________________
૩૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પર્યાયથી ત્યાં અક્ષર પડે છે. (શ્રોતાઃ- આ જીતુભાઈ લખે છે ને!) જીતુભાઈ લખે છે એ ખોટી વાત છે. આહાહાહા ! આવી વાતું છે ગળે ઊતરવું કઠણ જગતને.
એ જુવાનજોધ શરીર નિરોગી જેના નખમાંય રોગ ન હોય ને (એક) ક્ષણમાં ઉત્પન્ન થાય, પેટમાં દુખાવો કંઈ ખાધું પાલીતાણા જઈને, આંહીંથી શુક્રવારે ગયો. શુક્રવારે, આજે તો બુધવાર છે, ત્યાં તો આમ પેટમાં દુખાવો ઉત્પન્ન થયો! આહાહાહા! જે સમય જે પર્યાય થવાની (એ થાય જ.) એ વઢવાણ લઈ ગયા ને પછી અમદાવાદ લઈ ગયા, દેહ છૂટી ગયો શરીર જોયું હોય તો લઠ્ઠ જેવું. બાબુભાઈ બેઠા ત્યાં પાછળ, પાછળ હમણાં આંહી પગે લાગતો'તો તે બુધવારે અહીં હતો. આહાહા ! પચ્ચીસ વરસનો જુવાન, એના બાપનો એકનો એક દિકરો, એની મા મરી ગયેલા, એ બાપ ને દિકરો ને દિકરાની વહુ, હવે સાસરો ને વહુ બે રહ્યા. અરે રે! કોણ કોના બાપા? કોણ કોને રોકે? આહાહા ! અભિમાન, અભિમાન, અભિમાન, મિથ્યાત્વનું અભિમાન ! હું એનો કર્તા છું હું એનો રક્ષણ કરવાવાળો હું એને મદદ કરવાવાળો છું! હું એને રાખું છું, જ્ઞાનીને એવા પરિણામનો કર્તા હું છું એવું છે નહીં. આહાહાહા! ચક્રવર્તીના રાજ્ય હોય જ્ઞાનીને, છ ખંડ ને છગ્નેહજાર સ્ત્રીઓ પણ જ્ઞાની, એનાં પરિણામ મારા છે, એમ માનતા નથી અને હું એને રાખી શકું છું એમ માનતા નથી, અને પોતાનામાં રાગાદિ થાય છે એ મારું કર્તવ્ય છે એમ માનતા નથી. આહાહા!
હું તો જ્ઞાન ને આનંદ છું, સચ્ચિદાનંદ પ્રભુ સત્ શાશ્વત સત્ શાશ્વત, જ્ઞાન, આનંદ ને શાંતિનો સાગર હું છું, આવી દષ્ટિ જ્યારે ધર્મીની થઈ તો એનાં પરિણામમાં શાંતિ ને વીતરાગતા ને સ્વચ્છતા જ્ઞાન ને પ્રતીતિના પરિણામ એનાં છે. એનાં પરિણામ રાગ, દયા, દાન, વ્રતના પરિણામ એનાં નહિ. આહાહાહાહા ! આવું આકરું કામ છે.
અરે ! જનમ-મરણથી મરી ગયો છે, અત્યાર લગી અનંતકાળથી ભાઈ, ચોરાશીના ચોરાશી લાખ યોનિમાં, એક એક યોનિમાં અનંત અવતાર કરી ચૂક્યો છે મિથ્યાત્વને લઈને, એ મિથ્યાત્વ પરને પોતાનું માનવું ને પોતાનું સ્વરૂપ) પોતે ભૂલી જવું. આહાહાહા!
ભગવાન આનંદનો નાથ છે તેને ભૂલી જવો, અતીન્દ્રિયજ્ઞાન ને આનંદનો સાગર નાથ ! એને ભૂલી જવું અને પર, પોતાના નથી તેને પોતાના માનવા. આહાહાહા! એમ માનીને મિથ્યાત્વથી અનંતકાળ(થી) રખડે છે. કહે છે કે જ્ઞાની થાય છે તો જ્ઞાનમય પરિણામ છે. આહાહાહા ! એ ભગવાનની ભક્તિના પરિણામ પણ એનાં નહિ. આહાહાહા ! એ શાસ્ત્રના વાંચનના વિકલ્પ ઊઠે છે એ પણ જ્ઞાનીના નહિ, સાંભળવામાં જે વિકલ્પ ઊઠે છે, એ જ્ઞાનીનો નહીં. આહાહા! ઝીણી વાત છે પ્રભુ, ધર્મીના તો ધર્મપરિણામ, વીતરાગી, શાંતિ ને જ્ઞાતાપરિણામ એનાં છે. એ પરિણામ તેનું કાર્ય છે-કર્મ છે અને એ પરિણામના આત્મા કર્તા છે. આહાહાહા !
આ પુસ્તક બનાવવા ને પુસ્તક વેંચવા ને, એ બધું જડની પર્યાય છે. (શ્રોતા:- આપણે તો નક્કી કર્યું છે કે પુસ્તકનો જ પ્રચાર કરવો) કોણ કરે? વિકલ્પ ઊઠે, પણ એ ક્રિયા પરથી થાય છે તો થશે! પ્રચાર-પ્રસાર કરે કોણ? પોતાની પર્યાયમાં કરે કે પરમાં કરે? આકરી વાત છે બાપુ! અત્યારે તો ફેરફાર બહુ થઈ ગયો છે, અત્યારે તો સંપ્રદાયમાં આખી લાઈન ફરી ગઈ છે. આહાહા ! મૂળ સત્યને શોધવાની દરકાર જ જગતને ઓછી, જેમાં પડયાં એમાં માનીને