________________
ગાથા-૧૨૬
૩૧૫ સ્વભાવી આત્માનું જ્ઞાન થયું તો એની પર્યાયમાં વીતરાગતા જ આવે છે. આહાહાહા! આ એક શબ્દમાં આટલું ભર્યું છે.
આ ભાવ કર્તાનો ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. જ્ઞાનીને જ્ઞાનમય જ છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઊઠે છે પણ એનું જ્ઞાનીને જ્ઞાન છે, એમને આ વ્યવહાર-રત્નત્રયનો રાગ, એ જ્ઞાનીનું કાર્ય નહિ. સમજાણું કાંઈ....?
છે? ત્રીજી લીટી છે ત્રીજી, એમાં ઘણું ભર્યું છે આ કાંઈ કથા નથી, વાર્તા નથી, આ તો ભગવાનની કથા ભાગવત કથા છે. આહાહા ! ત્રણ લોકનો નાથ વીતરાગ સર્વશદેવ પરમેશ્વર અકષાય કરુણાથી વાણી નીકળી છે, એ સંતો, જગત પાસે જાહેર કરે છે. પ્રભુ, તું કેવો છો, તારામાં તો અનંતગુણ–વીતરાગી સ્વભાવ છે ને પ્રભુ, કોઈ કષાયવાળો ગુણ છે નહિ તારામાં, રાગ કરવો એવો કોઈ ગુણ છે જ નહિ, દયા પાળવી, ભક્તિ કરવાનો રાગ એ રાગ કરવો, એવો તારામાં અનંતગુણમાં કોઈ ગુણ છે નહીં. એ અનંતગુણ વીતરાગી છે. કેમ કે જિનસ્વરૂપ છે તો અનંતગુણ જિનરૂપી–વીતરાગી સ્વરૂપ છે. એની જ્યાં દૃષ્ટિ થઈ તો વીતરાગી પર્યાય એ એનું કાર્ય છે. કર્તા આત્મા વ્યવહારથી કહે છે. પર્યાય વીતરાગી કાર્ય, નિશ્ચયથી તો વીતરાગી કાર્ય ને વીતરાગી કર્તા એ પર્યાય છે. આહાહા ! આકરી વાતું બહુ બાપુ !
લોકો કંઈક ટૂંકમાં માનીને બેસી જાય ! અમે સમજી ગયા! ભાઈ, વીતરાગી મારગની ગહનતા, આહાહા ! ત્રણ જ્ઞાનના ધણી એકાવતારી ઈન્દો સાંભળવા આવે છે, તો તેની ગંભીરતા કેટલી હશે? એકાવતારી એકભવતારી ! સુધર્મ દેવલોક (ના) ઇન્દ્ર ને ઇન્દ્રાણી એકભવતારી-એક મનુષ્યભવ કરીને મોક્ષમાં જશે એવી તાકાત છે. શાસ્ત્રમાં લખાણ છે કે એ પણ સાંભળવા આવે છે, ત્રણશાનના ધણી એકાવતારી એકભવતારી તો એ વાણી કેવી હશે ભાઈ? આહાહા!
એ અસંખ્ય દેવનો લાડો! સ્વામી ! એ ત્યાં(થી) છોડીને સાંભળવા આવે ભગવાન પાસે અને એને પોતાને ખબર છે કે હું એક ભવ કરીને મોક્ષ જવાવાળો છું. મારે છેલ્લો ભવ મનુષ્યનો છે, હવે ખબર છે, તો પણ સાંભળવા આવે છે. પ્રભુ! એ વાણી કેવી હોય. (શ્રોતા:એ કાંઈ વેપાર નથી કરતા) કરોડો અપ્સરા હોય, અસંખ્ય દેવનો સ્વામી છે, બત્રીસ લાખ તો વિમાન છે, એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે, કરોડો અપ્સરાઓ છે. મારું કાંઈ નથી, હું છું ત્યાં એ ચીજ નથી, એ ચીજ છે ત્યાં હું નથી. હું તો આનંદ ને જ્ઞાનમય આત્મા છું. એ સ્ત્રીઓ અને બત્રીસલાખ વિમાન એ મારા નથી. અરે, મારા દેવ ને અમારા ગુરુ એ પણ નહિ કેમ કે એ પરદ્રવ્ય છે. એ મારા ક્યાંથી થશે? ઝીણી વાત છે પ્રભુ! આહાહા ! (શ્રોતા:- પ્રભુ થવાની વાત છે) પ્રભુ થવાની જ વાત પ્રભુ પોતે પ્રભુ જ છે-આત્મા ભગવાન પ્રભુ છે તો પ્રભુપણે થઈ જશે. પણ પ્રભુની પ્રતીતિ આવનારની વાત છે અહીં. આહાહાહા !
આંહી તો શું કહે છે કે કર્તા થાય છે એ ભાવ આત્માનું કર્મ છે. આત્મા એનો કર્તા આ ભાવ જ્ઞાનીનો જ્ઞાનમય “જ'! “જ' શબ્દ પડ્યો છે. આહાહા ! ધર્મી-ધર્મ કરવાવાળો, એને કહીએ કે ધર્મીના પરિણામ ધર્મમય-વીતરાગમય હોય, એ વીતરાગમય (ભાવ) કાર્ય છે ને આ વીતરાગમયનો કર્તા આત્મા છે. બસ, બીજો લગાવ છે નહિ. આહાહા ! સમજાણું કાંઈ..?