________________
ગાથા-૧૨૬
૩૧૩
બેસીને થઈ રહ્યું જિંદગી ગાળવી. (શ્રોતાઃ- પ્રચાર માટે તો બહાર જવું પડે ને !) કોણ જાય ? કોણ આવે ? શરીરની પર્યાય શરી૨માં થવાવાળી થાય છે તો થશે આત્મા શરીરને ચલાવી શકે ને પુસ્તક દઈ શકે ને એવું છે નહીં. આહાહાહા ! કહો, શાંતિભાઈ ? આ તમારે બધા પૈસાવાળાને આ ભારે મોંઘું પડે એવું છે. ( શ્રોતાઃ– પૈસાવાળાને તો સોંઘું છે પૈસા કમાવા ને એમાં રોકાઈ જવું ! ) ધૂળે ય કમાતો નથી, અરે એ જડની પર્યાય છે, એ જેમાં જવાવાળી જશે જ, રહેવાવાળી રહેશે, આત્મા એ પર્યાયનો કર્તા છે નહીં. આહાહા !
ધર્મી તો એ સંબંધી જે રાગ થાય છે એ રાગના પણ કર્તા નહીં, કેમ કે જ્ઞાનમયમાં પ્રભુ તો સર્વજ્ઞસર્વજ્ઞ સ્વભાવી ચૈતન્ય પ્રભુ આત્મા, એ સર્વને જાણે કે સર્વનું કંઈક કરે ? ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે, સર્વજ્ઞપર્યાય પ્રગટ થાય છે તો કેવળીને પણ આ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ પડયો છે, તો સર્વજ્ઞસ્વભાવમાં સર્વ જાણવાનો સ્વભાવ છે એનો, પણ પોતાના સિવાય રાગાદિ ૫૨નું કરવાનો એનો સ્વભાવ છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ ?
એમાં શરી૨ જુવાન હોય, પચીસ વરસનો જુવાન બચારો કેવો હતો એ, એ તો સાંભળવા આવ્યા’તા બિચારા, બાપ-દિકરો બેય હજી શુક્રવારે તો અહીંથી ગયા, નખમાં રોગ નહોતો, હમણાં તો પગે લાગતા આમ, મારું ધ્યાન જાતું કીધું રમણિકનો દિકરો લાગે છે. આહાહાહા ! લ્યો પણ એ દેહની પર્યાય જે ક્ષણે પડવાની હોય બાપું. આહાહાહા ! એ પર્યાયનું પરિણમન તેનું પોતાનું છે, અનાદિ પરિણામ એનાં છે જેમ અનાદિ ધ્રુવ એ છે-૫૨માણુ ને આત્મા ધ્રુવ છે અનાદિ, એમ પરિણામ પણ અનાદિના છે. એ પરિણમન કરે છે અનાદિથી ( એ ) પરિણમન કરે છે. આહાહા ! તો વર્તમાન પરિણમન પણ એવું છે એનું. આહાહા ! જ્ઞાનીનું વર્તમાન પરિણામ જ્ઞાન ને શ્રદ્ધા છે. આહાહાહા ! ( શ્રોતાઃ- જ્ઞાનીના તો જ્ઞાનમય ભાવ ) એ કીધાં ને જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ છે. એ શબ્દમાં શું આવ્યું ?
ધર્મી જીવ, જેને સમ્યગ્દર્શન છે હું આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ છું ચિન છું-આનંદકંદ છું, હું શાયકસ્વભાવથી પરિપૂર્ણ છું અનાદિ જ્ઞાયક ભાવથી હું ધ્રુવ જ છું. અનાદિ જ્ઞાયક ભાવથી હું સામાન્ય ધ્રુવ જ છું, એવી દૃષ્ટિ થઈ તો એ ધર્મીને તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય-સ્વચ્છતામય, પ્રભુતામય, વીતરાગતામય કેમ કે આત્મા પોતે વીતરાગસ્વરૂપ છે તો એની પર્યાયમાં વીતરાગતા જ આવે છે. આહાહાહા ! તો કહે છે ને નીચે સમ્યગ્દર્શન સરાગી છે, એમ છે નહીં. જિનસ્વરૂપી આત્મા–જિનસ્વરૂપી, વીતરાગસ્વરૂપી છે, તો સમ્યગ્દર્શનની પર્યાય વીતરાગી ( જ ) છે. ચોથે ગુણસ્થાને છે, ભાઈ, આહાહા !
“ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન;
મત મદિરાકે પાનસોં, મતવાલા સમજે ન.”
આહાહા ! મત એટલે મદિરા દારૂ પીધો છે એ સમજે નહિ કે હું શું ચીજ છું ને પરિણામ કોને કહેવાય, અહીં મારે એમ કહેવું છે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત (હોય ને ) આગળ વીતરાગ સમકિત, સમ્યગ્દર્શન એ વીતરાગ પર્યાય છે. કેમ કે આત્મા વીતરાગ જિનસ્વરૂપ છે. ભગવાન આત્મા જિનસ્વરૂપ છે, ત્રિકાળ જિનસ્વરૂપ છે, તો જિનસ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન એનું હોય એ વીતરાગી પર્યાય જ થાય છે. ચોથે ગુણસ્થાને પણ સમ્યગ્દર્શન વીતરાગી પર્યાય છે.