________________
૩૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આહાહા ! વાહરાગનું રસોડું ભેગું-રાગ એ મારો છે-અજ્ઞાનીને, પણ મારો પાક એ જ રાગ છે, મારો પાક જ રાગ, દયા-દાનનો ભાવ એ મારો આ પાક છે, એમ અહંકાર ! અજ્ઞાનીને રાગનો અહંકાર છે, પણ રાગથી ભિન્ન મારી ચીજ એ આનંદકંદ છે એ વાત તો અસ્ત-અંધ થઈ ગઈ છે. ઝીણી વાત છે ભાઈ ! આહાહા !
- ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું ફરમાન આ છે–ભગવાનનો આ હુકમ છે, કે અજ્ઞાનીને, છે? રાગ-દ્વેષની સાથે એક થઈને, જેને અહંકાર પ્રવર્યો છે એવો પોતે (સ્વયં) સ્વયં કર્મના કારણે નહીં–સ્વયં જ હું વાસ્તવમાં રાગી છું એમ માને છે. આહાહા! હું તો પુણ્યવાન પુણ્ય કરું છું, દયા કરું છું, ભક્તિ કરું છું એ જ હું છું, એમ અજ્ઞાની માને છે. આહાહાહા! કહો, પંડિતજી? આવી આકરી વાત છે. છે? અંદર છે કે નહિ આ પાઠ? સામે પુસ્તક પડયું છે. (શ્રોતા – પણ એમાં કાંઈ સમજાય એવું નથી) ઘરનાં ચોપડા વાંચતા આવડે છે, ને ! આ વાંચતા ન આવડે! એમ કહે છે. વીતરાગની વાણી છે આ! આહાહાહા !
ખરેખર હું રાગી છું, અજ્ઞાનીને રાગની ખબર નથી હજી. ભક્તિનો રાગ છે, એ રાગ છે એનીય ખબર નથી. ભગવાનની ભક્તિ કરવી, વ્રત કરવા, શાસ્ત્રની ભક્તિ કરવી, શાસ્ત્રનો વિનય કરવો, એ (ભાવ) બધા રાગ છે. આહાહા! અજ્ઞાનીને, એ રાગ હું છું એવું જાણે છેરાગથી મારી ચીજ ભિન્ન છે એમ નથી જાણતો. આમ છે ભાઈ મારગ તો. આહાહા ! અરે, સાંભળવા મળે નહીં, એ વિચારે કેમ અને ક્યારે કરે આ. આહાહાહા ! મનુષ્યપણું ચાલ્યું જાય છે મોતની નજીક જાય છે તો મોત ! દેહનો અંત આવવાનો સમય તો નિશ્ચય છે એ દેહનો છૂટવાનો સમય નક્કી છે, તો જેટલો સમય જાય છે એ મોતની-મરણની સમીપ જાય છે. આહાહા! આમ છે ને ભગવાન. ભગવાન તારી ચીજ તો અંદર નિર્મળાનંદ છે ને નાથ ! આહા! તો એને ન જાણીને, રાગ હું છું હું રાગી છું દ્રષી છું.
અર્થાત્ હું રાગનો કર્તા છું, એ રાગ મારું કર્તવ્ય છે. દયા-દાન-વ્રત-ભક્તિનો રાગ છે, તો એ અજ્ઞાની માને છે કે રાગ મારું કર્તવ્ય છે– કર્તા-કર્મ અધિકાર છે ને? કર્તા માને છે એ અજ્ઞાની છે એમ કહે છે. આ તો તમારી બીડીયું બીડીયુનું તો ક્યાંય રહી ગયું. તમાકુંબમાકું તો ધૂળ બહાર રહી ગઈ. આહાહા !
અહીં આ રાગી હું છું, રાગ કર્તા હું છું, રાગી હું છું અર્થાત્ આ હું રાગને કરું છું. (શ્રોતાઅર્થાત્ રાગ મારો છે) એ રાગ મારો છે, કહો એ રાગ મારો છે તો રાગી હું છું કહો એ રાગનો કર્તા હું કહો એક જ વાત છે. આહાહા ! છે? આ હું રાગ કરું છું ષ કરું છું એમ માનતો થકો રાગી અને શ્રેષી થાય છે. આહાહા!
ભગવાન તો વીતરાગમૂર્તિ છે પ્રભુ અંદર. એને તો અસ્ત કરી દીધો છે, છે નહીં જાણે એમ કરી દીધું છે. આહાહા! ભગવાન વીતરાગમૂર્તિ, અનંતગુણનું ધામ, શાંત સાગર, એ તો જાણે છે નહીં અને આ રાગની ક્રિયા એ હું છું રાગી હું છું રાગનો કર્તા હું છું. તેથી અજ્ઞાનમય ભાવને કારણે, આ કારણે, તેથી એટલે આ કારણે, અજ્ઞાનમયભાવને કારણે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષને કરતો થકો કર્મોને કરે છે. એ રાગ-દ્વેષ કર્મ છે, કર્મ એટલે વિકારીકર્મ, એટલે જડકર્મની વાત નથી અહીંયાં. એ શુભાશુભ ભાવ છે એ કર્મ એટલે રાગનું કાર્ય, એ મારું કાર્ય