________________
ગાથા-૧૨૬
૩૧૭
આત્મખ્યાતિ છે, આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આહાહા ! તો આત્માની ખ્યાતિ, પ્રસિદ્ધિ, ધર્મીને આત્માની પ્રસિદ્ધિ થઈ છે. અજ્ઞાનીને વિકારની પ્રસિદ્ધિ થાય છે. સમજાણું કાંઈ...?
( શ્રોતા:- ગુરુથી જ્ઞાન મળે ત્યારે થાય ને ) કોઈથી મળતું નથી, પોતાથી મળે છે. શેઠ ? પોતાથી મળે ત્યારે ગુરુગમથી મળ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે છે. કોઈથી મળતું નથી. ( શ્રોતાઃ– પોતાથી મળે પછી ગુરુને નિમિત્ત કહેવાયને !) એ કર્યું તો પછી વ્યવહા૨થી કહેવામાં આવે છે, નિમિત્ત હતું–એ ગુરુ નિમિત્ત હતા. પણ આ મળે, પછી કહેવામાં આવે છે, ( શ્રોતાઃએ પહેલા) એ પહેલાં એને મળ્યા જ ક્યાં છે? આંહી તો ગુરુથી, ત્રણલોકનો નાથ ને ત્રણલોકના નાથની વાણી, એ પણ ઇન્દ્રિયનો વિષય છે. આહાહા !( શ્રી સમયસાર ) એકત્રીસમી ગાથામાં આવ્યું છે. આ ભગવાન ત્રણલોકના નાથ આમ બિરાજે છે સમોસ૨ણમાં અને વાણીદિવ્યધ્વનિ નીકળે છે, તો એ ઇન્દ્રિય છે, જો પોતાનું લક્ષ ત્યાં જશે તો રાગ થશે. આહાહા !
અને ભગવાન તો એમ કહે છે કે અમારા ઉપર તારું લક્ષ જશે તો તારી ચૈતન્યગતિમાં દુર્ગતિ થશે, દુર્ગતિ નામ રાગ થશે. ( શ્રોતાઃ– છતાં પણ સમોસરણમાં દોડતાં–દોડતાં જાય છે !) દોડતાં–દોડતાં જતા નથી, અંતરમાં (નિજની ) ભાવનામાં એકાગ્ર થતા જાય છે. એ રાગ આવે છે એના પણ જ્ઞાતા થઈને જાય છે. આવી વાતું છે, ઝીણી વાત બાપુ ! જિનસ્વરૂપી ભગવાન એને ૫૨ની અપેક્ષામાં જ્ઞાન શી રીતે હોય ? એને તો પોતાના જ્ઞાનમય વીતરાગી ભાવ છે, એ એનું કાર્ય છે. કેમ કે સભ્યપ્રકારે સ્વપરનો વિવેક થઈ ગયો છે.
રાગનું-૫૨નું તો ઠીક પણ, ૫૨સંબંધી (જે ) રાગ આવ્યો એનો પણ વિવેક થઈ ગયો રાગથી હુંભિન્ન છું. ભિન્ન આત્માની ખ્યાતિ-આત્માની પ્રસિદ્ધિ અત્યંત ઉદય પામી છે. આત્માની પ્રસિદ્ધિ અત્યંત પ્રગટ થઈ ગઈ છે હું તો આનંદ છું હું શાંતિ છું હું વીતરાગ-સ્વચ્છ છું. એવી (આત્માની પ્રસિદ્ધિ) અત્યંત ઉદય નામ પ્રગટ થઈ ગઈ છે. આહાહા ! એ કારણે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે. સમજાણું કાંઈ ? બહુ કળશ ઊંચો છે. અમૃતથી ભર્યાં છે કળશ. આહાહાહા !. અમૃતનો સાગર ભગવાન એની સન્મુખ જ્યાં થયો ને જ્ઞાન થયું તો રાગથી ભિન્ન થઈને–સ્વપ૨નો વિવેક થયો, તો ત્યાં વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય છે. અને આ ભાવ અજ્ઞાનીને, એ ભાવ નામ કાર્ય જે થાય છે અજ્ઞાનીને, અજ્ઞાનમય છે. રાગમય ભાવ છે, પુણ્યમય ભાવ છે, પાપમય ભાવ છે, એ અજ્ઞાનભાવ છે.
૫૨ની સાથે તો કાંઈ સંબંધ છે નહિ, અજ્ઞાની કર્તા થઈને અજ્ઞાન ભાવ રાગાદિ દ્વેષનો કર્તા થાય છે. દયા, દાન, વ્રત, આદિ પરિણામનો અજ્ઞાની કર્તા થાય છે એ અજ્ઞાનીનું કાર્ય છે. આહાહા ! ( શ્રોતાઃ– અજ્ઞાની ૫૨નું ન કરી શકે ? ) પરનું શું ધૂળ કરે ? એ માટે તો આ ગાથા છે. જ્ઞાની જ્ઞાનનો કર્તા, અજ્ઞાની અજ્ઞાનનો કર્તા, ૫૨નો કર્તા તો છે નહીં. આહાહા ! ગાથા બહુ ઊંચી છે. આહાહાહા ! કેમ ? અજ્ઞાનમય ભાવ છે ? કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે રાગ અને ભગવાન ભિન્ન છે એનો વિવેક અજ્ઞાનીને છે નહિ. ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે– સામે–સામે વાત લીધી છે જ્ઞાનીને ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત પ્રસિદ્ધ થઈ ગઈ છે ( અને ) અજ્ઞાનીને ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. વિશેષ કહેશે.
( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !)