________________
૩૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫
મહાસિદ્ધાંત મૂક્યો છે ને ?
“અજ્ઞાન સ્વભાવયુક્ત ક્રોધાદિ છે” –આ તો અજ્ઞાનીની વાત છે ને ? ક્રોધ, માન, માયા, લોભ વિકા૨રૂપે પરિણમે છે અજ્ઞાની, ( એ ) પોતાથી સ્વતઃ પરિણમે છે, કર્મના ઉદયને કા૨ણે પરિણમે છે એવું છે નહીં. જેનો ઉપયોગ પરિણમ્યો છે–જેનો ઉપયોગ એવો જીવ, જીવનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ, જીવ જ સ્વયં ક્રોધરૂપ છે. આહાહાહા ! એક બાજુ તો કહેવું કે જીવ તો જ્ઞાતા-દેષ્ટા અખંડાનંદ પ્રભુ છે ! ( અને ) આંહી વિકા૨૫ણે પરિણમે છે તો એને જીવ કહે છે. આહાહાહા ! એ જીવનું પરિણામ છે ને વિકાર તો... પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિ વિકા૨ તો વિકા૨૫ણે પરિણમે છે એ જીવ જ છે. ( આહા !) એ જીવ જ છે, અજીવ નહીં-જડ નહીં–કર્મ નહીં એમ કહે છે. આહાહા !
આ કાલે આવ્યું’તું પુદ્ગલનું, આજ આવ્યું છે જીવનું ! ‘જીવ જ પોતે ક્રોધાદિ છે’ ભાષા દેખો, જીવ જ નિશ્ચય સ્વયં ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, આત્મા જ ક્રોધ માન માયારૂપ છે ! આહાહાહા ! અજ્ઞાની રાગ ને ક્રોધ માનરૂપે થઈ ગયો, તો અજ્ઞાની જીવ જ ક્રોધરૂપે છે. કહો, કર્મ ક્રોધરૂપે થયું છે એવું છે નહીં. આહાહાહા ! આકરી વાત છે. વાણિયાને નવરાશ ન મળે, સત્યનો નિર્ણય ક૨વાની, એમ ને એમ જિંદગી ચાલી જાય. આહાહાહા !
‘આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું' –જીવનું પરિણામ સ્વભાવત્વ (સિદ્ધ થયું ) આહાહાહા ! બહુ ગાથા સરસ છે આ ! જ્ઞાની જ્ઞાન થયા પછી ( એ ) બીજી વાત છે. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, તે અજ્ઞાનપણે પોતાથી વિકા૨૫ણે પરિણમે છે. એ અજ્ઞાનમાં કર્મના કા૨ણે અજ્ઞાનપણે પરિણમે છે એવું છે નહીં. આહાહા ! એ પ્રશ્ન થયો હતો ને ત્યાં, કે જ્યારે જ્ઞાન ક્ષયોપશમરૂપે થાય છે આત્મામાં વધ-ઘટ થાય છે જ્ઞાનમાં ઘટાડો-વધારો થાય છે, એ પોતાથી થાય છે, જ્ઞાનાવરણીથી નહીં. તો વર્ણીજી કહે, નહિ ! એ જ્ઞાનાવરણીથી એ બધી (વાત ) એમ ચાલી'તી ! એમ બિચારા ! એનો કાંઈ વાંક નથી ! એ પ્રથા ત્રણેય સંપ્રદાયમાં સ્થાનકવાસીમાં, દેરાવાસીમાં, દિગમ્બરમાં ત્રણેયમાં કર્મને લઈને વિકાર થાય છે, કર્મને લઈને વિકાર થાય છે આહાહાહા ! એમ કહ્યું એણે કર્મથી વિકાર થાય છે, કર્મથી ન થાય તો સ્વભાવ થઈ જાય.
( કીધું: ) અરે, સ્વભાવ પર્યાયનો પરિણમન સ્વભાવ છે. પરિણમન સ્વભાવ છે તો થાય છે, એમાં, કર્મથી બિલકુલ નહીં. એક ટકોય નહીં પચ્ચીસ ટકા કર્મના ને પોણોસો ટકા પુરુષાર્થના અહીંયા વિકારમાં એક વળી પચાશ ટકા કહેતો'તો એ અહીં આવ્યો'તો જીવણધ૨ ! આવ્યો’તો તે, શેઠની હારે, શેઠ હુકમીચંદ શેઠ ! પચાસ ટકા નિમિત્તના ને પચાસ ટકા ઉપાદાનના (હરામ ), કીધું: સો ટકા નિમિત્તના નિમિત્તમાં ને ઉપાદાનના ઉપાદાનમાં, આમ ભગવાન ત્રિલોકનાથના વચનો છે. કીધું, માનો ન માનો તમે જાણો ! શેઠ આવ્યા'તા ને ત્રણ વાર ( અહીં સોનગઢ ) વીસ કરોડ રૂપિયા, સાથે એક જીવણધર પંડિત હતો, નિમિત્તથી થાય છે ? કીધું, એવું છે નહીં. એ કહે પચાસ, પચાસ ટકા રાખો ને. આહા !
ન
એક વળી અમારે પ્રશ્ન થયો હતો સોએ સો ટકા રાખને વિકાર કરવામાં સોએ સો ટકા તારા. અને વિકાર નહીં કરવામાં પણ સો એ સો ટકા તારા. કર્મ છે તો વિકાર થયો છે એવું છે નહીં, કર્મ ખસ્યા તો અવિકારી થયો એમ પણ છે નહીં. આહાહાહા ! એ પ્રશ્ન પહેલાં ચાલ્યો હતો