા૨થી સ્વ આત્મા આનંદમૂર્તિ છે અને ૫૨-રાગાદિ છે એ સ્વપરનો વિવેક, ભિન્નનું ભાન છે. ધર્મીને સ્વ આનંદસ્વરૂપ અને રાગ દુઃખરૂપ એ બન્નેનું ભિન્ન જ્ઞાન છે.
6
જ્ઞાનીને તો, સમ્યક્ પ્રકારે યથાર્થપણે, સ્વપ૨ના વિવેક દ્વારા ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી’–આહાહાહા ! ધર્મીને તો, રાગથી આત્મા ભિન્ન છે એવી ખ્યાતિઆત્માની પ્રસિદ્ધિ થઈ છે. હું તો આનંદ છું, શાંત છું, વીતરાગી છું, અકષાય છું, આનંદ છું, એવી આત્માની પ્રસિદ્ધિ જ્ઞાનીને, રાગથી ભિન્ન પ્રસિદ્ધિ થઈ ગઈ છે. આહાહા ! કહો, આવી વાત છે. ભાષા ઘણી ટૂંકી છે પણ ભાવ ઘણાં ભર્યાં છે અંદર, આહાહાહા ! શું કરે ?
આત્માની ખ્યાતિ અત્યંત ઉદય ઓલામાં અસ્ત થઈ ગઈ. આમાં રાગથી ભિન્ન આત્માનો ભાવ પ્રગટ થયો છે હું તો અનુભવ આનંદ ! હું જ્ઞાયક છું, હું વીતરાગસ્વરૂપ છું મારી શાંતિ જ મારો સ્વભાવ છે. રાગ આદિ વિકલ્પ એ મારો સ્વભાવ નહિ. આહાહાહા ! ‘અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે.’–ધર્મીને તો, આત્મમય જ ભાવ હોય છે. જ્ઞાનમય શબ્દે આત્મમય. શુદ્ધ આત્મા જે આનંદ-જ્ઞાન-શાંતિ-વીતરાગ સ્વભાવ છે. તો એ બધા (ભાવ) વીતરાગ ભાવમય જ આત્માના ભાવ હોય છે. ધર્મીને તો વીતરાગમય ભાવ જ થાય છે, રાગમય ભાવ નહિ. આહાહા ! આવી વાતું છે.
આ એમાં દુનિયામાં હોંશુંમાં પડયા હોય બિચારા, પૈસા ને બાઈડી-છોકરાં ને કુટુંબ ને એમાં આ વાતો ક૨વી. ( શ્રોતાઃ- નોકર હોય ને ચાકર હોય !) નોકર ને ચાકર ને ધૂળમાં બધી હોળી છે. આહાહા ! સીત્તેર લાખનું મકાન નથી કીધું, આમોદવાળા રમણિકભાઈ પાંચ-છ કરોડ રૂપિયા. સીત્તેર લાખનું તો એક મકાન છે. શેઠ ? જોયું છે કે નહિ ? અમે ન્યાં હતા ત્યારે અમે ઊતર્યા’તા ત્યાં ૮૭ મી ( જન્મ જયંતી ) ત્યાં કરી હતી ને આમોદવાળા, અમારે પાલેજની પાસે આમોદ છે ને ? નરમ માણસ છે, પાંચ-છ કરોડ રૂપિયા (છે) અને સીત્તેર લાખનું તો એક મકાન છે, જોયું છે ભાઈ તમે કે નહીં ? ત્યાં ઊતર્યા હતા અમે ૮૭મી ( જયંતી ) માં દરિયા કાંઠે ! સીત્તેર લાખનું તો એક મકાન, એવા એવા તો ઘણાં મકાન ને પાંચ-છ કરોડ રૂપિયા, તે એનાં મકાનમાં ઊતર્યા’તા. ( શ્રોતાઃ- સીત્તેર લાખનું એક મકાન, તો અમને થાય કે અમારેય આવું