________________
૩૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ સાડત્રીસના સાડી સાડત્રીસ આના. એ તો બધી એની કુંચી ! એમ પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાય, વિકૃતપણે કે અવિકૃતપણે, ૫૨માણુમાં પણ વિભાવપણે કે સ્વભાવપણે, એમ. આહાહાહા ! તે તે સમયમાં તે તે પરિણતિનો કર્તા તે દ્રવ્ય છે, માટે તે પરિણતિ તે દ્રવ્ય છે. એ પરિણતિ દ્રવ્ય છે. એ પરિણતિ બીજું દ્રવ્ય છે એમ નહિ. આહાહાહા... સમજાણું કાંઈ.. ?
આ હુશિયાર માણસો બધું કરે ને ઓલું શું કહે, દુકાનના ધંધા ને કોણ કરે ભાઈ ? એ... ય પુનાતર ! ધંધા કરે આ ? બાઈડીયું હોશિયાર હોય તો ભરત ભરે ! તકતા નહીં શું કહેવાય તકતા નહીં એ આભલા નાખીને આમ ભરે ચારે કોર તખ્તો. આભલાથી આખો-પૂરો હોય, થોડો-થોડો દબાય એવી રીતે ભરે ને એ બધું ભરતા આવડે છે કે નહિ ? આવડે એ કરી શકે કે ન આવડે એ કરી શકે ?
એ તો એની પરિણમવાની શક્તિ (છે) એ રીતે થાય છે થઈ છે, એમાં બીજી શક્તિ ક્યાંથી લાવવી ? એનાં કા૨ણે આ બને છે ભરત ! શું કહેવાય ? ભરત-ભરત ! આહાહાહા ! આવી વાતું ! આ વાત તો આમ જ છે! આહાહા ! બહુ વાત, આ જીવનો અધિકાર છે ને ? ઓહોહોહો ! મિથ્યાત્વનું પરિણામ થયું તો કહે છે કે જીવ મિથ્યાત્વરૂપ પરિણમે છે તો જીવ જ મિથ્યાત્વ છે. ક્રોધરૂપ પરિણમે છે તો જીવ જ ક્રોધ છે. વિષયવાસનાપણે પરિણમે છે તો જીવ જ વિષયવાસનારૂપ છે. આહાહા ! બીજું દ્રવ્ય નહિ એમ કહે છે. આહાહા ! બહુ સિદ્ધાંત.
એક સમયમાત્રનું દરેક દ્રવ્યનું પરિણમન પોતાથી થાય છે કેમકે અનાદિ અનંત પરિણમન છે. તો એ પરિણમન સમય-સમયમાં જે થાય છે એમાં બીજા કોઈની અપેક્ષા નથી, કારણ કે જો ન પરિણમે તો બીજું કોઈ પરિણમાવી શકે નહીં અને પરિણમે છે તો બીજાની અપેક્ષા નહિ. આહાહા ! આવું સાંભળવું. મારગ એવો છે ભાઈ. એ રખડે છે અજ્ઞાનથી અનાદિથી, સત્ને અસત્ માને ! અને અસત્યને સત્ય માને, એ માન્યતા ઊંધી-ઊલટી. આહાહા ! દયા પાળવાનો ભાવ થયો એ પોતાથી ( આત્માથી ) થયો છે, કર્મથી નહિ એમ કહે છે. પણ એ રાગ છે, એ રાગનો કર્તા થાય છે તો એ અજ્ઞાની છે. આહાહાહા ! એ ૫૨ની દયા તો પાળી શકતો નથી, કેમકે ૫૨ની શક્તિ ત્યાં રહેવાની છે આયુષ્યની તો બીજો છે જે એને જીવાડી શકે એમ છે નહીં. આહાહાહા !
એ આવ્યું ને ( શ્રી સમયસાર ) બંધ અધિકારમાં કે હું ૫૨ને જીવાડું-૫૨ને મારું, ૫૨ને સુખી કરું, ૫૨ને દુઃખી કરું, એ બધી માન્યતા અજ્ઞાનીની છે. આહાહા ! હું ૫૨ને કર્મથી બંધાવું૫૨ની મુક્તિ કરાવી દઉં એ બધા ( અભિપ્રાય ) મિથ્યાત્વ ભાવ છે. એ મુક્તિ તો પોતાના વીતરાગ ભાવથી થાય છે અને એ સંસા૨ બાંધે છે પોતાના અજ્ઞાન રાગભાવથી, બીજો કહે કે હું એને કરાવી દઉં ( શ્રોતાઃ- ગુરુ શિષ્યને ભણાવે છે ને!) કાંઈ ભણાવે નહીં–આ તો કોણ ભણાવે ? એ તો બધી વાતું છે. કોણ કોને કરે જે જે પરિણમન જે સમયમાં જે ( જે ) દ્રવ્યનું થાય છે તો એ દ્રવ્યમય છે. એ તો એને બીજું દ્રવ્ય શું કરે ? આહાહા ! શરીર જે અહીં રહ્યું છે જીવ નીકળી જાય તો આમ થઈ જાય. જીવ અંદર છે તો જીવને કા૨ણે આમ આવું રહ્યું છે ? પોતાના કા૨ણે આવું સ્થિર છે એ પર્યાય છે તો એનાથી સ્થિર છે એવું નથી, શરીરમાંથી જીવ નીકળી જાય તો શરીર પડી જાય આમ થઈ જાય છે એમ છે નહીં.
વિશેષ કહેશે.
(શ્રોતા:
:- પ્રમાણ વચન ગુરુદેવ ! )