________________
ગાથા-૧૨૭
૩૨૫ કલ્યાણ થશે. આવી મિથ્યાદૃષ્ટિની મિથ્યાશ્રદ્ધા છે, અને પ્રરૂપણા પણ મિથ્યાત્વની છે. આહાહાહા ! આકરી વાત છે ભાઈ. વીતરાગ માર્ગ આ છે. વીતરાગમાર્ગમાં રાગથી લાભ હો તો એ વીતરાગ માર્ગ છે જ નહીં. એ તો રાગી-અજ્ઞાનીનો મારગ છે, એ જૈન મારગ નહીં. એ રાગથી લાભ માનવાવાળા જૈન માર્ગ નહીં. આહાહાહા!
જૈનસ્વરૂપી આત્મા છે ને? વીતરાગસ્વરૂપી પ્રભુ છે, એ રાગથી તો ભિન્ન છે, તો અજ્ઞાનીને રાગ અને વીતરાગ સ્વભાવ, બેયની એકતાનો અધ્યાસ થઈ ગયો છે. આહાહાહા! પૃથકતાનો અધ્યાસ હોવો જોઈએ ભેદજ્ઞાન, એને ઠેકાણે એકતાનો અધ્યાસ થઈ ગયો છે. આહાહા ! છે? સ્વપરના એકત્વના અધ્યાસને કારણે, જ્ઞાનમાત્રથી-નિજમાંથી આત્મસ્વરૂપમાંથી ભ્રષ્ટ થયો છે. આહાહા ! જાણન–દેખન આનંદ ભગવાન આત્મા, એ રાગની ક્રિયા અને આત્માને એક માનવાથી, આત્માના જ્ઞાનથી-શાંતિથી ભ્રષ્ટ થયેલ. સમજાય છે? આત્મ સ્વરૂપથી. છે? ભ્રષ્ટ થયેલો પર એવા રાગ-દ્વેષની સાથે એક થઈને પોતાનું જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, વીતરાગસ્વરૂપ પ્રભુ આત્મા, એનાથી ભ્રષ્ટ થઈને, પર એવા રાગાદિ, દેખો ! પહેલાં કહ્યું હતું ને કે નિજમાંથી ભ્રષ્ટ થયોનિજમાંથી ભ્રષ્ટ થયો અને પર એવા રાગદ્વેષ સાથે એકત્વ કરીને, નિજમાંથી ભ્રષ્ટ થયો. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ, એનાથી ભ્રષ્ટ થયો અજ્ઞાની, રાગની એકત્વબુદ્ધિમાં, રાગને પોતાનો માનીને, રાગની સાથે એક થઈને, એ રાગની સાથે એક બનીને “જેને અહંકાર પ્રવર્યો છે.” આહાહા! એ પુણ્યભાવ ને પાપભાવ એ હું છું અહમ્....અહમ્....અહમ્ ત્યાં રહ્યો છે “અહંઅહીં જ્ઞાનાનંદમાં આવવો જોઈએ એને છોડીને રાગમાં અહં આવી ગયો છે. આહાહા ! સમજાણું કાંઈ?
“જેને અહંકાર પ્રવર્યો છે એવો પોતે “આ હું ખરેખર રાગી છું” ખરેખર અજ્ઞાનીને, હું રાગી છું ભાઈ ! હું રાગનો કરવાવાળો છું-રાગી છું. હું જ્ઞાતા-દેખા આનંદ છું એ તો અસ્ત થઈ ગયું. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ ! અપૂર્વ વાત છે. અનંતકાળમાં ક્યારેય કર્યું નથી. અનંત અનંત કાળ થયો, દિગમ્બર મુનિ પણ અનંત વાર થયો.
“મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો,”
મુનિવ્રત ધારણ કર્યા, અઠ્ઠાવીસ મૂળગુણ લીધા, પાંચ મહાવ્રત લીધા, નગ્નપણા લીધા પણ એ બધી ક્રિયા, રાગની ક્રિયા છે, એ તો આહાહાહા!( શ્રોતા:- કાળલબ્ધિ નહીં પાકી હોય) પુરુષાર્થ નથી કર્યો, કાળલબ્ધિ શું કરે? કાળલબ્ધિ પુરુષાર્થથી પાકે છે કે નહિ? આહાહા! પોતાનો કાળ-ક્રમબદ્ધમાં જે આવે છે-ક્રમબદ્ધમાં પુરુષાર્થ અકર્તાપણાનો છે. કાળલબ્ધિમાં ક્રમસર જે આવવાવાળું છે(એ) આવે છે પણ આવો નિર્ણય કરવાવાળાને રાગના અકર્તાપણાનો પુરુષાર્થ થઈ જાય છે, અને જ્ઞાતા-દેણાનો પુરુષાર્થ થાય છે. આહાહાહા! આવી વાત છે ભાઈ.
સર્વવિશુદ્ધ (અધિકારમાં) એમ કહ્યું છે, ક્રમબદ્ધમાં. ક્રમબદ્ધ થશે–સમય સમયમાં જે કમપર્યાય છે તે થશે, પણ કોને? એ નિર્ણય છે? કે જે રાગનો અકર્તા થાય છે અને જ્ઞાતા-દેખા થાય છે, એને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે. આહાહાહા ! આવી વાતું મોંઘી. આમાં કાંઈ મળે એવું નથી. તમારા ત્યાં પથ્થરા બથરામાં, ઈ છ ભાઈયું ભેગાં થાય, ત્યાં આવી વાત છે? ત્યાં છે? પૈસા મળ્યા પાંચ લાખ ને દશ લાખ ધૂળ લાખને થઈ રહ્યું! રસોડા જુદા ને ધંધો ભેગો!