________________
૩૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આંહી તો પરમાત્મા કુંદકુંદાચાર્ય સંત દિગમ્બર ! મહામુનિ-ભાવલિંગી સંત છે, અનંત આનંદની દશા અંદર પ્રગટ થઈ છે અને રાગ આવે છે તો એને પણ પોતાના જ્ઞાનમાં રહીને, પર છે એમ જાણે છે. પોતાનો છે એમ જાણતા નથી- વિકલ્પ આવ્યો છે અમૃતચંદ્રાચાર્યને ટીકા કરવાનો પણ જાણે છે, કે એ વિકલ્પ પર છે, મારી ચીજમાં એ છે નહીં. હું મારામાં છું ને રાગ પર છે, એવું જાણીને ભિન્ન, રાગથી ભિન્ન પોતાનામાં રહે છે. આહાહાહા ! આવો મારગ કઠણ પડે એટલે માણસને સહેલો રસ્તો બતાવી દે કોઈ આ દાન કરીને, ભક્તિ કરોને, પૂજા કરો. (શ્રોતાઃ- સહેલો ક્યાં છે ઊંધો છે!) પણ, એ કરી શકેને ઝટ દઈને, વ્રત પાળે ને, અપવાસ કરે ને, આ શેઠિયાઓને પૈસા ખરચવાનું કહે, એ પાંચ-દશ લાખ (ખર્ચે) તે એમાં શું ન્યાં કરોડપતિ હોય એમાં પાંચ લાખ ખર્ચે, ધૂળમાં, એમાં મનાવી દે ધર્મ, ધૂળમાંય ધર્મ નથી ! આંહી તો એમ કહે છે. આહાહાહા ! સમજાણું કાંઈ...?
એ આંહી કહે છે, બહુ સરસ ગાથા છે. આહાહા! લો, શેઠ? આ તમે આવ્યાને આ ગાથા સરસ આવી ગઈ છે. (શ્રોતા:- સમજવા તો આપશ્રીએ બોલાવ્યા છે!) “અજ્ઞાનમય ભાવ જ હોય છે. દેખો ! અજ્ઞાનમય ભાવ જ હોય છે-અજ્ઞાનીને રાગ અને પુણ્યના ભાવ છે એ અજ્ઞાન છે, તેનું-અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી રાગમય ભાવ જ એને અજ્ઞાન (જ) હોય છે, એ રાગ એ અજ્ઞાન છે. અજ્ઞાન અર્થાત મિથ્યાત્વ નહિ, પણ રાગમાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્યના કિરણ નથીજ્ઞાનનો અંશ નથી, એ કારણે અજ્ઞાની, એ રાગ-અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે એમ નહીં, પણ રાગમાં જ્ઞાનસ્વરૂપ ભગવાનાનો અંશ એમાં નથી એ કારણે રાગને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. આહાહાહા ! રાગ એ અજ્ઞાન છે, જ્ઞાન નહીં, આત્માનું જ્ઞાન નહીં એ. આહાહાહા ! સમજાણું કાંઈ ?
અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે દેખો, અજ્ઞાની, સ્વઆત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે અને રાગ આકુળતા ને દુઃખરૂપ છે-એ બેયના સ્વપરના એકત્વના અધ્યાસ બે છે તે એક એકતાનો અધ્યાસ છે એવી એની ટેવ પડી ગઈ છે એને, અને એનો જ પરિચય છે. “શ્રુતપરિચિત અનુભૂતા”—એ વાત સાંભળી છે ને! પરિચયમાં આવી ગઈ છે, ને રાગની એકતાનો અનુભવ છે. આહાહાહાહા ! છે અંદર? આ અત્યારની વાત નથી, આ તો હજાર વર્ષ પહેલાના અમૃતચંદ્રાચાર્યે લખ્યું છે. બે હજાર વરસ પહેલાં કુંદકુંદાચાર્યની ગાથા છે. એની આ ટીકા છે. સોનગઢની આ ટીકા નથી. (શ્રોતા:- પણ ટીકા છપાય છે ક્યાંથી?) છપાય ગમે ત્યાંથી, ગમે તે સ્થાનેથી પણ (શ્રોતાઃ- છાપખાનામાં) ગમે તે છાપખાને છપાય, એમાં શું છે. આહાહાહા !
“તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી થયેલો. ભગવાન તો જાણન-દેખન જ્ઞાતા-દેષ્ટા પ્રભુ છે. એ આવ્યું હતું ને આપણે અનાદિ જ્ઞાનસામાન્ય સ્વભાવની ઉપર, અનાદિ જ્ઞાન સામાન્ય જે સ્વભાવ ત્રિકાળ, એમ અનાદિ દર્શન સામાન્યસ્વભાવ, (એમ), અનાદિઆનંદ સામાન્ય સ્વભાવ, અનાદિ પુરુષાર્થ સામાન્યસ્વભાવ, એમ અનાદિ સામાન્ય અનંતગુણ સ્વભાવ, એ આત્મા છે. એનાથી ભિન્ન રાગાદિ તો ભિન્ન ચીજ છે. અહીંયા તો કહે કે વ્રત કરો, તપ કરો, અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો એનાથી