________________
૩૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકા:-અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે –શું કહે છે? નવ તત્ત્વ છે ને! તો પુણ્ય ને પાપ, આસવ-બંધ તત્ત્વ ભિન્ન છે અને આત્મતત્ત્વ ભિન્ન છે. આહાહા ! દયા-દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ તો આસ્રવ તત્ત્વ રાગ તત્ત્વ બંધતત્ત્વ છે. આહાહા ! ભગવાન આત્મા તો એનાથી જ્ઞાયકતત્વ, અબંધતત્ત્વ ભિન્ન છે. એ “અજ્ઞાનીને સમ્યક પ્રકારે – સમ્યક પ્રકારે એમ કેમ કહ્યું? કે ધારણામાં તો એણે લઈ લીધું હતું ‘અગિયાર અંગ” ભણ્યો હતો, તો કે રાગથી આત્મા ભિન્ન છે. રાગ તત્ત્વ પુણ્ય તત્ત્વ છે, આત્મા જ્ઞાયકતત્ત્વ છે, એવું ધારણા (જ્ઞાન) કર્યું હતું, પણ સમ્યક પ્રકારે ભેદજ્ઞાન નહોતું કર્યું. આહાહા! ઝીણી વાત છે ભાઈ. જિનેશ્વરનો મારગ, દુનિયામાં ક્યાંય છે નહીં, એનો મારગ કોઈ અલૌકિક છે.
અહીં તો કહે છે કે અજ્ઞાનીને સાચા પ્રકારથી સ્વપરનો વિવેક ન હોવાથી, ન હોવાને કારણે સાચા પ્રકારથી સ્વપરની જુદાઈનું જ્ઞાન નહિ હોવાથી, રાગની ક્રિયા ને સ્વભાવની ક્રિયા બેય ભિન્ન છે, જ્ઞાનસ્વભાવ-આનંદસ્વભાવ અને રાગભાવ એ બેયની ક્રિયા ભિન્ન છે, એવા ભિન્નનું ભાન ન હોવાથી, અજ્ઞાની-મિથ્યાષ્ટિ જીવ, અનાદિકાળથી વિવેક નહિ હોવાથી વિવેક ન હોવાને કારણે, ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. આહાહા ! એ રાગની ક્રિયાના પરિણામથી ભિન્ન આત્મા આનંદસ્વરૂપ, એવા ભિન્ન આત્માની પ્રસિદ્ધિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. આથમી ગઈ છે, અસ્ત નામ આંધળો થઈ ગયો છે. આહાહાહા !
ભગવાન આનંદમૂર્તિ પ્રભુ અનંત ગુણનો પિંડ સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ ! છે એને રાગની એકતાબુદ્ધિમાં ભેદજ્ઞાનની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ છે, આથમી ગઈ છે, એનો સૂર્ય અસ્ત થઈ ગયો છે. (શ્રોતા:- ક્યારથી અસ્ત થઈ ગયો છે?) અનાદિથી ! આહાહા! ભગવાન અંતર અતીન્દ્રિય આનંદનો પિંડપ્રભુ (છે). અજ્ઞાનીને એ રાગ અને આત્માની પ્રસિદ્ધિ નથી. રાગ ભિન્ન છે ને મારી ચીજ ભિન્ન છે, એવું ભાન નથી. તો અનાદિથી ભિન્ન આત્માની પ્રસિદ્ધિ, રાગથી ભિન્ન આત્માની સિદ્ધિ અસ્ત થઈ ગઈ છે. આહાહા ! માલ, માલની વાત છે ભાઈ આંહી તો, વીતરાગ મારગ છે, જિનેશ્વરદેવ પરમેશ્વર-પરમાત્મા એમની આ વાણી છે, કુંદકુંદાચાર્ય તો એ ભગવાનની વાણી સાંભળવા ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, ત્યાંથી આવીને (શાસ્ત્ર ) બનાવ્યા. ભગવાન આમ કહે છે, પ્રભુ એ તો એ કહે કે ભગવાન, કહે બેય એક જ વાત છે. છતાં ય જિનવરદેવ આમ કહે છે “બંધ અધિકાર'માં છે.
જિનવર પરમાત્મા એમ કહે છે કે અજ્ઞાનીને સ્વ-શુદ્ધચૈતન્યઆનંદ અને પર-રાગઆદિ-દુઃખ ને આકુળતા એ બેયની ભિન્નતાનું ભાન નહિ હોવાથી આત્મખ્યાતિ-આત્માની પ્રસિદ્ધિ રાગની એકતાબુદ્ધિમાં, આત્માની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ (છે.) આહાહાહા ! સમજાય છે ભાઈ ? રજનીભાઈ, ભાષા તો સાદી છે, પણ ભાવ ઝીણાં છે ને પ્રભુ.
અનંત અનંત ગુણનો ધામ ભગવાન નિત્યાનંદ પ્રભુ! જેમાં દયા-દાન-ભક્તિ આદિના વિકલ્પનો પણ જેમાં અભાવ છે, તો આવી ચીજનું ભાન નથી, તો રાગ અને સ્વભાવ બેયને એક માનવાથી, આત્મા જે છે શુદ્ધચૈતન્ય, (એની) પ્રસિદ્ધિ અને અસ્ત થઈ ગઈ. આહાહા! અરે, આવી વાત સાંભળવા ય ન મળે, તો કેમ પ્રયત્ન ક્યારે કરે ને ક્યારે (અનુભવ કરે ?) આહાહા !