________________
ગાથા-૧૨૬
૩૧૯
એવા નિર્મળ પરિણામનું જ એમને કર્તૃત્વ છે. આહાહા ! અને અજ્ઞાનીને સ્વપ૨નું ભેદશાન નથી, ચૈતન્ય ભગવાન શુદ્ધ ચૈતન્યઘન અનંત અનંત અનંત ગુણ પવિત્રતાનું ધામ પ્રભુ છે અને રાગ આદિ વિકલ્પ ઊઠે છે એ ૫૨ છે, એવા પરનું ને સ્વનું, અજ્ઞાનીને ભેદજ્ઞાન થયું નથી, જુદાપણાનું ભાન થયું નથી. આહાહાહા ! છે ? એટલા માટે ભેદજ્ઞાન નથી તે કા૨ણે, રાગની ક્રિયા ભક્તિની (ક્રિયા ) ભગવાનની –દયા, વિનયની (ક્રિયા ) શાસ્ત્રના બહુમાનનો જે રાગ છે, એ રાગ અને પોતાના સ્વભાવનું ભેદજ્ઞાન અજ્ઞાનીને નહિ હોવાથી, મારગ તો આવો છે ભાઈ, આહાહા ! અજ્ઞાનમય ભાવનું જ કર્તૃત્વ છે અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી, તે કા૨ણે ૫૨નું અને સ્વનું જુદાપણાનું ભાન નથી, એ કા૨ણે અજ્ઞાનમય ભાવનો જ કર્તા છે. એ તો દયા દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ એનો એ અજ્ઞાની કર્તા છે. આ ભાવાર્થ થયો.
હવે આ કહે છે કે જ્ઞાનમય ભાવથી શું થાય છે, અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે એ શ્લોક( ગાથા ) કહે છે. ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત-મુનિ એને બનાવેલ છે. ગાથા૧૨૭. જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છેઃ
ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. ચારે અનુયોગોમાં કહેવાની વાતનું ફળ વીતરાગતા છે. પણ એ વીતરાગપણું પણ સ્વાશ્રયે થાય માટે નિશ્ચય કહ્યું; છતાં, તે વીતરાગપણું દ્રવ્યમાં નથી. એ તો ૫૨મ વીતરાગમૂર્તિ પ્રભુ છે ! ત્યારે કહે કેઃ છે ને...! પર્યાયમાં છે. તે વ્યવહા૨માર્ગે છે, એમ કહીએ છીએ.
હવે, એકકો૨ ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિશ્ચય કહ્યો. એકકો૨ વ્યવહાર કહ્યો. બેય (ધ્યાન ) ને અંતર્મુખાકાર સ્વાશ્રય નિશ્ચય કહ્યો. અને અહીં કહે છે કે, એ તો વ્યવહા૨માર્ગ છે. આહા... હા ! ( પાઠમાં ) એમ છે કે નહીં ?
હવે, લોકોને આ બેસવું મુશ્કેલ પડે. પોતાની દરકાર કરે નહીં એને શું ( કહેવું ), બાપા ?
આ રીતે વસ્તુ પૂર્ણ શુદ્ધ છે. જેમાં પર્યાય નથી. એવી જેને દૃષ્ટિ ન થાય તો તો તેણે આત્માનો સ્વીકાર કર્યો નથી. જે વસ્તુમાં મોક્ષમાર્ગની પર્યાય, ધ્યાનની પર્યાય પણ નથી; એવું જે પૂર્ણ સ્વરૂપ ભગવાનઆત્મા, એનો સ્વીકાર પર્યાયમાં થાય; જે પર્યાય એમાં નથી; પણ પર્યાયમાં એનો સ્વીકાર થાય; ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય. છતાંય, એ સમ્યગ્દર્શનની પર્યાય દ્રવ્યમાં નથી, (એમ ) શુદ્ઘનય કહે છે. આ તો ૫૨મ સત્ય ત્રિલોકનાથ જિવેંદ્રના મુખારવિંદથી નીકળેલું છે. માથે (ટીકામાં ) આવી ગયું છે. “એમ ૫૨મ જિવેંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.”
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૦૧,નિયમસાર નો શ્લોક-૧૧૯ )