________________
30८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ જીવ પોતાના જે ભાવનો કર્તા છે ચાહે તો જ્ઞાનાનંદના ભાવને કરે કે ચાહે તો રાગના (ભાવને) કરે, જીવ પોતાના જે ભાવનો કર્યા છે તે ભાવનો તે કર્તા થાય છે. છે? આહાહાહા !
ભાવાર્થ- જીવ પણ પરિણામી છે જેમ પરમાણું પરિણામી છે, એ તો પહેલાં આવી ગયું કે આત્મા રાગ કરે ને કર્મબંધન થાય તો એ કર્મબંધનની પર્યાયનો કર્તા કર્મ છે, એ કર્મબંધનની પર્યાયનો કર્તા આત્મા નથી, જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ જે છે એ પોતાના પરિણમનથી બંધાય છે, એ આત્મા એને બાંધે છે એવું છે નહીં. આહાહાહા! અરે, વાત કંઈ ખબર નહીં એને અનાદિથી મૂઢતામાં ચાલ્યો જાય છે. જિંદગી ! કર્મબંધન (જે) થાય છે એ પરમાણુની પર્યાયમાં પરમાણુથી કર્મબંધનની પર્યાય થાય છે, આત્માથી નહીં. આત્માએ રાગ-દ્વેષ કર્યા તો ત્યાં કર્મબંધનનો કર્તા આત્મા છે એવું છે નહીં. કર્મબંધનના પરમાણુની પર્યાયના-પરિણામના કર્તા એ કર્મ પરમાણું છે, આત્મા નહીં. અહીંયા તો કહે છે કે જીવ પોતાના પરિણામનો કર્યા છે, પરનો નહીં. એ વાત અહીં સિદ્ધ કરી છે. પહેલાં એ વાત સિદ્ધ કરી હતી. જીવ પણ પરિણામી છે, તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે.
હવે, જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે
છેઃ
આહા. હા! મુનિઓ-કુંદકુંદાચાર્ય આદિ( એ) જંગલોમાં શાસ્ત્રો રચ્યાં. તાડપત્રો ત્યાં પડ્યાં હતા, લઈ લીધાં. સળીઓ વડે કરીને (અક્ષરોનાં) કાણાં પાડ્યાં. તે (લખાણ કરેલાં) પત્રો ત્યાં પાછા મૂકીને (તેઓ) ચાલ્યા ગયા! હારે રાખ્યાં નહીં! લખનારને (સાચવવાની) કંઈ પડી નથી કે લાવ... હું ગામવાળાને તાડપત્ર આપી દઉં! પણ ગૃહસ્થોને ખબર હોય કે મુનિરાજ જંગલમાં છે અને કંઈક શાસ્ત્ર લખે છે. એટલે એ મુનિરાજ ત્યાંથી વિહાર કરે એટલે તે ત્યાં જાય અને તાડપત્ર ત્યાં પડયાં હોય એને ભેગાં કરે ને ઉપાડીને (સાચવી લે). આહા.. હા! આવી વાત છે! મુનિરાજની દશા !! અંતરના આનંદમાં ઝૂલી રહ્યા છે. બહાર નીકળતાં એને દુઃખ લાગે છે. આ (વિકલ્પ) છોડીને ક્યારે અંદરમાં જઉં ? એમ વારંવાર સાતમું ગુણસ્થાન આવે છે. આહા.. હા ! આવી વાતો છે!! અરે! અનંત કાળનાં આ દુઃખ, જેને નાશ થાય છે, બાપા! એનો ઉપાય તો અલૌકિક જ હોય ને..! સમજાણું કાંઈ? એ ( પંચરત્ન) પાંચ ગાથા પૂરી થઈ.
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૮૨, નિયમસાર શ્લોક-૧૦૯)