________________
ગાથા-૧૨૭
૩૨૧ અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.
જ્ઞાનીને તો, સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક પ્રકારે સ્થિતિ) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી.
ભાવાર્થ-આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને
સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તેજ મારું સ્વરૂપ છેતેજ હું .”આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીણી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીણી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
ગાથા-૧૨૭ ઉપર પ્રવચન अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दुण कुणदि तम्हा दु कम्माणि।।१२७।।
અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને;
પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. ટીકા:- સૂક્ષ્મ વાત છે ભાઈ, અનંત કાળમાં એણે ભેદજ્ઞાન કર્યું નથી ! અને “ભવજ્ઞાન પ્રસિદ્ધ સિદ્ધા વેવિન વોવનમ”- જે કોઈ અત્યાર સુધીમાં મુક્તિ પામ્યા છે, એ ભેદજ્ઞાનથી પામ્યા છે રાગથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એવા ભેદજ્ઞાનથી સિદ્ધિને પ્રાપ્ત કરી છે. “ભેદજ્ઞાન સિદ્ધા સિદ્ધા યે કિલ કેચનમ્” –જેટલા પણ મુક્તિને પામ્યા છે એ બધાય રાગથી ભિન્ન નિજ સ્વરૂપને પ્રાપ્ત કરીને પામ્યા છે. અને “તચૈવ અભાવ તો બદ્ધા”_ભેદજ્ઞાનના અભાવથી બંધાયા છે. આહાહા ! પોતાનું સ્વરૂપ જ્ઞાયક ચૈતન્ય આનંદ, શુદ્ધ ચિદાનંદ પ્રભુ અને રાગના ભાવ મલિન ને દુઃખરૂપ, બેયની એકતાના ભાવથી બંધાયા છે. અને એ બંધાયા છે એ જ સંસારમાં રખડે છે, સૂક્ષ્મ છે ભાઈ, મારગ તો આવો છે. જુઓ! વર્તમાનમાં તો ગરબડ બહુ થઈ ગઈ છે પ્રભુ માર્ગ તો આવો જ છે.