________________
ગાથા-૧૨૭
૩૨૩ (કહે છે કે ) અજ્ઞાનીને, સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે-ન હોવાને કારણે, ભિન્ન આત્માની રાગની ક્રિયાથી ભગવાન ભિન્ન છે, એવા ભિન્ન આત્માની, ખ્યાતિ નામ પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ અત્યંત અસ્ત થઈ ગઈ–અંધ થઈ ગયો છે, એ રાગને જ દેખે છે ને પુણ્યને દેખે છે, આત્માને દેખતો નથી. આહાહાહા ! આ પુણ્યના ફળ, ધૂળ-ધૂળ મળે, પાંચપચાસ લાખ, કરોડ બે કરોડ એને દેખે, પણ શું છે શું તારી ચીજ છે એ તો અજીવ તત્ત્વ છે. દયાદાનના પરિણામ એ પુણ્ય તત્ત્વ છે, હિંસા-જૂઠું-મમતામાં પૈસા મારા એવી મમતાના પરિણામ તો પાપ તત્ત્વ છે, તો અજીવ અને પુણ્ય-પાપ તત્ત્વથી જ્ઞાયકતત્ત્વ તો ભિન્ન છે. આહાહા ! આકરું કામ છે ભાઈ, સત્ય વાત બહુ, ભગવાનની કહેલી એવી એ ભગવાન સિવાય એ મારગ ક્યાંય છે નહિ. જિનેશ્વર સિવાય કોઈ સ્થાનમાં આ વાત સત્ય છે નહિ. આહાહા !
અહીં તો પરમાત્મા જે વાત કહે છે કે એ જ સંતો, જગત પાસે પ્રસિદ્ધ કરે છે. પ્રભુ! તને બેસે ન બેસે, સત્ય તો આ છે. ભગવાન આત્મા સસ્વરૂપ, એની ખ્યાતિ પ્રસિદ્ધિ એની હોવી જોઈએ અજ્ઞાનીને. રાગ ને પુણ્ય પાપની પ્રસિદ્ધિમાં આત્માની ખ્યાતિ પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ– આંધળો ગઈ ગયો છે. આહાહા ! શું કહે છે જુઓ ! કે જે અંદર પુણ્ય-પાપના ભાવને દેખવાવાળો, પોતાના છે એમ માનીને આત્મા એનાથી ભિન્ન છે એ એમાં અંધ થઈ ગયો છે અને પુણ્ય ને પાપના ભાવને જ દેખે છે. અને એ જ મારી ચીજ છે ને એમ માનીને, પુણ્ય પાપથી ભિન્ન ભગવાન આત્મા (ને નહિં દેખતો) આંધળો, અજ્ઞાની અંધ થઈ ગયો છે! “છે જ નહિ જાણે આત્મા’ આહાહા ! સમજાણું કાંઈ....?
અસ્ત થઈ ગઈ, અસ્ત ગઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે. દેખો અજ્ઞાનીને, સ્વપરનું ભેદજ્ઞાન-પૃથકતા નહિ હોવાને કારણે ભિન્ન આત્માની પ્રસિદ્ધિ જ્ઞાનમાં આવી નહીં, અને રાગાદિ પુણ્ય પાપના પરિણામ એના ખ્યાલમાં આવ્યા, તો એ અજ્ઞાનમય ભાવ જ હોય છે–એ રાગાદિ ભાવ એ અજ્ઞાનમય ભાવ જ છે, એમાં આત્માનું જ્ઞાન ને આનંદ એમાં છે નહીં. આહાહાહાહા! ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, શાસ્ત્રની ભક્તિનો રાગ હો, પણ એ રાગ છે, અજ્ઞાન છે, અજ્ઞાન અર્થાત્ એમાં આત્માના જ્ઞાનનાં કિરણ નથી-જ્ઞાનનો અંશ એમાં નથી. આહાહાહા! (શ્રોતા – એવી વાત કોને ચે?) ભાગ્યવાન હોય એને રુચે આ તો, ( શ્રોતા:- જે પુરુષાર્થ કરે એને ચે), અહીં પુરુષાર્થ (વાળાની વાત છે) સંસારનો અંત કરવો હોય, એની વાત છે. ભગવાન તમારું નામ તો ભગવાનદાસ છે. (શ્રોતા:- પણ એ રીતનું પરિણામ જોઈને ને!) ભગવાન તરીકે તો પ્રભુ બોલાવે છે બોતેર ગાથામાં, ભગવાન આત્મા ! આહાહા ! એ તો પુણ્ય ને પાપના તત્ત્વથી ભિન્ન ભગવાન છે ને ! અજ્ઞાનીને ભિન્નનો ભાસ નહિ હોવાથી, આત્મા પ્રસિદ્ધ છે એની પ્રસિદ્ધિ અને (નથી તેથી) અંધ થઈ ગયો.
સાક્ષાત્ બિરાજે છે પરમાત્મા રાગથી ભિન્ન, એની અજ્ઞાનીને, અંધકાર અજ્ઞાનમાં એની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ અને રાગની પ્રસિદ્ધિ જાગૃત થઈ ગઈ. એ રાગ એટલે પુષ્ય ને પાપના ભાવની અજ્ઞાનીને પ્રસિદ્ધિ છે એનું ભાન છે. ઝીણી વાત છે ભાઈ વર્તમાનમાં તો બહુ ગરબડ થઈ ગઈ એટલે લાગે એને, આ વળી શું છે આમાં આ તો એકાંત છે, એકાંત છે એમ કહે છે, તો કહો. પ્રભુ!