________________
૩૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ હોય તો!) એવી હોળી હોય તો? એ તો હોળી છે! (શ્રોતાઃ- આપ તો ઊતર્યા'તા એમાં!) ઊતર્યા'તા એ તો અમે રહ્યા હતા, અમે તો અમારામાં હતા, ત્યાં (અમે) નહોતા.
(શ્રોતા – એ તો સંયોગ છે) એ તો સંયોગી ચીજ છે. આંહી એ લોકો બિચારા (આવે) એની મા, ડોસી છે ને બહુ નરમ છે, વૃદ્ધ છે ને પ્રેમ ઘણો છે, એની માને બહુ પ્રેમ, છોકરાઓનેય પ્રેમ છે, ત્યાં ભાઈ મોટાને (પ્રેમ છે) અમે ત્યાં વડોદરા દિગમ્બર મંદિરનો પાયો નાખ્યો ને, માગશર સુદ દશમે, પચ્ચીસ હજાર રૂપિયા) દીઘા, શાંતિભાઈએ પચ્ચીસ હજાર દીધા, આ મંદિર પાંચ લાખનું મંદિર (બનશે ) તો મંદિર તો એનું એ પાંચ લાખનું મંદિર બનાવવું છે, બે લાખની તો જમીન લીધી છે. રહ્યા હતા ને અમે બાવીસ દિવસ રહ્યા હતા, પાંચ દિ' વડોદરા રહ્યા હતા ને અમે બાવીસ દિવસ રહ્યા હતા (તેમાં) પાંચ દિ' વડોદરા, આઠ દિ' અમારે પાલેજ, દુકાન હતી ને અમારી ત્યાં આઠ દિવસ ! પછી અમદાવાદ આવ્યા ને અહીં, માગશર વદ બારશે અહીં આવ્યા, હવે આ ઓલું ફાગણ વદ એકમ, બુધવારે રાજકોટ. આહાહાહા !
આંહી કહે છે કે “જ્ઞાનમય ભાવ જ હોય છે અને તે હોતાં, સ્વપરના ભિન્નત્વને વિજ્ઞાન ને કારણ –ધમને તો, પરની જુદાઈના વિજ્ઞાનના કારણે” જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ છે. આહાહાહા ! જ્ઞાન ને આનંદમાં ધર્મી તો સુ-વિશેષ, નિષ્ટ=સ્થિત એ અંદર છે, એ રાગમાં છે નહિ. શરીરમાં તો નથી પરમાં તો નથી મકાનમાં તો નથી, પણ રાગમાં નથી. આહાહા ! આવી વાતું ભારે આકરી બાપા! ભિન્નત્વ-સ્વપરની જુદાઈને કારણ, વિજ્ઞાનને કારણે જ્ઞાનમાત્ર એવા નિજમાં જ્ઞાનમાત્ર-આનંદમાત્ર-વીતરાગ સ્વભાવ હું છું એમાં સુનિવિષ્ટ (એટલે કે) સમ્યક્ પ્રકારથી સ્થિત થયેલો. આહાહાહા ! જ્ઞાન-આનંદ શાંતિ-સ્વચ્છતા પ્રભુતા આદિ અનંતગુણમાં સ્થિત છે. ધર્મી રાગમાં સ્થિત નથી. આહાહાહા ! પર એવા રાગ દ્વેષથી ભિન્નત્વને કારણ, આહાહા ! પુણ્ય ને પાપના ભાવ એ તો ભિન્ન પર છે. ઓહોહો!
દયા–દાન-વ્રત-ભક્તિ, દેવ-ગુ—શાસ્ત્રનું બહુમાન-વિનય, એ બધું રાગ છે, એ પર છે. પર એવા રાગ-દ્વેષથી ભિન્નત્વને કારણે નિજ રસથી જ' –પોતાના આનંદરસ ને શાંતરસથી જ “જેને અહંકાર નિવૃત્ત થયો છે'–નિજરસથી જ પરનો અહંકાર નિવૃત થયો છે–રાગ-દ્વેષના ભિન્નત્વને કારણે એમ. રાગ-દ્વેષના ભિન્નત્વને કારણે, નિજરસથી જ જેને અહંકાર નિવૃત થયો છે, આત્માના આનંદને કારણે, રાગથી ભિન્ન થઈને, પરનો અહંકાર નિવૃત્ત થયો છે-“રાગ મારો છે” એવો અહંકાર છૂટી ગયો છે. લક્ષ્મી મારી છે, શરીર મારું છે એ તો ક્યાંય દૂર રહી ગઈ, એ તો ધૂળ બહાર છે. આહાહાહા ! સમજાણું કાંઈ....?
પણ, દયા-દાનનો રાગ એ મારો છે એનાથી નિવૃત્ત થઈ ગયો છે. આવી વાત. અહમ્હું તો શુદ્ધ ચૈતન્યઘન-આનંદ છું, રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયો છે, તો એમાં દિકરા મારા ને બાઈડી મારી ને છોકરા મારા ને પૈસા મારા ને મકાન મારા, એ તો ક્યાંય ધૂળ રહી ગઈ ! આહાહા ! બહુ આકરું આ કામ ભાઈ ! વીતરાગ મારગ, જ્ઞાનમાં આવવું અલૌકિક વાત છે! આહાહાહા !
અહીં તો કહે છે કે ભલે તને રાગની આસક્તિ ન છૂટે, પણ શ્રદ્ધામાં રાગનો અહંકાર છૂટી જવો જોઈએ. સમજાણું કાંઈ ? આહાહા! રાગની આસક્તિ તો જ્ઞાનીને પણ હોય છે, પણ એનો