________________
ગાથા-૧૨૬
૩૧૧
મુંબઈમાં તો આકરું પડે ભારે આ. આ તમારા જેવા કરોડપતિઓને તો આકરું પડે, આકરું. છોકરાઓ કરોડપતિ છે બધા, ધૂળપતિ છે. ( શ્રોતાઃ– એ ધૂળ વગર દાણા આવે છે ? ) ધૂળ વિના જ દાણા આવે છે, એ તો કીધું ને ? ‘ખાનેવાલેકા નામ દાને દાને પે હૈ’-એનો અર્થ શું ? કે જે દાણા આવવાના છે આવશે જ, નહિ આવવાવાળા નહિ આવે. તારા પ્રયત્નથી આવે છે (આવશે ) એવું છે નહીં ? ( શ્રોતાઃ– પૈસા વિના આવે છે ) પૈસા વિના જ આવે છે આવ્યું કે નહીં શેઠ–ખાના૨નું નામ છે દાણા ઉ૫૨ ? નામ ( છે ) એનો અર્થ છે કે જે ૫૨માણું આવવાવાળા છે, એ, એ સમયે આવશે, તારા પ્રયત્નથી નહિ આવે, તું રાગ ક૨ે તો એવો આહાર આવશે, એવું છે નહીં. ( શ્રોતાઃ- પૈસા વગર આવે છે?) પૈસા ! પૈસા કોણ દે ? પૈસા પણ પરમાણુની પર્યાય છે–જવાવાળી જાય છે એનોય કર્તા આત્મા નહીં. નોટ ગણી-ગણીને જાય છે, એ નોટના પરિણામના કર્તા (તે ) નોટ છે. આત્મા માને કે હું એને દઉં છું એ કાર્ય મારું છે, મૂંઢ છે. ( શ્રોતાઃ– એ તો હાથ ચલાવે !) હાથ ચલાવું છું એમ માને છે ( આવી માન્યતાવાળો ) એ મૂંઢ છે. આહાહાહા !
એ ૫૨માણુની પરિણમન ( એ પરિણમન ) શક્તિ એમાં છે, તો એ પરિણમનથી એ હાથ હાલે છે. એ પરિણામ હું કરું છું મિથ્યાત્વદૃષ્ટિ-અજ્ઞાની છે. આખી દુનિયા પાગલ છે. આવી વાત છે પ્રભુ. જુઓ ને, ક્ષણભંગુર છે શરી૨ ! આ એ લઠ્ઠ જેવું શરીર ક્ષણમાં દેહ છૂટી ગયો. આહાહા ! અને આયુષ્ય હોય તો જીર્ણ શરીર હોય તોય પાંચ-પચ્ચીસ વ૨સ કાઢે, એ પરિણમન થવાની પર્યાય છે તો એટલા (વરસ ) કાઢે ! નહિતર... જુવાનજોધ, લઠ્ઠ જેવું શરી૨ (શ્રોતાઃ- પણ દાક્તર તો કંઈક કરેને ) દાક્તર ? દાક્તર-દાક્તરનું શું દાક્તર પોતે મરી ગયા બિચારા, દાક્તરનો બાપ નહોતો અહીંયા છ વરસ સુધી અસાધ્ય એ પછી કંઈક આપેને, અસાધ્ય મરી ગયો ! છ વ૨સ સુધી દાક્તરનો બાપ મોટો દાક્તર, આ રાજકોટમાં પણ એમાં શું કરે ?
આહાહાહા!
આંહી તો ૫૨માત્મા એમ કહે છે કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય તો આડતિયા થઈને માલ બતાવે છે ૫૨માત્માનો આ ફરમાન છે, ભાઈ ! આહાહાહા ! એ ભાવ જ્ઞાનીને-ધર્મીને જ્ઞાનમય જ છે. ધર્મીના તો જ્ઞાન શ્રદ્ધા શાંતિ આનંદમય પરિણામ છે. ધર્મીના પરિણામ, રાગ પુણ્ય દયા દાન એ પરિણામ એના છે નહિ. આહાહાહા ! શરીરના પરિણામ તો એના નથી પણ અંતરમાં દયા-દાનના પરિણામ આવે છે એ જ્ઞાનીના નથી. આહાહાહા ! જ્ઞાનીના પરિણામ, એ રાગ– દ્વેષનું જાણવું અને પોતાને જાણવું એવા જ્ઞાન પરિણામ, શ્રદ્ધાપરિણામ, શાંત પરિણામ, વીતરાગપરિણામ, એ જ્ઞાનીનું કાર્ય છે. આહાહા !
ધર્મી જેમને જ્ઞાયકભાવ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા દૃષ્ટિમાં આવ્યો છે, એની દૃષ્ટિમાં શાયક ચૈતન્યના પરિણામ થાય છે, જાણનાર–દેખનાર, શ્રદ્ધા, ઠરવું, શાંતિ, વીતરાગતા, આનંદ એ પરિણામના એ કર્તા છે. એ બધા જ્ઞાનમય ભાવ છે. એમાં રાગાદિક વિકલ્પ છે નહીં. આવી વાત છે ભાઈ. ઝીણું બહું આકરું બાપુ !
આ ચોપાનિયા કાઢવા ને માસિક કાઢવા અને હું કાઢું છું એ મૂંઢ છે. (શ્રોતાઃ- એ ચોપાનિયા માટે તો લખાય છે ) લખાય છે કોણ લખે ? લખવાના અક્ષ૨, ૫૨માથું પોતે પોતાની