________________
૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [તિ] આ રીતે [ નીચ] જીવની [સ્વમાવમૂતા પરિણામશ:] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ નિરન્તરયા રિસ્થતા] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [તસ્યાં સ્થિતીયાં] એ સિદ્ધ થતાં, [ : સ્વચ ચં ભાવે વર તિ] જીવ પોતાના જે ભાવને કરે છે [તસ્ય વસ: વર્તા ભવેત્] તેનો તે કર્તા થાય છે.
ભાવાર્થ-જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. ૬૫.
શ્લોક-૬૫ ઉપર પ્રવચન स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता।।६५ ।। શ્લોકાર્થ, આ પ્રકારે જીવની સ્વભાવભૂત, સ્વભાવભૂત પરિણમવું એ સ્વભાવભૂત શક્તિ છે, પર કોઈ પરિણમાવે તો પરિણમે એવી કોઈ ચીજ નથી. આહાહા ! સ્વભાવભૂત પરિણમનશક્તિ “નિરંતરાયા સ્થિતા – નિર્વિઘુ સિદ્ધ થઈ-જીવની પોતાની પરિણમનશક્તિ નિર્વિઘૂ સિદ્ધ થઈ–એનાં પરિણમનમાં કોઈ વિઠ્ઠ કરે કે બીજું કોઈ સહાય કરે તો પરિણમન થાય, એવું છે નહિ. આહાહા ! એકલો પોતાનો આત્મા પોતાના પરિણામનો કર્તા છે. બીજાના પરિણામનો એ કર્તા નથી. અને બીજા કોઈ એને પરિણમન કરાવતા નથી. આહાહા!(શ્રોતાકુગુરુનો સંગ કરવાની મનાઈ કેમ કરી?) એ તો પરિણામ તારા મિથ્યાત્વના ન થાય એ કારણે, એને (જે) મિથ્યાત્વ થાય છે એ કુગુરુના સંગથી નથી થતું, પોતે ઊંઘી-ઊલટી માન્યતા કરે છે, તો પોતાના પરિણામ ઊલટા થાય છે. એવી વાત છે સૂક્ષ્મ વાત છે! કોઈ પણ ક્ષણે ને પળે, કોઈ પણ સંયોગી ચીજથી એનામાં કંઈ થતું નથી.
(શ્રોતાઃ- કોઈ વાર તો નિમિત્તથી થાય) ત્રણકાળમાં નહીં, ત્રણ કાળમાં, કોઈ નિમિત્તથી એનામાં કંઈ થાય છે, એવી દ્રવ્યની પરિણતિ શક્તિ, એવી છે જ નહિ. પોતાના કારણે પરિણમન શક્તિથી કરે છે. આહાહા! અનેકાન્ત (એ છે કે) આંહી પોતાનાથી પરિણમન કરે છે, પરથી નહીં, એ અનેકાન્ત ! પોતાના પરિણામ પોતાથી કરે છે, ચાહે તો મિથ્યાત્વ કરો, ચાહે તો રાગ દેષ કરો ચાહે તો સમ્યગ્દર્શનશાનના કરો, પણ પોતે પોતાના પરિણામના કર્તા છે, પરના પરિણામનો કર્તા નહીં. આહાહા ! એક સિદ્ધાંત પણ યથાર્થ બેસી થાય તો એને બધા ખુલાસા (સમજાય જાય !) બધા દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્ય કરી શકે એવું ત્રણ કાળમાં (છે) નહીં. આહાહા !
જુઓ ને આ વાત સાંભળી'તી આજ સાંભળી'તી. આહાહા ! જુવાનજોધ આંહી બેઠો'તો ગુસ્વારે પચીસ વર્ષનો જુવાન, રમણિક સંઘવીનો દિકરો, લઠ્ઠ અહીં પાસે બેઠો'તો જુવાનજોધ