________________
ગાથા-૧૨૬
ગાથા-૧૨૬
છેઃ
૩૦૯
GOL
तथाहि
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स । णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ।। १२६ ।।
यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः । ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः
।।ર૬।।
एवमयमात्मा स्वयमेव परिणामस्वभावोऽपि यमेव भावमात्मन: करोति तस्यैवकर्मतामापद्यमानस्य कर्तृत्वमापद्येत । स तु ज्ञानिनः सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्मख्यातित्वात् ज्ञानमय एव स्यात् । अज्ञानिनः तु सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वादज्ञानमय एव स्यात्।
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે
જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો;
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો.૧૨૬.
ગાથાર્થ:- [આત્મા ] આત્મા [ચં ભાવક્] જે ભાવને [ રોતિ] કરે છે [તસ્ય ટર્મન: ] તે ભાવરૂપ કર્મનો [સ: ] તે [ f] કર્તા [ભક્તિ] થાય છે; [ જ્ઞાનિન: ] જ્ઞાનીને તો [સ: ] તે ભાવ [ જ્ઞાનમય: ] જ્ઞાનમય છે અને [અજ્ઞાનિન: ] અજ્ઞાનીને [ ઞજ્ઞાનમય: ] અજ્ઞાનમય છે.
ટીકા:-આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને ક૨ે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે ( અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે ). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કા૨ણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ( સર્વ ૫૨દ્રવ્યભાવોથી )ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કા૨ણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
ભાવાર્થ:-જ્ઞાનીને તો સ્વપ૨નું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપ૨નું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.